Gujarati / English

સભામાં કથા પ્રસંગે સંતો માંહોમાંહી વાત કરતા હતા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવની માનીનતા એવી છે કે કોઈકનો માલ ને કોઈકનો ખજાનો, પણ ધણી પોતે થઈ બેસે છે. બહિર્ભૂમિ ગયાની સત્તા પોતાનામાં હોય નહિ ને પોતે ભગવાન થઈ બેસે. માટે મહારાજને તો જુદા ને જુદા જ રાખવા; તેજમાં તેજ ભળી જાય એવું પણ ન સમજવું, મહારાજ તો સદાય દિવ્ય સાકાર, અખંડ, અવિનાશી છે. વચનામૃતને મથાળે મહારાજનું સ્વરૂપ વર્ણવ્યું છે તેના સામી નજર જોઈએ. માંહી બધાંય વચન ચમત્કારી છે. તેનો દિવ્ય ભાવ આવે તો ભારે કામ થઈ જાય. આ તો દરરોજ સમૈયા કહેવાય. પૂછનારા કેવા છે, સાંભળનારા કેવા છે તે બધાય પ્રગટ જાણવા. શ્રીજી શ્રીજી કહે અને જ્ઞાન ન સાંભળે તેથી શું સમાસ થાય!

“માટે આ વચનામૃત ભણે તો બધાં શાસ્ત્ર આવી જાય. એને લઈને બેસે તો કોઈ અટકાવ કરે નહિ. આ તો ઠેઠ હજૂરનો ખુલાસો છે. જેથી નીચલી કોર્ટવાળાનું કાંઈ ચાલે જ નહિ. માટે વચનામૃત બરાબર ભણવાં અને એમાંથી ભગવાનનો રસ આવે એટલે સુખિયો; નહિ તો લૂખો. રસ વિના જ્યાં ત્યાં ડાચિયું નાખે તો ધૂળ-કાંકરા આવે તોય રસને ખોળવાની જીવને આસક્તિ થતી નથી. કચ્છ દેશમાં ધ. ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. ત્યારે વચનામૃતની કથા કરાવી હતી. તે વખતે માંહી ભારે ભારે વાતો આવતી, પણ કેટલાક શાસ્ત્રના ભણેલા પરોક્ષ દૃષ્ટાંતે વાતો કરે તેને અમે કહેતા જે, ‘લૂગડાં પહેર્યાં, શણગાર પહેર્યા, પણ હાથેવાળો બાકી રહ્યો.’ તેમ જેણે આ વચનામૃત જેવાં દિવ્ય શાસ્ત્ર ન જાણ્યાં તેણે હાથેવાળો મેળવ્યો ન કહેવાય. એક શબ્દના લાખ અર્થ થાય અને કરોડ કરો તો તેટલા થાય; જેટલા કરવા હોય તેટલા થાય એવું આ દિવ્ય શાસ્ત્ર છે.”

પછી એમ બોલ્યા જે, “મૃત્યુ આવ્યું જાણીને પોતાનું પૂરું કરી લેવું. મૃત્યુ આડી એક ઘડી હોય ને પૂરું થાય તો કૃપાસાધ્ય જાણવું. એવું બધાયને હોય નહિ. એવો જોગ તો કોઈકને જ મળે. ચાર હથિયારવાળા પડખે ચાલ્યા આવતા હોય તો ચોરથી ચોરી થઈ શકે નહિ. તેમ આવા મોટા શ્રીજી મહારાજના અનાદિમુક્ત જેના ભેળા હોય તેની પાસે કાળ-કર્મ વગેરે કેમ આવી શકે? આવો જોગ હોય ને ન કરી લે તો પછી તેને કેવો જાણવો? સિંધ જેવા દેશમાં પણ આવો ધમકાર વર્તાવી દીધો છે એ બધો શ્રીજી મહારાજનો પ્રતાપ છે. મહારાજના મોટા મુક્તને અને સત્તશાસ્ત્રને જાણ્યાં હોય તેને આ વાત સમજાય. મહારાજે કહ્યું છે જે, ‘શાસ્ત્ર સત્તપુરુષના મુખથી સાંભળવાં, પણ પોતાની બુદ્ધિબળે સમજવા જાય તો ખરી વસ્તુ રહી જાય.’

“શ્રીજી મહારાજ પોતાનો દિવ્ય સાજ લઈ પધાર્યા છે તેથી અક્ષરધામની ને અહીંની એકતા છે. માટે ધામમાં સ્ત્રી-પુરુષનો ભાવ નથી. લક્ષ્મીજી બહાર સેવામાં રહે છે તથા ચિહ્ન રૂપે હૃદયમાં રહ્યાં છે તે બધા વર્તમાન કાળના ભાવ છે. ધામમાં ગોખ, જરૂખા, મેડીઓ, ફુવારા છે તે બધા ભાવ અહીં ઘટાડવાના છે. ભુજ, મૂળી કે ગુજરાતના સંત તેડવા આવ્યા, રથ પાલખીઓ આવી એ બધુંય અહીં ઘટાડવું. બધુંય દિવ્ય છે, પણ માયિક દૃષ્ટિથી ન જોવું. આ સર્વે સંતો તથા હરિભક્તો તેજોમય બ્રહ્મની મૂર્તિઓ છે એમ જાણે તેને માયિક ભાવ ન આવે. પોતે દુખિયો હોય તેને બીજા પણ દુખિયા દેખાય, માટે પોતાના ભાવ હોય તેવું દેખાય છે.

“આપણો અહિંસા ધર્મ છે. અહિંસા ધર્મ એટલે કોઈને મન, કર્મ વચને દુભાવવો નહિ. અધિકારવાળાએ કોઈને કહેવું પડે તેથી બીજા દુઃખાય અને ન કહે તો સરખું ચાલે નહિ. તે વખતે બરાબર સત્સંગની લટક શીખી રાખી હોય અને મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ હોય તો ઠીક રહે. મહારાજે કહ્યું છે કે, ‘ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણાય હોય’, પણ જે મૂર્તિ પાસે રાખે તેને વાંધો નહિ.

“વ્યવહાર તો બીજા પણ કરી લે. એ કાંઈ અટકે નહિ. મોટા મોટા સંતો, હરિભક્તો અધિકારવાળા હતા, પણ પાસે સત્સંગની લટક હતી તેથી શોભ્યા. મહારાજ તથા મોટા અનાદિનો મહિમા ખરેખરો સમજવો. એને ખરેખરું પોતાનું જીવન માનવું. તે વિના બળ આવે નહિ. માછલું છે તો અલ્પ ગજાવાળું, પણ તેને પાણી સાથે એટલું જીવનપણું છે કે એક ઘડી પણ વિયોગ થાય તો તરત જ તરફડીને મરી જાય. માટે મહિમા સમજવો તો એવો સમજવો કે વિયોગ થાય એટલે જીવનપણું મટી જાય. અને મહિમા સમજે તો ગમે તેવો અલ્પ જીવ હોય પણ માછલાંની પેઠે બળ આવે છે.”

પછી કથાની સમાપ્તિ થઈ તે વખતે સહુ હરિભક્તો આગળ આવ્યા.

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, “બાપા! સૌને તમારી વાતોની તાણ મટતી નથી.”

ત્યારે બાપાશ્રી કહે, “અમે મૂર્તિ વિના બીજું કાંઈ ભણ્યા નથી.”

એમ કહીને વાતો કરવા લાગ્યા જે, “મહારાજની મૂર્તિ વિના કાંઈ જોયા જેવું નથી; કેમ કે તે વિના સર્વ વિઘ્નકર્તા છે. તે કેવી રીતે? તો એક વખત ગઢપુરમાં મહારાજે સિદ્ધાનંદ સ્વામી ઉપર વાત કરી ને એમ બોલ્યા જે, ‘મોટા સાધુ થઈને હરિભક્તના અતંર જોતાં ફરે છે ને હરિજનને બિવરાવે છે તેમ શું કરવા કરતા હશે? તે જોવામાં શું ફાયદો પડતો હશે? તે તો નબળી વસ્તુનો ટોપલો લઈને કોઈ જતું હોય તેમાં જોવાનું મન થાય તેવું છે.’ ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ જાણ્યું જે, ‘મારા ઉપર વાત કરે છે. તે હું સર્વે જીવના અતંરની વાત કરું છું તેવું મહારાજે જાણી લીધું.’ પછી ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘હે મહારાજ! એમ કોણ જુવે છે?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘આ તો તમે છો તે નાહવા જતા હો ત્યાંથી બીજે જ્યાં ત્યાં સ્ત્રી આદિક તથા બીજા નબળા-સબળા પદાર્થ તેના સામું જોવાની શું જરૂર? જવું ત્યાંથી જ સરત રાખવી અને આપણને મળ્યા જે ભગવાન તેમને જોવા તે વિના બીજું જોવાનું શું પ્રયોજન હોય?’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ! એ ખરું.’ ત્યારે વળી મહારાજે કહ્યું કે, ‘આપણને જે વસ્તુનું કામ હતું તે વસ્તુ હાથ આવી તો તેના સામું જોઈ રહેવું, પણ બીજું શું કામ જોવું પડે છે?’ એમ કહીને મહારાજે સિદ્ધાનંદ સ્વામીને જે પ્રતાપ આપ્યો હતો તે પાછો સંકેલી લીધો. પછી મહારાજની મૂર્તિનું સુખ રહ્યું ને બીજું સામર્થ્ય જીવના અતંર જોવાનું હતું તે ગયું.

“જેમ બાળકનું ધન મા-બાપ સાચવે તેમ મહારાજ ને મોટા મુક્ત જીવને સાચવે છે. માટે મોટાનો વિશ્વાસ રાખી આનંદ માનવો અને પોતાને કૃતાર્થ માનવું. નહિતર આવા મોટાનો જોગ થાત નહિ. આમ જાણીને ભગવાન ભજ્યા કરવું.”

પછી એમ બોલ્યા જે, “સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ પોતાના શિષ્ય શ્રીકૃષ્ણદાસજીને કહ્યું જે, ‘તમારે કોઈ ઐશ્વર્યની અભિલાષા રહેતી હોય તો પ્રાપ્ત કરાવીએ.’ ત્યારે શ્રીકૃષ્ણદાસજી બોલ્યા જે, ‘ના સ્વામી! એમાંથી તો અવળું પડે તો મારું ઠેકાણું રહે નહિ’ એમ કહ્યું. ત્યારે સ્વામી તેના ઉપર ઘણા રાજી થયા. માટે મોટા રાજી થઈને ઐશ્વર્ય આપે તોપણ એમ માગવું જે, ‘અંત સમયે ભગવાનના ધામમાં લઈ જજો અને તમારી જોડે મહારાજની સેવામાં રખાવજો’ એવું માગવું.”  II ૬૫ II

In the assembly, saints were discussing with one another about incidence occurring in kathā. Bāpāśrī said, “Jīva knows that it is someone’s goods or someone’s treasure but it becomes the master of it. He may not be able and powerful even then he tries to become God. Therefore, Mahārāj must be kept aloof from all this. We should not understand that luminescence mixes in luminescence. Mahārāj is always divine, sākār (having incarnate form) having constant existence and immortal. In the beginning of each Vachanāmṛt the form of Mahārāj has been described and we should look at it. All words in it are miracles. If one gets divine feeling for it, much will be done. This is called every day samaiyā. The inquirer and the hearer are very great and they should be taken as present with us. One may recite Śrījī, Śrījī but do not listen to the talk of knowledge so what can be gained! Therefore, if one studies this Vachanāmṛt he will cover all scriptures. If he follows it, he will have no hurdle. This is the explanation of the Lord Himself so the lower court has no jurisdiction. Therefore, one should study Vachanāmṛt thoroughly and if he gets God’s bliss, he will be happy; otherwise he will not be. He is searching for bliss without taking interest so his effect are in vain even then jīva does not develop passion for achieving goal. In Kutch region Dharma Dhuraṅdhar Āchārya Śrī Puruṣottamprasādjī Mahārāj had gone.  During his stay, he arranged kathā of Vachanāmṛt. During the discourses, deep philosophy was given but some who have studied scriptures give examples of parokṣa (incarnations other than Lord Swāmīnārāyaṇa). To them I used to tell that clothes are worn, decorated with ornaments but the main ritual of hastameḷāp was left out (the bride and the bridegroom give the right hand to each other in the presence of holy fire). Similarly, the one who has not known divine scripture like this Vachanāmṛt means he has not done the ritual of hastameḷāp. The meaning of a single word may be hundred thousands or ten million- can be interpreted in as many meanings as you can, such is this divine scripture.

          Then Bāpāśrī said, “One should get fulfilled with the knowledge that the death is near. If there is a moment is left before the death and if it is fulfilled, one should know that it is because of grace of God. This cannot be for all. Such opportunity is available only to some one. If four armed guards are walking with us, the thief cannot steal. Similarly, if such great Anādi muktas of Śrījī Mahārāj are with us, how can kāḷa, karma, etc. affect him! If there is such opportunity and if he does not take the advantage of it, what kind of person should be known him? Even in region like Siṅdha, such kind of satsaṅg has been propagated. This is all because of Śrījī Mahārāj’s glory. One who has recognised great muktas of Mahārāj and known the six scriptures will understand this talk. Mahārāj has said that scripture should be heard from the mouth of Satpuruṣa but if one tries to understand with his intelligence, real thing will be left out. Śrījī Mahārāj has come with His divine muktas. Therefore, there is unity of this place with Akṣardhām so there is no feeling of woman or man in Akṣardhām. The feeling that Lakṣmījī remains in service outside and as a symbol, she is in heart, is all telling of the present time. The feeling that there is balcony, storeys, fountains in Akṣardhām should be taken as they are here. The feeling that the saint from Bhuj, Muḷī, or Gujarāt came to fetch along with chariots, palanquins should be taken as to be here. This is all divine but should not be seen through māyik sight. If one knows that all these saints and devotees are idols of luminescent Brahma, māyik feeling will not affect him. If one is unhappy, others will be seen to be unhappy. So it is seen according to one’s own feeling. Our dharma (duty) is non-violence. Non-violence dharma means nobody should be hurt by mind, deeds or words. The person having authority has to be strict so others will be hurt and if he is not strict, the administration will not work properly. In such situation if one has learnt the art of satsaṅg thoroughly and if he has knowledge of joining Mūrti everything will be all right. Mahārāj has said that there are many like Bhīmsen who threatens but one who keeps Mūrti will have no trouble. The function can be managed even by others- it will not stop. Great saints and devotees had authority but they had the art of satsaṅg so they were appreciated. The greatness of Mahārāj and great Anādi should be understood thoroughly. It should be believed as one’s own real life; without it, the strength would not be had. The fish is a very tiny creature but it is so much attached  with water that if even for a moment it is separated, it will struggle and die soon. Similarly, the greatness of Mahārāj should be understood to that extent that if even for a moment we are separated from Him our life will be shortened. If greatness is understood, one will get strength like the fish even if it is ordinary jīva.

          When kathā was over, all devotees came forward. Swāmī Vṛṅdāvandāsjī said, “Bāpā! Earnest desire of all for your talk is not satiated.” Bāpāśrī said, “I have studied nothing except Mūrti. There is not anything else worth to see except Mūrti because everything except it is hurdle. Once Mahārāj talked about Siddhānaṅd Swāmī at Gaḍhpur, though being a great saint he observed the secrecy of devotees with his supernatural power and used to intimidate devotees- why was he doing so? What did he gain by this? It is like peeping in a basket of ordinary thing carried by someone. Then Siddhānaṅd Swāmī knew that he was being referred. He realised that Mahārāj came to know about his search for secrecy of all jīvas. Chaitanyānaṅd Swāmī asked, “Mahārāj! Who searches like this?”  Mahārāj said, “For example if you are there and while going for taking bath, where is the necessity of looking at women, etc. and other weak or strong things? Before starting we should keep in mind that we should see God whom we met, what is the purpose of looking at anything else excepting God?” Swāmī said, “Mahārāj! That is true.” Then again, Mahārāj said, “The thing which we needed became handy, so we should look at it. But why do we need to look at other than that?” Saying so, Mahārāj withdrew supernatural power given to Siddhānaṅd Swāmī. There after he had the bliss of Mūrti and other power for seeing secrecy of jīvas had gone. Just as the parents take care of the wealth of their children, similarly Mahārāj and great muktas take care of jīva so keep faith in muktas and should believe that we are happy and should believe to be grateful. Otherwise, such opportunity of association with such muktas would not have been available. Knowing thus one should continue to worship God. Then Sadguru Śrī Nirguṇdāsjī Swāmī asked his disciple Śrī Kṛṣṇadāsjī that if he had any desire for having supernatural power, could be made available. Śrī Kṛṣṇadāsjī refused and said that it leads to wrong direction and he will not be able to control. Then Swāmī was very much pleased with him. Therefore, even if muktas give supernatural power we should ask for to be taken to God’s abode at the time of death and also should ask for keeping in the service of Mahārāj along with the muktas.” || 65 ||