Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ભમરી મધ ભેળું કરે છે તેમાં થોરિયાનું લાવે, આંબાનું લાવે અને અભરી વસ્તુમાંથી પણ લાવે; એમ ભેગું કરીને પણ રસ મીઠો મેળવે છે. તેમ આપણે પણ સર્વમાંથી ગુણ લઈ લેવા. મૂર્તિરૂપ તથા મોટા અનાદિરૂપ નિશાનને ઝાલી રાખવું. આહીં ગૌલોકના મુક્ત, તથા અક્ષરના મુક્ત છે અને પૃથ્વીના મુક્ત પણ છે. માટે અનાદિના ભેળા જવાનો છેલ્લો ઠરાવ રાખવો.

“જેને મહારાજ સાથે એકતા થઈ હોય તેને તો જ્યાં મહારાજ હોય ત્યાં અનાદિમુક્ત હોય તેને જવા-આવવાનું નથી. અ.મુ. ગોપાળાનંદ સ્વામીને કોઈકે કહ્યું જે, ‘તમે ક્યાં છો?’ ત્યારે તે બોલ્યા જે, ‘મહારાજની સેવામાં.’ એવું છે. એવા મોટાની આગળ નિષ્કપટપણે ન વર્તે તો અંતરશત્રુ ઘા કરે જ. મોટાની પ્રસન્નતા વિના રાજ-અધિકારે કાંઈ નામ ન રહે. દાદા ખાચર અને પર્વતભાઈ જેવા મહારાજની સાથે રહ્યા તો તેમનાં નામ અખંડ છે. એવા શુદ્ધ પાત્ર થવું ને પોતાના દોષ ટાળવા.

“જે નિષ્કપટપણે ગદગદ કંઠ થઈને મોટા મુક્તને પ્રાર્થના કરે તેના દોષ માત્ર ટળી જાય, માટે દોષને તો સભામાં ફજેત કરીને પણ કાઢવા જેવા છે. તે જો ઝાઝા માણસમાં ફજેત થઈને જાય તો ફરીથી આવે નહિ. પોતાની ભૂલ ને દોષ ઓળખાય તે કાંઈ ઓછી વાત નથી, એ પ્રતાપ સ્વામિનારાયણનો છે. માટે ભૂલ જણાવે તો તે દંડવત કરવા યોગ્ય થાય. એ તો ભૂલો પડેલો ઘેર આવ્યો કહેવાય. માટે મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી લેવા.

“મોટા અનાદિને તો અવતારાદિક પણ વંદે છે. આ સંત બધા શ્રીજી મહારાજનાં સ્વરૂપ છે. જો મહારાજની મૂર્તિમાં રહે ને સમીપમાં રહે એટલે જુદાપણું ન મનાય તો દેહધારી આગળ આ વાતનું પ્રમાણ કેમ થાય? ‘એ તો દેહદર્શી દેખે પોતા જેવા સંસારી.’

“‘સૌના સન્મુખ શામળિયો’. એ મૂર્તિમાં વૃત્તિ રહે તેને તો અતિ હેત થાય. એવો દિવ્ય આકાર, દિવ્ય સ્વરૂપ, દિવ્ય મૂર્તિ, જેટલાં ભગવાનનાં અવયવ તેટલાં અનાદિમુક્તનાં અવયવ. તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે તેમાં મુક્ત સર્વે રહ્યા છે. મહારાજનું સુખ જ્યાંથી લેવું હોય ત્યાંથી મળે છે. રોમ રોમનાં નવાં નવાં જુદાં જુદાં સુખ ભોગવે છે. એ વસ્તુ એવી છે કે તે શાસ્ત્રથી કે કહ્યાથી ખબર પડે તેમ નથી. તે તો સુખમાં પહોંચશે એટલે જણાશે. મહારાજની મૂર્તિમાં અનેક જાતનાં સુખ રહેલાં છે. મુક્તને મહારાજનું સન્મુખપણું છે અને મહારાજને મુક્તનું સન્મુખપણું છે. મોટા અનાદિને તો રોમ રોમ પ્રત્યે રસબસ રહેવાપણું છે. એ સર્વે શ્રીજી મહારાજની મોટાઈ છે.

“નરનારાયણ, રાધાકૃષ્ણ એ સર્વે મહારાજના સંકલ્પ છે અને ધ્યાન તો મૂળ મૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજ તેનું જ થાય છે. માટે એ બધાંય સ્વરૂપનાં દર્શન કરતી વખતે શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને કરવાં. સર્વેમાં શ્રીજી મહારાજનો ભાવ લાવવો. મહારાજ આંહીં સર્વે દિવ્ય સુખનો સમાજ લાવ્યા છે, પણ જીવ જેમ જેમ પાત્ર થતા જાય તેમ તેમ આ અલૌકિક વાત સમજાય છે અને સુખિયા થતા જાય છે.”

પછી એમ બોલ્યા જે, “જેને જેટલી સ્થિતિ થઈ હોય, મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય, અનાદિમુક્તની ઓળખાણ થઈ હોય એટલા સુધીની જ બીજાને વાત કરવી, તો તેટલી સ્થિતિ બીજાને પમાય; પણ સ્થિતિ વિના  વાત કરે તેનાથી બીજા જીવને સમાસ થાય જ નહિ. મોટાની પ્રાપ્તિનું પણ એમ જ સમજવું. અને કેટલાક તો પોતે પોતાની સ્થિતિ ઉપરથી વાત કરે તે પોતાનેય સમજાય નહિ અને બીજાને લોચા વળાવે તેથી સમાસ થાય નહિ. માટે પોતાની સ્થિતિ સુધીની બીજાને વાત કરવી.

“લાખ મણ લોઢાનો ગોળો ઘસાઈ જાય એટલું ધામ છેટે છે તે સાધનદશાવાળાની વાત છે. ‘આંહી’ અને ‘ત્યાં’ તે આ લોકનો શબ્દ છે. ‘ત્યાં’ એટલે દિવ્ય ભાવ અને ‘આંહી’ તે આ લોકનો ભાવ. બહારવૃત્તિવાળાને ‘આંહી’ ને ‘ત્યાં’ છે. અક્ષરધામમાં તો સર્વે મુક્ત સૌની સાથે સન્મુખ દેખાય છે. અનાદિમુક્ત તો રસબસ રહ્યા થકા મૂર્તિમાં કિલ્લોલ કરે છે. મહારાજ સહુને સર્વત્ર દેખાય, મંદમંદ હસતા હોય અને મંદમંદ બોલતા હોય. બધાય મુક્ત મૂર્તિનું સુખ લે છે.”

ત્યાર પછી પુરાણી ધર્મકિશોરદાસજીને વાતો કરવાની આજ્ઞા કરીને બાપાશ્રી નાહવા પધાર્યા.  II ૬૦ II

Bāpāśrī, showing his favour said, “A wasp collects honey from cactus, mango tree and even from useless things.  Thus, it collects but it gets sweet juice. Similarly, we should take virtues from all. We should have the target for Mūrti and great Anādi. Here there are muktas from Golok, Akṣar and from the earth. Therefore, one should have last resolution to go with Anādi. The one who has oneness with Mahārāj will have place where there is Mahārāj and Anādi muktas- he is free from the cycle of birth and death. Somebody asked Anādi Mukta Gopālānaṅd Swāmī where he was. He said that he was in the service of Mahārāj- it is like this. If one does not behave with muktas frankly, the inner enemy will attack. Without the pleasure of muktas, there cannot be fame by the authority given by the state. The fame of those like Dādā Khāchar and Parvatbhāī who stayed with Mahārāj became immortal. One should become such pure and worthy and should avoid one’s own faults. He who frankly and with piteous voice prays great muktas will be free from all faults. Therefore, faults should be driven out even with mockery in the assembly. If mockery is done in presence of many, his faults will not come again. If one knows his own mistakes and faults, it is a big thing. This is all the glory of Lord Swāmīnārāyaṇa. If one confesses his mistake, he will be worthy to be prostrated. It is said that the lost one has come back home. Therefore, try to please Mahārāj and great muktas. Great Anādis are revered even by incarnations, etc. All these saints are form of Śrījī Mahārāj. They dwell in Mūrti or stay in front of Him but it should not be believed that they are separate. How can one having bodily sense believe this? ‘Ae to dehdarshi dekhe pota jeva sansari’ ‘sauna sanmukh shamliyo’ (one having bodily feeling thinks everyone as householder- God is in front of all). The one whose tendency is in Mūrti will have immense love. The organs of anādi mukta are as many as God has- the same divine shape, divine form, divine Mūrti. Luminescent Mūrti flashes and all muktas dwell in it. You can get happiness of Mahārāj from wherever you want. They enjoy various kinds of happiness in every pore. It cannot be known from scriptures or someone’s talks. It will be known when one reaches in its happiness. There are many kinds of happiness in Mūrti. Muktas and Mahārāj are in front of one another. Great Anādi remain engrossed in every pore. It is all the greatness of Śrījī Mahārāj. Narnārāyaṇa, Rādhā-Kṛṣṇa are all saṅkalpas of Mahārāj and the meditation is done on the original Mūrti only, which is Harikṛṣṇa Mahārāj. Therefore, while having darśan of all forms should be done by meditation on Mūrti. Perception should be of Śrījī Mahārāj in all. Mahārāj has brought here the whole divine world of happiness. As and when jīva becomes worthy this divine talk is understood and becomes happy.

          Then Bāpāśrī said, one should talk up to the level in which he has achieved his state, achievement of bliss of Mūrti, and knowledge of anādi mukta so that others can gain but without achieving the state other jīvas will gain nothing. The achievement of muktas should be understood thus. Some may talk about his own state and he himself will not understand and speak before others inconsistently so there will be no gain. Therefore, before talking to others we should know our own state. Akṣardhām is very very far- this is for seekers. The two words viz. here and there are the words of this world. There means divine feeling and here means perception of this world. Here and there are for extroverts. In Akṣardhām, all muktas appear along with all in front of Mahārāj. Anādi muktas remain gleefully in Mūrti becoming engrossed in it. Mahārāj appears to all everywhere with tender smile and speaking softly, all muktas enjoy bliss of Mūrti.” Then Bāpāśrī went for bath and asked Purāṇī Dharmakiśordāsjī to talk.|| 6o ||