Gujarati / English

આસો વદ-૧૩ને રોજ સવારે શ્રી વૃષપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી.

તે વખતે ભુજના વિઠ્ઠલજીભાઈએ પૂછ્યું જે, “બાપા! મૂર્તિમાં રસબસ કોણ રાખે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ રાખે છે.”

પછી પૂછ્યું જે, “દાતા કોણ અને ભોક્તા કોણ?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મૂર્તિ સર્વેના દાતા અને મુક્ત ભોક્તા.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મહારાજ સર્વ ભોક્તાને સુખ આપે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, આપે છે એમ સમજવું;  એ જ સત્સંગમાં સત્સંગ. સર્વ ભોક્તા ભોક્તા પ્રત્યે દાતા એક દેખાય છે.” એમ કહી બાપાશ્રી ઘેર પધાર્યા.

થોડી વારે પાછા મંદિરમાં આવ્યા અને બોલ્યા જે, “અમારા હરજીને તાવ આવે છે. આજ તો તે રોયો ને કહ્યું જે, ‘બાપા! મટાડો.’ પછી અમે તેને કહ્યું જે, ‘બચ્ચા! મટી જશે.”‘

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “આપે પંચોતેરની સાલમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો, ત્યારે અનંત જીવોનો સોથ વળી ગયો હતો. વળી આ મંદવાડ આપે ગ્રહણ કર્યો છે તે કોણ જાણે કેમ થશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નારાયણપુરથી ધનજી ને તેના દીકરા અમને આહીં પૂછવા આવ્યા હતા જે, ‘કારખાના લઈએ?’ ત્યારે અમે કહ્યું જે, ‘કારખાના મ રાખો, આ વર્ષમાં મંદવાડ બહોળો આવવાનો છે.’ તે તેમને પૂછી જુઓ.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપા! એમાં શું પૂછવું છે? એ તો જ્યારે આપે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે સર્વત્ર એમ હોય જ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા કે, “એ તો શ્રીજી મહારાજ ધારે એમ કરે.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, “કેમ છે બાવા! તમારે જાવું છે કે રહેવું છે?”

ત્યારે તે બોલ્યા જે, “અમારે તો જેમ સ્વામી કહે તેમ કરવાનું છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “મારે આપને મૂકીને ક્યાંય જવું નથી.”

એ સાંભળી બાપાશ્રી  અતિ  પ્રસન્નતા જણાવી સ્વામીની દાઢીએ એક હાથ રાખી અને એક હાથ મસ્તક ઉપર રાખ્યો અને હલાવીને કહ્યું જે, “આવા સાધુ ક્યાંથી મળે! પૂરી, રોટલી, દાળભાત જમનારા તે અહીં મઠિયા જમે છે.”

એવી જ રીતે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામ-જીવનદાસજી આદિ ત્રણે સંતો ઉપર અતિ હેત જણાવીને બોલ્યા જે, “આવા સાધુ અક્ષરકોટિ સુધી ક્યાંય નથી. આ સાધુ મઠિયા જમીને મારી સેવા કરે છે. આવા સાધુ મઠ જમે ત્યારે મારે જુવાર જમવી જ પડે.” એમ સંતોની અતિ પ્રસંશા કરીને આનંદ પમાડ્યો.

પછી બાપાશ્રી કૃપા કરીને એમ બોલ્યા જે, “આ સભામાં સર્વે છે. મહારાજ, અનાદિમુક્ત, પરમ એકાંતિક, એકાંતિક સર્વે છે; પણ જીવને આમ સમજાય નહિ તેથી બીજી તાણ બહુ રહે. આપણે તો જે જોઈએ તે અહીં છે. મહારાજે એટલા સારુ જ પરમહંસના સમ ખાઈને કહ્યું છે જે, ‘તમે દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી.”‘

પછી સ્વામી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “આજ મુક્તાનંદ સ્વામી અહીં હશે?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા.”

ત્યારે વળી પૂછ્યું કે, “ક્યાં હશે?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “નામ ન કહેવાય. બધાયને જાણીએ તો તે ભેળા આફૂડા આવી જાય. સ્વામી હરિનારાયણ-દાસજી કેવડા હતા! તેમને પણ કેટલાક ઓળખતા નહિ.”

પછી સંતો સામું જોઈને અતિ કરુણા કરીને બોલ્યા જે, “અનંત કોટિ બ્રહ્માંડ ફરી આવો; આવા સાધુ બ્રહ્મા, વિષ્ણુ, શિવથી લઈને મહાકાળ, વાસુદેવ તથા ઠેઠ અક્ષર સુધી ક્યાંય નથી; એથી પરના આ સાધુ છે. માટે સમજીને સુખિયા થાવું. બીજાં પદાર્થ બધાંય દુઃખરૂપ છે, પંચવિષય નાશવંત છે, તોપણ એ ધૂળનો વેપાર કરવા સૌ ખબાસાની પેઠે મંડી જાય છે. કેમ જે ભગવાન ભજ્યા વિના બધોય ધૂળનો વેપાર છે. તે માયિક પદાર્થ સર્વે ધૂળનાં. તે જુઓને! આ ભુજમાં કેટલું અનાજ પાકે છે ને બહારથી પણ આવે છે. આખો ગઢ ભરવો હોય તો ભરાઈ જાય; પણ ગામની ભાગોળે  ધૂળ ભેળું ધૂળ થઈ જાય છે. તેમાં કંઈ માલ છે? તે જ્યારે લડાઈ થાય છે ત્યારે કોઈ પાછું વાળીને જોતા નથી. પણ વિચાર કરે તો એક શેર અનાજ જોઈએ, એટલું પોતાને માટે છે તેમાં કેવાં કેવાં દુઃખ વેઠે છે! જુઓને! કોઈ કોઠારી થવા, ભંડારી થવા કે મહંત થવા વલખાં કરે છે. એવી માયા દુઃખરૂપ છે.”

તે સમે લાલજી ઊભો ઊભો ઊંઘતો હતો. તેને કહ્યું જે, “લાલજી! બેસી જા; પડી જઈશ તો વાગશે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “એટલે છેટે દેખો છો?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે તો બધેય દેખીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! દેહ પહેલો દેખાડતા તેવો દેખાડો ને!”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારે સેવા કરવા આવો રાખ્યો છે. તમે ઘણાં ખોખાંની સેવા કરી હશે, પણ આ સેવા મળે એવી છે? આ સેવા બહુ મોંઘી છે. આ તો કીડી-કુંજરનો મેળાપ છે.”

એમ વાતો કરી સંતોને કહ્યું જે, “તમો ભુજમાં અન્નકૂટનાં દર્શન કરી બીજાં ગામોમાં હરિભક્તોને દર્શન દઈ ભારાસર આવજો, અમે પણ ત્યાં આવીશું.”  II ૫ II

 

On the morning of Āso Vad 13th, the Vachanāmṛt was being read in the temple of Vṛṣpur. Viṭṭhaljībhāī of Bhuj asked a question to Bāpāśrī, “Bāpā! Who keeps us engrossed in Mūrti?” Bāpāśrī replied, “It’s Mūrti which keeps us engrossed.” Then he asked, “Who is the donor and who is the donee?” Bāpāśrī said, “Mūrti is the donor of all and muktas are donees.” Then Swāmī Vṛṅdāvandāsjī asked, “Does Mahārāj give bliss to all donees?” Bāpāśrī said, “Yes, He gives –we should understand thus. Just it is the real satsaṅg within satsaṅg. For all donees there is only one donor.” Saying so, Bāpāśrī came home.

After sometime, he came to the temple and said, “Harjī is suffering from fever. He wept today and requested me to cure him of the fever. Then I assured him that he would be cured.” Then Swāmī Īśvarcharaṇadāsjī said, “When in Saṁvat year 1975, you had adopted illness, infinite jīvas became victim of illness. Moreover, because of your illness all were worried as to what would happen.” Bāpāśrī said, “Dhanjībhāī and his son from Nārāyaṇapur came here to me to consult me if they could buy a factory. I advised them not to buy a factory because epidemic was to spread that year. You may verify this by asking them.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! There is no need to ask them. When you invited illness on you, it must have spread everywhere” Bāpāśrī said, “It happens as Śrījī Mahārāj wishes.”

Then Bāpāśrī asked Swāmī Ghanśyāmjīvandāsjī how he was and whether he wanted to stay or go to Amdāvād.” Then he replied, “I have to do as Īśvarcharaṇadāsjī Swāmī instructs me.” Swāmī Īśvarcharaṇadāsjī said that he did not want to go anywhere leaving Bāpāśrī. On hearing this Bāpāśrī became very much pleased, and he kept his one hand on the beard of Swāmī and the other on his head; and shaking the beard, Bāpāśrī praised, “Where can we find such saints? Though these saints are worth offering sumptuous meals, here they live upon maṭh only.” Similarly showing much love for three saints viz. Swāmī Vṛṅdāvandāsjī, Ghanśyāmjīvandāsjī, etc., Bāpāśrī said, “Nowhere upto Akṣarkoṭi there are such saints. These saints serve me while living upon maṭh only. When such saints live upon maṭh, I must live upon millet only.” Thus, Bāpāśrī praised the saints much and delighted them.

          Then Bāpāśrī showing his favour said, “In this assembly there are all viz., Mahārāj, Anādi muktas, param ekāṅtik muktas and ekāṅtiks; but as jīva does not understand thus, it craves for other things. For us whatever we want is here. It is therefore that Mahārāj has said swearing on the name of paramhaṁsas, “You see us here, but you do not understand thoroughly.” Then Swāmī Vṛṅdāvandāsjī asked, “Will Muktānaṅd Swāmī be here today?” Bāpāśrī said, “Yes! He is here.” Then again, Swāmī asked where he would be. Bāpāśrī said, “The name cannot be given. If we know all, they will also be here automatically. How great Swāmī Harinārāyaṇdāsjī was! Even then many did not know him. Then looking at the saints, Bāpāśrī said with much mercy, “Even if we go round contless cosmoses to search for such saints, nowhere from Brahmā, Viṣṇu, Śiva, Mahākāḷ, Vāsudev and up to Akṣar can we find such saints. These saints are from a stage beyond the abovementioned divine stages. Therefore, be happy with this understanding.”

“Though all the objects of this world are the cause of misery, and the objects of the five sense organs are perishable; even then, all are striving for material objects which is as good as trading of dust. All activities without the worship of God are like trading of dust. All the material objects are as worthy as dust. Just see! A lot of grain is produced in Bhuj and a lot of it comes from surrounding villages also. So much grain is there that the whole fortress can be filled with grain.  But at the outskirts of Bhuj, that grain is found converted into dust, i.e., excreta. Has it any value? When a war takes place, nobody thinks; but if one thinks he will realise that he needs only a half kg. of grain. And that much is available; even then how much trouble he takes! Just see! Some sādhus strive to become koṭhārī, bhaṇḍārī or mahaṅt. Māyā is full of miseries.”

At that time Lāljī was sleeping in a standing position. Bāpāśrī asked him to sit down lest he should fall and injure himself. Then Swāmī Vṛṅdāvandāsjī asked, “Can you see from such a distance?” Bāpāśrī said,” I can see everywhere.” Then Swāmī Īśvarcharaṇadāsjī requested, “Bāpā! Please let your body be as healthy as it was before.” Bāpāśrī said, “I have let my body to be ill so that you can have a chance of serving me. You might have served many bodies, but service of this body is rare to get. This service is much precious. This is as rare as the meeting between an ant and an elephant.” Then he said to the saints, “Go to Bhuj to have darśan of annakuṭ and then after giving darśan to devotees in other villages, come to Bhārāsar where I will also come.”|| 5 ||