Gujarati / English

રાત્રે મેડા ઉપર આસને પૂરું થયું ક્યારે કહેવાય એ પ્રસંગ ચાલતો હતો.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ખોટાને ખોટું કરીએ તેમાં કાંઈ પૂરું થયું ન કહેવાય. જેમ જળ પોતે ઊડું લઈ જાય છે, તેમ પુરુષોત્તમ નારાયણની ખુશબો છે તે ખેંચે છે. સાધન ઉપર તાન હોય તોપણ ભગવાનને અને મુક્તને સાથે રાખીને કરવાં. અનાદિ વસ્તુ ઓળખવી બહુ કઠણ છે. સોની હોય તે સોનાને ઓળખે તેમ આ સભા અક્ષરધામની છે તેને ચૂંથી ન નાખવી. માથકવાળા કલ્યાણસંગજીને અમે રામપુરામાં મહારાજની મૂર્તિ સિંહાસનમાં બતાવીને કહ્યું કે, ‘આ મૂર્તિને શું કહેશો?’ ત્યારે તે કહે કે, ‘સાક્ષાત્ મહારાજ, એ મૂર્તિને બીજું શું કહે!’ આપણે તો મહારાજની સભા અને મૂર્તિ એ બે જોઈએ. આગળના સાધુ તો જુઓ! લોકનાથાનંદ સ્વામી તથા બદરિનાથાનંદ સ્વામી જેવા મોટા સંત અહીં આવતા તેમને વાટમાં વાડી આવે છે ત્યાં કેરીયું ઘોળી-ઘોળીને ખવરાવી છે.

“અમારે તો કાંઈ મોટપ જોઈતી નથી, આપણે એક સ્વામિનારાયણ ખપે. જેને દોષ જોવાનો સ્વભાવ થયો હોય તેને તો શ્રીજી મહારાજમાંય દોષ દેખાય. આપણે તો અધમ જેવા જીવને પણ ઉદ્ધારવા પડશે. આપણે ઘેર વસ્તુ સાચી છે તે શીદ વંજાવવી જોઈએ. મોટા મુક્તના અપરાધ થઈ જાય તેને તો બધુંય બળી જાય; એ જાળવવું. મહારાજ કહે કે, ‘ત્રણ ગુણ કાઢી નાખવા.’ એ ગુણ હોય ત્યાં સુધી સત્સંગમાં સુખ આવવા દે નહિ. તેમાં તમોગુણ તો બધાનું ખાઈને અભડાઈ આવે એવો છે. નબળા માણસ સત્સંગમાં ન ખપે. ભગવાન ભજવામાં એ કામ ન આવે. બી સાચું ખપે; સાચું બી રાખશો તો ઊગી આવશે.

“આ નિયમ નથી પાળતા, આ ધર્મ નથી પાળતા એમ જે જાણે તેનું ઠીકરું ફૂટ્યું; માટે નિર્વાસનિક થઈને ભગવાન ને ભગવાનના ભક્ત સાથે એકતા કરવી. અનાદિ તો કોઈના દોષ દેખતા નથી. શાથી? કે બિચારો એ જીવ દુખિયો થઈ જશે. અધમ જેવા જીવ હોય તેને ઉદ્ધારે તો મહારાજ ઘણા રાજી થાય. શ્રીજી મહારાજને સંભારશો તો સદગુરુ થાશો અને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે. સર્વેના આધાર, સર્વેના કર્તા, સર્વેના નિયંતા, સર્વે દિવ્યના દિવ્ય ભગવાન આપણને મળ્યા છે તેથી જેને અખંડ સોહાગી થાવું હોય તેને મોહનિંદ્રામાંથી જાગી જોવું, દાસપણું રાખવું. શુદ્ધ પાત્ર થાય ત્યારે ભગવાન રહે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે તેમ. જેને નિશ્ચયનું કાચું હોય તેની વાત તે જાણે. મહારાજ અને તેમના અનાદિ તો આ રહ્યા; પ્રત્યક્ષ છે. તેજોમય ફુવારા ઝળળ ઝળળ છૂટે છે. આપણે તો મહારાજ અને મહારાજના મુક્તને વળગી રહેવું.

“અમે બીજાં કોઈ ધામ કે બીજાં કોઈ લોક દેખ્યાં નથી. અમને કોઈ કહે તો અમે શું જવાબ દઈએ? ભગવાનના સુખ આગળ ને ભગવાનની મૂર્તિ આગળ બીજું શું જોવું! અમારો સિદ્ધાંત તો એવો છે કે મૂર્તિ અને મુક્ત વિના બીજી કોઈ વાત જ નથી.

“આપણે આમ વારંવાર મૂર્તિની જ વાતો કરીએ છીએ તેમાં જેની નજર ન પહોંચે તે એમ જાણે જે, ‘આ તો એનું એ વર્ણન કરે છે, બીજી વાત જ કરતા નથી. જેમ ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે તેને એ જ ઘર ને એ જ ઘાણી, જરાય પંથ ખૂટે નહિ. મહારાજે બીજાં સાધન શું કરવા કર્યાં હશે!’ આમ બોલે, પણ એમ ખબર નથી જે ભગવાનની મૂર્તિ ધાર્યા જેવું કોઈ સાધન નથી. ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે અને પંથ ન ખૂટે, પણ સાંજે તેલનું કૂડલું એ ભરી દે; અને બીજો સૂઝે એટલું ચાલે, સૂઝે એટલો પંથ કાપે, પણ તેથી તેલનું કૂડલું તો શું પણ તેલની ચીકાશ પણ ન ભાળે. માટે મૂર્તિની વાતો કરવાથી જ સર્વે પ્રાપ્તિ થાય; કેમ જે મૂર્તિ છે તે ચિંતામણિ છે, કલ્પતરુ છે, મહા મોંઘી વસ્તુ છે. તેને મોટા મુક્ત પારખે છે. જેવા-તેવાનું આમાં કામ નથી. માટે આપણે તો મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રાખવી. ક્ષર, અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ તેને બાઝવું. મૂર્તિમાંથી અનુભવજ્ઞાનની ખુશબોના ગોટા આવે તે લેવા.

“માનકુવાના મૂળજી તથા કૃષ્ણજીને કાઢ્યા તે ઘેલાને કાંઠે બેઠા, તેને પાળાઓ પાણા મારે તોપણ જાય નહિ. અક્ષર ઓરડીમાં મહારાજ બેસે, ઊઠે ને એમ કહે કે, ‘કચ્છના એ વિમુખ મને બેસવા દેતા નથી.’ એમ મહારાજની મૂર્તિની ખુશબોથી એ આઘા જઈ શકતા નહિ અને મહારાજ વિમુખ કહેતા, પણ તેમને વિસારતા નહિ.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “ખોટો માર્ગ છે ત્યાં સુધી ગરુડ ઊડ્યો અને સાચા માર્ગમાં મહારાજ કહે અમે ઊડયા એટલે કે એક મહારાજ રહે એ સાચો માર્ગ છે. એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત છે એ આપણી નાત ને એ જ આપણા સગાં-વહાલાં. આપણે એ સરત રાખવી. કોઈ અભરાના સંગ ન કરવા. એ સભાના ઘરાક થાવું. ખૂબ કેડ બાંધીને તેમને સંભારવા, તો અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ. મોટાની દયા તો અપાર છે. જેમ એકને છ દીકરા હોય તેમાં એક દીકરો અકર્મી હોય તોપણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી; તેમ મહારાજ તથા મોટા મુક્તને છે, તે અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે. ખરો ઝવેરી હોય તે આવા હીરાનું પારખું કરે. અક્ષરધામનું સુખ અને મોટાની ગતિની બીજાને શું ખબર પડે? એ તો સંકલ્પ કરે એટલામાં અનંત જીવનાં આવરણ ટળી જાય અને અહીં બેઠે થકે અક્ષરધામમાં અનંત મુક્તે સહિત મહાપ્રભુનાં દર્શન કરાવે.”

તે ઉપર વાત કરી જે, “કાંકરિયાથી દક્ષિણ દિશા તરફ આંબલીમાં જ્યાં હાલ ઓટો છે ત્યાં મહારાજ આંબલી તળે ઢોલિયા ઉપર આંબલીની ડાળખી ઝાલીને બોલ્યા જે, ‘ચાર સદગુરુને બોલાવો.’ પછી તેમને બોલાવ્યા ને ઢોલિયા ઉપર ચાર પાયે બેસાર્યા અને સર્વે હરિજનોની પૂજા અંગીકાર કરી. તે વખતે મહારાજ તે સદગુરુઓ પ્રત્યે બોલ્યા જે, ‘તમો આગળ જઈને માયાનું આવરણ ભેદો એટલે આ હરિજનોને અક્ષરધામનું સુખ તથા અમારી પૂજાનું ફળ તે નજરે જોવામાં આવે.’ પછી આવરણ ભેદ્યાં તેથી કેટલાક હરિજનોને દિવ્ય ચક્ષુ આવ્યા તે અહીં જેવી રીતે પૂજાઓ થઈ તેવી જ રીતે અક્ષરધામમાં દર્શન થયાં. એમ મહામુક્તની સામર્થી અપાર છે. મહારાજને અને એવા મહાઅનાદિને સદાય એકતા છે તોપણ ક્યારેક મનુષ્યભાવ જણાવે તેણે કરીને મૂંઝાવું નહિ. અને એવી સમજણ દૃઢ કરવી જે એવા મોટા અનાદિ તો કર્તા થકા અકર્તા છે, એમને તો શ્રીજી મહારાજની મૂર્તિનું જ સુખ છે; બીજું કાંઈ નથી. એવું ન જાણ્યું હોય તો મૂંઝાઈ જવાય.”

તે ઉપર વાત કરી જે, “સુરતમાં જીવરામને મહારાજના અંતર્ધાન થયાની પોતાને ઘેર બેઠાં ખબર પડી. પછી તે જીવરામ ઘણા આકુળ-વ્યાકુળ ને ઉદાસ થઈ ગયા ને ઘણું રુદન કર્યું તેથી મૂર્છા આવી ગઈ. પછી તો તે ગઢપુર ગયા ત્યાં ઘણું ગાંડપણ તથા ઉદાસીપણું થઈ ગયેલ જોઈને અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, ‘કેમ ગાંડિયો થઈ ગયો?’ તે શબ્દ તેને શ્રીજી મહારાજના જેવો જ લાગ્યો; તે સાંભળી બહુ જ રાજી થયા ને ચિત્ત ઠેકાણે આવી ગયું ને એમ જાણ્યું જે, ‘શ્રીજી મહારાજ સ્વધામ ગયા નથી, સદાય છે, છે ને છે જ.’ એ રીતે મહારાજ તથા અનાદિમુક્તને એકતા છે.

“મોટા અનાદિ શબ્દ બોલે તે ભગવાન જેવો શબ્દ મરજી પ્રમાણે બોલે. જેમ મોટા મંદિરમાં પડછંદા બોલે છે તે બોલનારાના જેવા જ જણાય છે. માટે એવા મોટા જેને મળે તેમનાં દર્શને કરીને, સ્પર્શે કરીને તથા તેમની જ્ઞાનવાર્તા સાંભળવે કરીને મનમાં રાજી રહેવું; પણ એમ ન ધારવું જે કેમ ચમત્કાર જણાવતા નથી. મોટા મુક્ત જે કરે છે તે સમજીને કરતા હશે. જીવ જેમ જેમ પાત્ર થતા જાય તેમ તેમ ચમત્કારની વાતો કરતા જાય. પાત્ર વિના જીરવી શકાય નહિ ને મૂળગું પોતાની ગાંઠનું ખોઈને ચાલ્યા જાય. માટે ધીરે ધીરે જોગ કરતાં ઘણા દિવસે મોટાની દયાએ કચાશ ટળે. આપણે તો એક પ્રસન્નતાનાં સાધન કરવાં, કાંઈ જોવા ઈચ્છવું નહિ કે કાંઈ માગવું નહિ.

“મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. ભગવાન પાસે સુખના ઢગલે ઢગલા છે તેથી માગીએ તો મૂર્ખ કહેવાઈએ. મૂર્તિના અપાર સુખનો પાર કોણ લહે! હાથ જોડીને વિનંતી કરીએ એટલે સુખિયા કરી દે. જો માગે તો સભા હસે કે મહારાજ નહિ જાણતા હોય? આ સિદ્ધાંત વાત છે. માટે પ્રસન્નતા માગવી અને પ્રસન્નતા થાય તેવી ક્રિયા કરવી.

“સંતનો મહિમા તો મહારાજ પોતે કહે છે જે, ‘તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ.’ ગઢડામાં મહારાજે સંતોને જમાડીને તેમનાં પત્તર ધોઈને એ જળ પોતે પીધું, એમ મહિમા દેખાડ્યો. ‘કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, ક્યાં અમે અને ક્યાં આપ જીવન જાણું છું.’ એવી વાત છે. મહારાજનો ખરેખરો મહિમા તો અનાદિમુક્ત જ જાણે. એવા મોટા મુક્તને જે ઓળખે અને વળગે તેને તો અમે માયામાંથી બચાવી લઈએ અને મૂર્તિના સુખમાં મૂકી દઈએ. અમારી નજર સદાય એવી જ છે.”

એમ કહીને લાલુભાઈ, હીરાભાઈ, મહાદેવભાઈ, હરિભાઈ, મોહનભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ આદિક હરિભક્તોને કહ્યું જે, “આજે તમે અમારા ધનજીભાઈને બહુ રાજી કર્યા. તમારાં હેત જોઈને મહારાજ પણ ઘણા રાજી થયા.”

ત્યારે લાલુભાઈ કહે કે, “બાપા! આપ કૃપા કરીને સુખ આપવા પધાર્યા છો તે સુખિયા કરો છો. મહારાજની મૂર્તિનાં નવાં નવાં સુખ ભોગવાવો છો. આપની દયાનો પાર નથી. આપને જોઈને હજારો મનુષ્યનાં મન ખેંચાય છે એ બધો પ્રતાપ શ્રીજી મહારાજનો છે.”

ત્યારે બાપાશ્રી કહે કે, “લાલુભાઈ! મહારાજ આજ અનંત જીવને મૂર્તિમાં રાખે છે, શરણાગતને ન્યાલ કરે છે, પણ દેહાભિમાનીને આ વાત હાથ ન આવે. આવી દિવ્ય સભાનો જોગ કરે તો તુરત કામ થઈ જાય.”  II ૫૦ II

During night at the seat of Bāpāśrī on the upper storey of the temple, the event of fulfilment of our goal was being discussed. At that time Bāpāśrī said, “It can not be said that fulfilment is accomplished when we consider false as false. Just as the water itself takes us deep in it; similarly, fragrance of Lord Puruṣottam Nārāyaṇa draws us. Even if we have confidence in means but it should be kept keeping God and muktas with us. It is difficult to recognise Anādis. Just as a goldsmith recognises pure gold, similarly this is the assembly of Akṣardhām and it should not be spoiled. I showed Mūrti of Mahārāj in throne at Rāmpurā to Kalyāṇasaṅgjī of village Māthak and asked him, what would he call this Mūrti? He replied that it is Mūrti of Mahārāj Himself- what else can he say about it? We want only two things, the assembly of Mahārāj and Mūrti. See the deeds of previous saints. The great saints like Loknāthānaṅd Swāmī and Badrināthānaṅd Swāmī used to come here. On the way, there was a farm where I himself have fed them mangoes. I do not want any greatness. I want only Swāmīnārāyaṇa. The one who has the nature of fault finding will even find fault in Śrījī Mahārāj. We want to liberate even a wretched jīva. We have real thing- why should we lose it? If one has committed any guilt of great muktas, everything of his good deeds will be burnt. Therefore, one should be very careful. Mahārāj says that drive away three attributes viz. satvaguṇa, rajoguṇa, tamoguṇa. Until these attributes are there they will not allow happiness in satsaṅg. Rajoguṇa is the worst of all. Weak persons are not required in satsaṅg. They cannot be useful in worshipping God. The seed should be thoroughly natural. If it is natural, it will grow. When one complaints that he is not following this norm, not following this religion (duty), his goal of achieving salvation will not be successful. Therefore, one should become desireless and be one with God and His devotees. Anādis never see anybody’s shortcomings, because they think that the poor jīva will become unhappy. Mahārāj will be much happy if one liberates jīva, which may be mean. If you remember Śrījī Mahārāj, you will become Sadguru and if you leave Him, nobody will care for you. We have got the supporter of all, doer of all, controller of all, and divine of all divine Lord. Therefore, one who wants to become constant companion, he should wake up from affectionate sleep and keep the feeling of servant. When one becomes pure means worthy of God, God will stay with Him. Just as lioness’ milk can be kept only in gold vessel. Let the one, whose determination is unripe, care his own things. Mahārāj and His Anādis are here- they are visible here. Jets of luminescence emit. We have to stick to Mahārāj and His muktas. I have not seen any other abodes or any other world. What reply can I give when one says something to me? What else is to see when there is happiness of God and His Mūrti? I have such principle that I do not have any other topic than that of Mūrti and muktas. I very often talk about only Mūrti but the one who does not understand this will think that I am narrating the same thing and not talking anything other than it. Just as the bullock of an oil mill  moves round and round, for it there is the same house and the same oil mill, the path does not end. The one who speaks like thus that, why other means Mahārāj have done, does not know that there is no other such means than that of meditating Lord’s Mūrti. The bullock of oil miller may be going round and round and its path may not be coming to end but in the evening its vessel of oil is full. Whereas the other may go on walking as per his understanding and may have covered distance as per his understanding but leaving aside the question of filling the vessel of oil, he would even not find stickiness of oil. Therefore, everything is achieved by talking about Mūrti because Mūrti is chiṅtāmaṇi, kalpataru and very dear thing. It is recognised by great muktas. This is not possible for an ordinary human being. Therefore, we should keep only Mūrti, Mūrti and Mūrti. We should embrace Puruṣottam Nārāyaṇa’s Mūrti that is above kṣar and akṣar. One should absorb fragrance of experiential knowledge emitting from Mūrti. When Mūḷajī and Kṛṣṇajī of Mānkuvā were driven away they sat on the bank of the river Ghelo. Though pārśads threw stones at them, they would not go. Mahārāj while sitting in Akṣar Oraḍī or while getting up would say those two averse of Kutch do not allow me to sit. Thus, they cannot go away from the fragrance of Mūrti. Though Mahārāj called them averse, they would not forget him.

          Then Bāpāśrī said, “The eagle flew up to the path which was false and on the path which was true, Mahārāj said that He Himself flew- this means that path is true where there is only Mahārāj. Anādi muktas are the enjoyer of that Mūrti. It is our caste and they are only our relatives. We should keep in mind that we should never associate with any wicked person. Be the customer of that assembly. Remember them sincerely so that we can directly go to Akṣardhām. Mercy of muktas is limitless. Just as one has six sons and out of them, one is lazy but the saṅkalpa of beating him does not occur. Similarly, Mahārāj and great muktas, make good saṅkalpa for even the wretched jīva. The real jeweller can recognise such diamond. How can the other know about the happiness of Akṣardhām and domain of muktas? The covering of infinite jīvas is removed by the time they make a saṅkalpa; and sitting here, they can get you darśan of Mahāprabhujī along with innumerable muktas in Akṣardhām. On this topic, Bāpāśrī said that at present there is a raised platform under a tamarind tree on the south of Kānkarīyā Lake. There, under that tree Mahārāj sitting on a cot, holding a branch of tamarind asked to call four Sadgurus. They were called and made to sit on the four corners of a cot and they accepted pūjā of all devotees. At that time, Mahārāj told the sadgurus to go ahead and to remove the covering of māyā so that these devotees can see by themselves the happiness of Akṣardhām, the fruit of our pūjā. When coverings were removed, some devotees got divine sight and they got darśan in Akṣardhām of the pūjā as it was done here. Thus, the power of the great muktas is unlimited. Mahārāj and such great Anādis always have unity but sometimes they act like an ordinary human being, even then we should not get confused and make our understanding firm that such great Anādi are non-doer though they seem to be doers. They have the happiness of Mūrti, nothing else. If there is no such understanding, you may be confused. On this topic Bāpāśrī said that in Surat Jivram came to know sitting at his house about Mahārāj’s disappearance from this world. Jivram became very much perturbed and became sad. He cried so much that he fainted. Then he went to Gaḍhpur. There Anādi Muktarāj Sadguru Śrī Gopālānaṅd Swāmī seeing his madness and gloom asked, “Why have you become mad?” He felt that word as if coming from the mouth of Śrījī Mahārāj. So he became very much pleased and became normal, and understood that Śrījī Mahārāj has not left for His heavenly abode; He is always here, here and here. Thus, Mahārāj and Anādi muktas have unity. The word uttered by great Anādi is uttered as the word of God and uttered according to their wish. Just as you hear sound of echo in big temple it seems as if it has been uttered by someone. Therefore, when you meet such muktas, have their darśan, touch them and listen to their talk of knowledge, remain mentally pleased. But never think that why they are not showing any miracles. Whatever muktas do, they do it with a purpose. As and when the jīva becomes worthy, talk of miracles is given by and by. Without becoming worthy, one cannot digest it; on the contrary whatever he has will be lost. Therefore, getting attached with them by and by, the shortcoming will be done away with after many days by the mercy of muktas. We should do only the means of pleasing them. Do not wish to see anything or do not ask for anything. Even asking for the happiness of Mūrti is also sakām (bearing fruit). God has heaps and heaps of happiness so if we ask for anything it will be foolishness. Who can find the depth of limitless happiness of Mūrti! If we make a request with folded hands, we will be made happy. If we ask for anything, the assembly will be mockery of us, because it thinks if it is not known by Mahārāj. This is a talk of principle. Therefore, ask for their gratification and should do such activity so that they are gratified. About the greatness of saint Mahārāj Himself says, “I put on my head the dust of their legs.”

          In Gaḍhaḍā Mahārāj fed saints and thereafter washed their dishes and drank the water of the dishes, thus showed their glory. ‘Kīḍī kuṅjarno meḷāp jīvan jāṇuṅ chhuṅ, kyāṅ ame ane kyāṅ āp jīvan jāṇuṅ chhuṅ’ (how can an ant meet an elephant and how can saints meet Mahārāj). Such is the talk. Only Anādi muktas know the real greatness of Mahārāj. The one who knows such great muktas and sticks to them, I save him from māyā and put him in the happiness of Mūrti. My view is always the same. Then Bāpāśrī told Lālubhāī, Hīrābhāī, Mahādevbhāī, Haribhāī, Mohanbhāī, Amīchaṅdbhāī, Somchaṅdbhāī, Gordhanbhāī, Goviṅdbhāī, etc. devotees that they have very much pleased Dhanjībhāī. Mahārāj is also very much pleased by seeing your love. Then Lālubhāī said, “Bāpā! You have by showing your favour, come to give happiness that you are giving. You are giving us various kinds of happiness of Mūrti, Your mercy is limitless. Thousands of people’s minds are attracted by seeing you, this all is due to Śrījī Mahārāj.” Then Bāpāśrī said, “Lālubhāī! Today Mahārāj keeps infinite jīvas in Mūrti and have accomplished the surrendered ones. But egoistic persons cannot understand this. If one gets attached to such divine assembly, you can achieve your goal soon.” || 50 ||