Gujarati / English

બાપાશ્રીએ  વાત કરી જે, “મહારાજને પામવા સર્વદેશી પુરુષ જે મોટા મુક્ત તેની જરૂર પડે છે. મહારાજ કહે છે કે, ‘દેવ જેવો થાય ત્યારે દેવ પૂજા અંગીકાર કરે.’ પણ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા અનાદિમુક્તનો જોગ આવી જાય તો કામ કરી નાખે. ખંડિયા રાજા અને સ્વતંત્ર રાજા એ બેયના હુકમ સરખા હોય, પણ સામર્થીએ કરીને બળ જુદું રહે છે. તેમ મોટા મુક્ત દેવ પધરાવી દે તો સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિ એમના આશીર્વાદે દેખાય.  એવા મોટાની સેવા કરવી હોય તો એક કલાક પણ ન થાય, એ મહિમા ન કહેવાય.

“આ તો ખરો મુદ્દો હાથ આવ્યો છે તે જો મૂકી દઈએ તો રખડી પડીએ. ખરેખરો તારુ હોય તોપણ સમુદ્રમાં દોરડું રાખે છે, તેમ ઉપાસનારૂપી કાંઠો હાથમાં રાખવો. પટાવાળો પટો મૂકી દે તો માર ખાય, તેમ જીવ ધણીની સહાયતા મૂકી દે તો આગળ કેટલું ચાલે?

“રાજાના કુંવરને પોતાના વૈભવ વધારે છે તેનો સંકલ્પ પણ ન થાય અને એમ જાણે જે સર્વે મારા પિતાનું જ છે. પછી બીજાને શું બતાવવા જાય? તેમ આપણને મહારાજનું આપેલું સન્માન છે. માટે રાજી રહેવું, પણ પોતાપણું આવવા દેવું નહિ; કારણ કે પોતાપણું આવે તો દુખિયો થઈ જાય. અને એમ જાણવું જે, ‘જે જે સેવા-સન્માન થાય છે તે મહારાજને થાય છે.’ રાજા સાથે કારભારી જાય તો રાજા સાથે તેને પણ સત્કાર મળે છે, એ બધું રાજાને લઈને છે. તેમ આ સત્સંગમાં સર્વેની મોટપ મહારાજને લઈને છે. તે વિના તો કોઈ સંત બીજા રૂપમાં દર્શન દે તો અમારે ચપટી લોટ પણ આપવો તેમાં વિચાર કરવો પડે; માટે બધુંય તપાસવું. મોટા મોટા સદગુરુ હોય તેમણે પણ એમ જાણવું જે, ‘પૂજા સર્વે મહારાજને જ થાય છે, આપણે તો નિમિત્તમાત્ર છીએ.’

“જેમ લોટો હોય તો પાણી પીવાય છે તેમ આ જે બધા સંત છે તે પાત્રરૂપ છે. સાબરમતીમાં એક લોટો પાણી રેડે તો સમુદ્રમાં પહોંચી જાય અને સરપટું અગ્નિમાં નાખે તો અગ્નિરૂપ થઈ જાય. પછી તે અગ્નિનું કામ કરે, પણ મૂળ સ્વરૂપ વડવાનલ અગ્નિ તેનું કામ એ ન કરી શકે. મહારાજે કહ્યું છે જે, ‘પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે જ થાય છે.’ જેથી કારણ તો એક મહારાજ જ થયા.”  II ૬૪ II

Bāpāśrī said, “To achieve Mahārāj, the person who is all in all (sarvadeśī) means great muktas are required. Mahārāj says that when one becomes like God, then only God accepts his pūjā. But if one comes in contact with great Anādi muktas like Gopālānaṅd Swāmī, Brahmānaṅd Swāmī, etc. they will do all for him. The orders of a subordinate king and independent king are the same but effect of them is different according to the capacity. Similarly, if great muktas install God, one can see transcendent (vytirek) Mūrti itself by their blessing. To serve such great muktas we even do not spare an hour for it- it is not called the knowledge of greatness. We have got real thing and if we give it up, we will become loser. He may be good swimmer but he keeps rope in the sea. Similarly, the boarder in the form of upāsanā should be kept with us. If the belt-wearing employee gives up his belt, he will not be respected. Similarly, if jīva gives up aid of His Master how long he can carry on? The prince of a king having much luxury but he will not think about it because he knows everything belongs to his father. How can he show it to others? Similarly, honour given to us is of Mahārāj. Therefore, we should be pleased but should never be proud because if we become proud we will be unhappy and should know that whatever honour we get is the honour given to Mahārāj. When the administrator goes with the king, he is welcomed- this is all because of the king. Similarly, reputation of all in this satsaṅg is because of Mahārāj. Without it if any saint gives darśan in other form, we have to think twice before giving him even a small quantity of flour. Therefore, everything should be tested. They may be great Sadgurus but they should also know that pūjā is all performed for Mahārāj. It is not their pūjā. We are only His instrument. Water can be drunk, if there is a pot. Similarly, all these saints are the form of a pot. If a pot of water is poured in the Sābarmatī River, it will reach the sea and if the firewood is put in the fire it will become the form of fire and then it does the work of fire, it cannot do the work of fundamental vaḍvānal (fire taking place in sea). Mahārāj says that determination of Puruṣottam is done through the medium of Puruṣottam only. So cause is only Mahārāj.” || 64 ||