Gujarati / English

ફાગણ વદ-૮ને રોજ સવારે નિત્યવિધિ કરીને સંત-હરિભક્તોને મળ્યા ને બોલ્યા જે, “આ મળવું બહુ મોંઘું છે. આ સભા અક્ષરધામની છે, મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે, મહારાજ મધ્યસ્થ બિરાજે છે, સૌને અમૃત નજરે જુએ છે. આપણે એ મૂર્તિના સુખનો આહાર કરવો. જીવ પંચવિષયના વલખાંમાં આવરદા ખોઈ નાખે છે. આપણને તો કારણ મૂર્તિ શ્રીજી મહારાજ મળ્યા છે તે કામ બહુ ભારે થઈ ગયું છે. એ લાભનો કેફ રાખવો. ‘સાચા શૂરા રે જેના વેરી ઘાવ વખાણે’ એવા શૂરવીર થવું. મહાપ્રભુએ દયા કરી એટલે સોંઘા થયા. મૂર્તિમાં રહેનાર મુક્ત ઓળખાણા એ બધો શ્રીજી મહારાજનો પ્રતાપ. હવે તો ‘અમૃતરસ મેલી રે વિખ હું નહિ ચાખું, રસિયા તમ વિના રે વાલું નહિ રાખું’ એમ રહેવું.”

એમ વાત કરતા હતા ત્યાં એક હરિભક્તે આવીને સભાનાં દર્શન કર્યાં ને બાપાશ્રીને ફૂલનો હાર પહેરાવી દંડવત કર્યા.

ત્યારે બાપાશ્રી કહે, “રાખો!”

એમ કહી તેના મસ્તકે હાથ મૂક્યા. પછી હારને હાથમાં લઈને સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું, “સ્વામી! આ ફૂલ ખોટાં છે,  માંહી સુગંધ નથી.”

ત્યારે સ્વામી કહે, “બાપા! આપે અંગીકાર કર્યાં એટલે સાચાં થયાં.”

ત્યારે બાપાશ્રી કહે, “હા, એ વાત તો સાચી. આ સભા સર્વે દિવ્ય છે. આ સભા સ્વામિનારાયણ ભગવાનની છે તેમાં જે આવે તે દિવ્ય. વસ્ત્ર, વાહન, સેવક, સર્વે અલૌકિક દિવ્ય. આજ તો બહુ ઉત્તમ જોગ બન્યો છે.”

એમ વાત કરતા હતા ત્યાં સાંવલદાસભાઈ આવ્યા ને દર્શન કરી જય સ્વામિનારાયણ કહ્યા.

ત્યારે બાપાશ્રીએ રમૂજ યુક્ત સિંધી ભાષામાં પૂછ્યું જે, “આંઈ કિતે હુઆ?” (તમે ક્યાં હતા?)

ત્યારે સાંવલદાસભાઈ કહે, “બાપા! શ્રીજી મહારાજજી મૂર્તિમેં.”

તે સાંભળી બાપાશ્રી પ્રસન્ન થયા. તે વખતે ચંદનનો વાટકો લઈ પુરાણી ધર્મકિશોરદાસજી આવ્યા ને શ્લોક બોલીને બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચ્યું. ત્યારે બાપાશ્રીએ તે વાટકો લઈ બન્ને સદગુરુ, પુરાણી, પાર્ષદ, આશાભાઈ, મોતીભાઈ આદિ સૌને ચર્ચવા માંડ્યું.

પછી સોમચંદભાઈને આગળ બોલાવતાં કહ્યું જે, “આવો ઓરા.”

પછી સદગુરુ સ્વામીને કહે, “જુઓ! આ અમારા ગરીબડા સેવક.”

એમ કહીને સૌના ભાલે બાપાશ્રીએ પોતે ચંદન ચર્ચ્યું. પછી હાથ લૂઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ ટાણે આ સભામાં જે આવે તેનાં અહોભાગ્ય. આ સભામાં બહુ મોટું કામ થાય છે. ક્યાં જીવ ને ક્યાં જીવન! આ તો બહુ જબરી વાત છે. આવો આ સભાનો દિવ્ય ભાવ સમજાય એટલે પૂરું થઈ રહ્યું. જુઓને! પૂજા કર્યા પછી સાત વખત મેળાપ થયો. ઊઠતાં, નાતાં, પૂજા કરીને મળતાં, હાર પહેરાવતાં, પ્રસાદી આપતાં, સૌ સંત-હરિભક્તોને ચંદન ચરચતાં, ચરણ સ્પર્શ કરતાં, આવો મહિમા જણાય તો કામ થઈ જાય. ચારે કોરે સંતનાં વૃંદ છે ને મહારાજ સર્વેને સન્મુખ છે. અનાદિની તો વાત જ શી કહેવી? તેને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. એવી આ સભા તેનાં દર્શન, સ્પર્શ, પ્રસાદી, મળવું, પૂજા કરવી, વાયરો લેવો; એ જેવું બીજું કાંઈ નથી. આ સભામાં મહારાજ અખંડ બિરાજે છે. તે ભગવાન જેવા કોઈ બીજા કોઈ અનંત બ્રહ્માંડમાં નથી. આ તો ન્યાલકરણ પધાર્યા છે.”

પછી બાપાશ્રી પ્રસન્ન થકા વાત કરવા લાગ્યા જે, “અમારી પાસે કેટલાક પોતાના દોષની માફી માગી જાય છે. તે અમે તો તેના દોષ માફ કરીએ છીએ, પણ મહારાજનો સિદ્ધાંત એ છે જે મોટાની આગળ માફી માગીને દોષ ટળાવવા જાય અને પછી પાછા કપટ રાખીને એને એ માર્ગે ચાલે તો કૃતઘ્ની કહેવાય; માટે એમ ન કરવું અને સાચા ભાવે મહિમા સમજીને માગવું.”

તે ઉપર વાત કરી જે, “સ્વામી નિર્ગુણદાસજી તથા લક્ષ્મીરામભાઈ આદિ અમો ભુજમાં હતા. ત્યાં એક હરિભક્તે આવીને પ્રાર્થના કરીને પ્રાયશ્ચિત્ત માગ્યું, તે દેહે થાય તેવું નહિ ને દ્રવ્યની સત્તા પણ નહિ. પછી અમે કહ્યું જે, ‘આ લક્ષ્મીરામભાઈ વ્યાસ ગાદી જેવા કહેવાય. સ્વામી તમે પણ એવા જ છો અને હું તો આપનો દાસ છું તે થોડું-ઘણું જાણું છું. માટે કૃપા કરોને! એનાં પંચ મહાપાપ હોય તે બળી જાય. શાસ્ત્ર તો પૂર્વે ઋષિ લખી ગયા છે, પણ તમે તો હજૂરી મુક્ત છો તે દયા કરો.’ પછી તેના ઉપર કૃપા કરીને કહ્યું જે, ‘આજથી તમારા ગુના માફ છે.’ એમ અમે મહારાજ પાસે માગીએ છીએ. મોટાની નજર તો એવી છે કે જીવને કોઈપણ પ્રકારે ઉગારવો.

“કોઈ તર્કબુદ્ધિ ન કરશો. તર્ક થાય તો તેને માથે ભાર છે. માટે સૌ નિઃસંશય રહેજો. માયા પાપરૂપ છે તે ફેરવી નાખે છે. ગોથાં ખવરાવી સંસારમાં નાખી દે એવી છે, માટે શ્રીજી મહારાજની આજ્ઞા યથાર્થ પાળવી. મહારાજ ને મોટાનો પ્રતાપ બહુ જબરો છે અને એ પણ જાણવું જોઈએ કે આ થડ સાચું છે. જો સત્સંગમાં દિવ્ય ભાવ હોય તો પાર આવી જાય. આ ટાણે જોગ સારો છે, સર્વેનું પાર કરી દીધું છે. જો મહિમા હોય તો સર્વેના નવા અવતાર થઈ ગયા છે એમ જણાય. મહારાજે અક્ષરધામની સભા કહી એવી આ સભા છે. અહીં નાના-મોટા જણાય છે, પણ પરભાવમાં બધાય સરખા છે એમ મહારાજે સમ ખાઈને કહ્યું છે.”

પછી એમ બોલ્યા જે, “અમારો નાનો દીકરો દર્શને આવ્યો હતો તેની પાસે અમે સર્વે સંતને દંડવત કરાવ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ તેને કહ્યું જે, ‘તું બાપાને દંડવત કર’, પણ તેણે દંડવત કર્યા નહિ. ત્યારે અમે કહ્યું કે, ‘એ તો ઘરકી બાત હે.’ ભેળા રહે ને મહિમા ન હોય તો ઘરકી બાત જેવું થઈ જાય. મુદ્દો હાથ ન આવે. સત્સંગી, હરિભક્ત, સંત સર્વે દિવ્ય છે. એટલું તો ખરું કે મોટાને જોગે કામ બહુ થઈ જાય છે. ઝાડની છાંયા તળે બેઠા હોઈએ તેમાં બધાને કેવી શાન્તિ થઈ જાય છે! ત્યારે મોટા પુરુષની છાંયામાં કાંઈ હશે કે નહિ?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “તડકે જઈએ તો તાપ લાગે છે તેનું કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ તથા મોટા મુક્તને સંભારી દિવ્ય ભાવે ભેળા રાખવા; નહિ તો વાતોનાં પકવાન્ન જેવું થાય ને ભૂખ ન ભાગે. ચાલોચાલ સત્સંગથી સુખ ન આવે. અને કોઈના દોષ, અવગુણ આવે તો વેપારમાં કમાવાને ઠેકાણે ખોટ આવી જાય. ડુંગરાને પોતાની મેળે ઉથામી નાખે તો કાંઈ ન મળે, પણ કોઈના કહેવાથી થોડી મજૂરી કરે તો ચાર પૈસા મળે. તેમ મહારાજ અને મોટાની આજ્ઞાથી કરે તો બહુ કામ થાય. મહારાજ અને મોટા કૃપાસાધ્ય છે. આ તો શ્રીજી મહારાજનો ચમત્કાર છે. સંતદાસજીનો દિવ્ય દેહ થયો ત્યારે શ્રીજી મહારાજ અને અનંત મુક્ત સાથે ને સાથે, એ બધોય પ્રતાપ કારણ મૂર્તિનો.

“મહારાજના અનાદિને હાથ જોડવા એ કાંઈ ઓછી વાત નથી. આ વાત આપણને મોટી મળી છે, આવા મોટાનો વિશ્વાસ રાખવો. આપણું પૂરું કરવું તે મહારાજ અને મોટા મુક્તના હાથમાં છે, મોટાની સ્થિતિ બહુ જબરી છે. આ લોકના ભાવ દેખાડે છે, તે પણ અનંતના સમાસને અર્થે છે. એમની સ્થિતિને સંભારે તો કામ-ક્રોધાદિક નડી શકે નહિ; કદાપિ નડતા હોય તોપણ મોટા મુક્ત તેની સહાય કરે. સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો વિયોગ થાય તો રુધિર નીકળતું તોપણ મોટાએ કબૂલ કર્યું નહિ.”

પછી સોમચંદભાઈએ પૂછ્યું જે, “બાપા! જીવને વ્યતિરેક મૂર્તિનો સંબંધ ક્યારે થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ તો જીવથી લઈને અક્ષરપર્યંત સર્વેને વિષે અંતર્યામીપણે એટલે કે અન્વય સ્વરૂપે રહ્યા છે.   તે સારંગપુરના ૫મા વચનામૃતમાં કહ્યું છે. પણ જ્યારે શ્રીજી મહારાજ આ લોકને વિષે મનુષ્ય રૂપે દેખાય ત્યારે જે જીવ મોટા પુરુષનો સમાગમ કરીને શ્રીજી મહારાજને જેવા છે તેવા સર્વોપરી જાણે ત્યારે તેનું મૂળ અજ્ઞાન નાશ પામે ને શ્રીજી મહારાજની વ્યતિરેક મૂર્તિનો સંબંધ થાય ત્યારે તે મુક્ત થાય. માટે વ્યતિરેક મૂર્તિનો સંબંધ તો મુક્તને જ થાય છે.”  II ૬૩ II

In the morning of Fāgaṇa Vad 8th, Bāpāśrī met saints and devotees after finishing his daily routine. He said, “This type of meeting together is very rare. This assembly is that of Akṣardhām. It is the assembly of Anādi muktas dwelling in Mūrti; Mahārāj is in the centre and looks at all with His graceful eyes. We should enjoy the bliss of that Mūrti. Jīva loses his life by indulging in objects of five senses. We have achieved causal Mūrti Śrījī Mahārāj and so we have been fulfilled. We should keep intoxication of that benifit. ‘Sāchā śūrā re jenā verī ghāv vakhāṇe’ (the brave is one whose attack is praised by his enemy)- we should become brave like it. Mahāprabhu showed His pity so He is easily available. Muktas dwelling in Mūrti have been recognised, this is all because of Śrījī Mahārāj. ‘Amṛtras melī re vikh huṅ nahi chākhuṅ, rasiyā tam vinā re vālu nahi rākhuṅ’ (I will not taste poison putting aside nectar. Nobody will be dear to me excepting you). We should remain like thus from now onwards.” While Bāpāśrī was talking thus, a devotee came, had darśan of assembly, garlanded Bāpāśrī and prostrated before him. Bāpāśrī said, “All right! Saying so put his hand on the devotee’s head. Then taking the garland in the hand said to Vṛṅdāvandāsjī Swāmī that those flowers were unreal. They do not have smell. Swāmī said, “Bāpā! Since you accepted it, they became real.” Bāpāśrī said, “It is true. This assembly is divine. This assembly belongs to Lord Swāmīnārāyaṇa and the one who comes in it becomes divine, even clothes, vehicles, servants, all divine. Today there is very good opportunity”. While he was talking thus, Sāṅwaldāsbhāī came, had darśan and said Jay Swāmīnārāyaṇa. Bāpāśrī jokingly said in Siṅdhī language, “Where were you?” Sāṅwaldāsbhāī said that he was in Mūrti. Hearing that, Bāpāśrī was pleased. At that time, Purāṇī Dharmakiśordāsjī came with sandalwood paste and after reciting śloka, applied sandalwood paste on the forehead of Bāpāśrī. Bāpāśrī took the bowl of sandalwood paste from him and applied to both Sadgurus, Purāṇī, Pārṣad, Āśābhāī, Motibhāī, etc. Then Bāpāśrī called Somchaṅdbhāī and asked him to come near. Then Bāpāśrī said to Sadguru Swāmī, “Look he is my humble servant. Saying so, Bāpāśrī applied sandalwood paste on the forehead of all. Then he cleaned his hand and said to Swāmī Īśvarcharaṇadāsjī that whosoever came in this assembly at this time, is very lucky- a great thing is being done in this assembly. Where is jīva and where is great Mahārāj! It is very big talk. If divine feeling of this assembly is understood, everything is fulfilled. Look! After performing pūjā, seven times met all- while getting up, bathing, after performing pūjā meeting, garlanding, giving prasād, applying sandalwood paste to all saints and devotees, touching feet, if greatness is understood thus, the goal will be achieved. There is group of saints on all four sides and Mahārāj is in front of all, and what to talk about Anādi? For them there is nothing excepting Mūrti. One should have darśan, touch, prasādī, meet, perform pūjā, take the wind touched– such is this assembly. There is nothing like it. Mahārāj is constantly present in this assembly. There is no such God in any other infinite cosmoses. He who is Nyālkaraṇa (fulfilling everything) has graced the assembly.

          Then Bāpāśrī started talking showing his pleasure. He said, “Several come to me for pardoning their faults. I am already forgiving their guilt but the dictum of Mahārāj is that the one who goes to muktas for getting pardoned his faults and then if he again treads on the same path deceitfully, is known as ungrateful. So do not do like that and ask for pardon sincerely, understanding greatness. To clarify the point Bāpāśrī gave an example. He said, “I was in Bhuj along with Swāmī Nirguṇdāsjī and Lakṣmīrāmbhāī, etc. there a devotee came and prayingly he asked for repentance- it should be neither be done bodily nor by the power of wealth. Then I said that this Lakṣmīrāmbhāī who is known as good as Vyāsa’s dais. Swāmī you are also like Lakṣmīrāmbhāī and I am your servant. So I know something- please do a favour so that his five great sins get burnt. Scriptures have been written by sages formerly but mukta like you is present here. So show your mercy. Then showing mercy on him told him all your guilts are pardoned from today- thus I beg from Mahārāj. The principle of muktas is to save jīva by hook or crook. Do not apply logic. If one applies logic, he will commit guilt. Therefore, all of you be doubtless. Māyā is the form of sin and it changes decision. It will take you on the wrong path and will draw you in worldly affairs. Therefore, obey Śrījī Mahārāj’s commands properly. The power of Mahārāj and muktas is very much and should know that this trunk is real. If there is divine feeling in satsaṅg, goal will be achieved. This time the opportunity is good and all have been fulfilled. If there is knowledge of greatness, all will have new birth. This assembly is like Akṣardhām as said by Mahārāj. Here there is difference of big and small but in divine perspective (parbhāv) all are equal. Thus, Mahārāj has sworn.

          Then Bāpāśrī said, “My younger son came for darśan, I made him prostrate before all saints.” Then Swāmī Īśvarcharaṇadāsjī told to prostrate before Bāpāśrī but he did not do it. Then I said, “It is family matter. One who stays together and has no knowledge of greatness will behave like it. He cannot choose the path. Satsaṅgī, devotee and saints all are divine. It is true that much can be done in association with muktas. How much peace you get when we sit under the shade of a tree? Then is it not possible there would be something in the shade of a great man. Swāmī said, “It is hot if we go out in the hot sun- what about it?” Bāpāśrī said, “Keep together Mahārāj and great muktas remembering them with divine feeling. Otherwise, it will be like delicious dishes in talk only and hunger will not be satiated. One will not get happiness in ordinary satsaṅg. If one imbibes, any one’s fault and guilt it will be like making loss instead of making profit in business. If one digs a mountain himself, he will not get any wage, but he is asked by someone and does labour, he will earn some money. Similarly, if one does according to the commands of Mahārāj and muktas, much can be done. Mahārāj and muktas are graceful. This is the miracle of Śrījī Mahārāj. When Saṅtdāsjī got divine body, Śrījī Mahārāj and infinite muktas were with him- this entire glory is because of causal Mūrti. To stand with folded hands before Mahārāj and Anādi is not a small thing. This is a big thing and we should have trust in such muktas. To make us fulfilled is in the hands of Mahārāj and great muktas. The state of muktas is beyond description. They show the feeling of this world but it is for the close association of infinite. If one remembers their state, passion, anger, etc. will not be obstacle. In case they become obstacle, great muktas will give assistance. When Sachchidānaṅd Swāmī had the separation with Śrījī Mahārāj, he was bleeding even then muktas did not agree.

          Somchaṅdbhāī said, “Bāpā! When can jīva have relationship with transcendent (vytirek) Mūrti?” Bāpāśrī said, “Śrījī Mahārāj is there invisible in all frorm jīva to Akṣar –means He is there in all sousl (anvay form). This has been said in the 5th Vachanāmṛt of Sāraṅgpur. But when Śrījī Mahārāj appears in this world in the human form, one should know Him as He is and supreme by getting attached to muktas, then his basic ignorance will be destroyed and he will establish relationship with Śrījī Mahārāj’s transcendent (vyatirek) Mūrti and then he becomes mukta. Therefore, relationship of transcendent Mūrti is with muktas only. || 63 ||