Gujarati / English

બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “જેને મૂર્તિમાં જોડાઈ રહેવું હોય તેને એમ જાણવું જે, “આ કલેવરનું ગમે તે થાય. દેહને દુઃખ થાય કે સુખ થાય, તેમાં આપણે શું! કોઈનો અભાવ ન આવે તેમ વર્તવું. મહારાજ અને મોટા વિચરતા હોય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું; સ્થિરવૃત્તિ ત્યાં થાય. જેમ જેમ મૂર્તિમાં જોડાતું જવાય તેમ તેમ અનુભવજ્ઞાન આવતું જાય. ગૃહસ્થ અને ત્યાગીને એ કરવાનું છે. આપણે કળિયુગમાં સતયુગ સ્થાપી દેવો, તો સદાય આનંદ વર્તે અને અપારપણું રહે. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં સુખ લે છે, એ સર્વે મુક્તને મહારાજનું અપારપણું રહે છે. સાધનવાળાને મતે જવું-આવવું છે, પણ સિદ્ધદશાવાળાને મતે જવું-આવવું નથી.

“જીવને તો પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે અને પુરુષપ્રયત્ન પણ જોઈએ. તે પુરુષપ્રયત્ન શું? તો મહારાજનાં અને મોટાનાં વચનમાં ખરેખરો વિશ્વાસ. એ દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત એમ સમજવું. અ.મુ. ગોપાળાનંદ સ્વામીએ એમના સંતને અડધી રાત્રિએ પૂછ્યું ત્યારે સંતે કહ્યું જે, ‘આપ રાત કહો તો રાત અને દિવસ કહો તો દિવસ.’ એવો વિશ્વાસ હોય ત્યારે મહિમા જાણ્યો કહેવાય. મોટા આગળ પોતાનું મનગમતું કરાવવું નહિ. આંખો મીંચો એટલે અંધારું અને આંખ ઊઘડે એટલે અજવાળું એટલી જ વાર છે.

“પરોક્ષ શાસ્ત્ર વૈરાજથી થયાં છે, પણ આપણે સ્વામિનારાયણ જોઈએ છીએ. અજ એટલે અનાદિ; એ તો કોઈ દિવસ માયામાં આવતા જ નથી. અનાદિમુક્ત તો મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને જીવને ઢસરડી લે છે. તે ખંપાળી એટલે કૃપાસાધ્ય. મોટાની પાસે ને મહારાજની પાસે ધાર્યું ન કરાવવું, તે કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય. મોટા જ્યાં જોઈએ ત્યાં હાજર જ છે, પણ તેટલો વિશ્વાસ નથી. ‘સૂના સર્વે લોક ચડે મારી નજરે’ તેમ કાંઈ પણ અનાદિની દૃષ્ટિએ છે? નથી.

“આ નૈમિષારણ્યમાં આવ્યા છીએ તે શું દોષ રહેશે? ઘસાઈને બૂઠા થઈ જશે. અહીં જે વાવશે તે ઊગશે. અપરાધ કરશો તો તે ઊગશે અને સેવા કરશો તો તે ઊગશે. મોટાનાં વચનમાં તો તન કુરબાન કરી નાખીએ. પરોક્ષના કાર્યમાં તમોગુણ અને રજોગુણ છે, પણ અહીં તો નૈમિષારણ્યમાં એવું એકે નથી. ભગવાનને તથા મોટા મુક્તને મનુષ્ય જેવા જાણે તેને ભગવાનમાં ને મોટામાં દોષ જણાય છે. તેવા દોષથી જીવ માંસના પિંડા ખણે છે (દેહ ધરે છે). દેહના રૂપમાં મોહે કરીને જીવને આનંદ મનાય છે, પણ આનંદ નથી; કેવળ દુઃખ જ છે. જો વિચાર ન હોય તો મન આવી સભા મૂકીને ક્યાંય જતું રહે; માટે આ સભા ને મૂર્તિ તે ન મૂકવી. આપણે તો એક છોગલાવાળા સ્વામિનારાયણને રાખવા. જો એ આપણી ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એ જ વેપાર છે, બીજો વેપાર કોઈ કરશો નહિ. આવું અનુભવજ્ઞાન સાક્ષાત્કાર થાય ત્યારે કોઈ વિઘ્ન ન થાય.

“બ્રહ્મા-નારદને આવી પ્રાપ્તિ નહોતી. આજનો પ્રતાપ બહુ મોટો છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણે મળીને પોતાનું ચલાવે છે. આ તો અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, એવું જ્ઞાન ખરેખરું સિદ્ધ કર્યું હોય તો એ તો ભિક્ષુક જણાય. સ્વામિનારાયણને ઘેર જવું તેમાં ઘણાં આવરણ છે. તે ન જાણ્યાં હોય તો ક્યાંય બંધાઈ જાય. જુઓને! શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક બંધાઈ ગયા. એ કાંઈ સ્થિતિ કહેવાય?”

પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના દેહ મૂકવા સમયની વાત કરીને કહ્યું જે, “એમના જેવા આ ચોવીશ મંદિરમાંથી એક તો કોઈ ગોતી લાવે! ભગવાનના ભક્તને સરત રાખવી. આવા સંતના સમાગમ કરવા, દર્શન કરવાં, પણ જ્યારે આપણને કોઈ કૂદકા મરાવે ત્યારે ઊભા થઈ રહેવું એટલે કે અવગુણ ઘાલે ત્યારે અટકવું. જડ-ચૈતન્યનો ત્યાગ કરે તેને ગુરુ કહેવાય. ગુરુનાં લક્ષણ બહાર જાય તે ગુરુ શેનો? ભીમસેન જેવા હોય તે ગુરુ નહિ. સનાતન હોય તો ગુરુ. વચ્ચે આવે એ ગુરુ નહિ, સનાતન માર્ગ રાખવો. સનાતન એટલે અનાદિ; ધામમાંથી ને મૂર્તિમાંથી આવેલા હોય તે. સંત એટલે સંતના લક્ષણે યુક્ત.

“સત્સંગમાં તો ભગવાન બિરાજે છે; પાપી, અધર્મીને મતે નથી, તે તો ‘આગળ હતા’ એમ જાણે છે તેથી સત્સંગની શૈલી રાખતા નથી. એવા શું મુંડાવા સાધુ થયા હશે? જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તે ધ્યાન કરે, સેવા કરે, પાંચ વખત માનસી પૂજા કરે, એમ ને એમ મૂર્તિથી જુદા ન પડે. એવા સંત દર્શન, સેવા ને સમાગમ કરવા જેવા છે. પણ જેને મહિમા નથી તેની બુદ્ધિ ઓછી સમજવી.

“પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી ખુશબો ઊઠે છે તે ખુશબો મુક્તોને ખેંચે છે અને મૂર્તિ સાથે રસબસ કરે છે, તે અનુભવજ્ઞાન. આપણને જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણનું એવું જ્ઞાન નથી થયું ત્યાં સુધી જ્યાં ત્યાં વલખાં કરીએ છીએ. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે.

“મહારાજ કહે, ‘અમારા સંતને ને અમને જેવડા જાણશો તેવડા તમે થશો.’ મહારાજે બે કલમ મૂકી છે. તે અક્ષરધામની સભા તથા મૂર્તિને વિષે ધાતુ કે પાષાણાદિકનો ભાવ નહિ. અમારો તો સિદ્ધાંત એક જ છે; તમે મરડી-મચરડીને ક્યાંય લઈ જાઓ તો ભલે. મોટાને એમાંથી કોઈ સાથે ન ગણીએ તો સમજનારો ક્યે ઠેકાણે જાય! મહારાજે આ સભાને અક્ષરધામનો દરવાજો કહ્યો છે. પૂરું તો સાક્ષાત્કાર અનુભજ્ઞાન થાય અને મહારાજની મૂર્તિમાં જોડાઈ જવાય ત્યારે જ થાય.”  II ૪૯ II

Bāpāśrī showing his favour, said, “The one who wants to join constantly in Mūrti should know that let anything happen to this body. The body may become happy or unhappy but what of it! We should behave in such a way that we do not develop dislike for anyone. Wherever Mahārāj and muktas tread, that place should be known as naimiśāraṇya. Tendency will become steady there. As one goes on getting attached to Mūrti, experiential knowledge comes by and by. The householder and the renunciant  have to do that only. If we establish Satyug in Kaḷiyug joy will always prevail and it will remain bountiful. Infinite muktas take happiness in Mūrti and they all have Mahārāj’s endless happiness. In the view of seekers, there is coming and going but in the view of the realised, there is nothing like coming and going. Jīva has to do means for pleasing and diligence is also required. What is the diligence? It means one has real faith in the words of Mahārāj and muktas. If they say it is day, it is day and if they say it is night, it is night. Anādi Mukta Gopālānaṅd Swāmī wakened his saint at mid night and asked whether it was night or day- his saint replied if he said it was night, it was night, and if it was day, it was day. If there is such faith, then he has known the greatness. One should not get done any thing of his liking from muktas. Close your eyes, it is dark and when open it is light- the time is that much only. parokṣa’s (not manifest) scriptures have been found by Vairāj but we need Swāmīnārāyaṇa. Aj means Anādi; they are not affected by māyā. Anādi muktas draw jīva while dwelling in Mūrti. They draw it by their favour. One should not get done what he wishes from muktas and Mahārāj. We should do as we are told to do by them– it means mind has been surrendered. Wherever you look, muktas are there but that much faith is not there. ‘Sūnā sarve lok chaḍe mārī najre’ (all realms are blank– they come in my sight). Similarly, is there anything in the sight of Anādi? There is nothing. We have come in naimiśāraṇya– will faults remain? They will become ineffective. Whatever you sow here, it will grow– if you commit guilt, guilt will grow and if you do service, service will grow. We should sacrifice our body in the words of muktas. There is rajoguṇa and tamoguṇa attributes in parokṣa activity but here in this naimiśāraṇya there is nothing of it. The one, who knows God and muktas as human being, finds faults in God and muktas. By such fault, jīva gets rebirth. Jīva believes joy in body because of its beauty but there is no joy; there is only misery. If there is no thought mind will wander leaving such assembly so do not leave this assembly and Mūrti. We should keep only Swāmīnārāyaṇa having tassel in His turban. If He is with us, everything is with us. We have only this business- do not do any other business. When experiential knowledge is realised there will not be any hurdle. Brahmā and Nārad had no such achievement. The power of today is very great. Brahmā, Viṣṇu and Śiva carry on their work together. Mahārāj is the emperor of infinite cosmoses. If such knowledge is truly realised, those will appear to be beggar. There are many obstructions while going to the house of Swāmīnārāyaṇa. If those obstructions are not known, he will get bound somewhere. Just see! Śiva, Brahmā, Nārad, Sanak, etc. got bound. Is it called a state? Then Bāpāśrī said about Brahmachārī Nirguṇānaṅdjī’s end of corporal state (death). Can you find any such saint from twenty-four temples! A devotee of God should remain alert. We should associate such saints, have his darśan, but when anyone says something about their faults, we should not listen to it. The one, who discards wealth and woman is called preceptor (guru). How can we call him preceptor if his characteristics are not fit for preceptor? The one, who is like Bhīmsen is not preceptor. Preceptor is that who is eternal. If he comes in between, he is not preceptor. We should follow the path of eternity. Eternal means Anādi- the one who has come from Akṣardhām and Mūrti. Saint means having virtues of a saint. God is present in satsaṅg. In the opinion of sinner and irreligious person, Mahārāj is not there. They understand that He was formerly there. So, they do not follow the norms of satsaṅg. Why have such persons become saint?  The one who has met God Himself  meditates, does service, performs mental worship five times and thus does not get separated from Mūrti. The association, service and darśan of such saint are worth doing. But the one who does not have understanding of greatness should be understood as having low intellect. Sweet fragrance rises from Lord Puruṣottam Nārāyaṇa’s Mūrti. That fragrance draws muktas and makes them engrossed in Mūrti- it is experiential knowledge. Until we have got this knowledge of Lord Puruṣottam Nārāyaṇa, we grope in the dark. There is everything at the house of Lord Swāmīnārāyaṇa. Mahārāj says that you will become as great as you consider the greatness of my saints’ and mine.  Mahārāj has put two conditions: (1) there should not be any other feeling than that of divine feeling for Akṣardhām (2) for Mūrti there should not be any feeling such as that it is made of metal or stone. Mine is only one principle, which cannot be changed even if you do anything contrary to it. If we do not consider muktas with anyone of the above, where will the one having understanding look for? Mahārāj has called this assembly as the door of Akṣardhām. The fulfilment will come only when there is realised experiential knowledge and when we get attached to Mūrti.” || 49 ||