Gujarati / English

બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, “આપણે તો મહારાજ, મુક્ત, સંત, હરિભક્તો સર્વે દિવ્ય છે એવો મહિમા રાખવો, પણ બીજું ન સમજવું. ‘ચૈતન્યરૂપી ભૂમિ રે હરિજન ચૈતન્ય હજારું.’ ભક્તજનોને રહેવાને ભૂમિ પણ ચૈતન્ય છે. આ અલભ્ય લાભ છે, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો. આવો મોટો જોગ થયો છે તેથી એમ જાણવું જે આ વેપારમાં આપણે કરોડો મનવારો ભરી લાવ્યા છીએ તે ખૂટે તેમ નથી. આ બધા હરિભક્તો જમે છે તે બધું અક્ષરધામનું દિવ્ય સુખ છે. કોણ પીરસે છે અને કોણ સુખ આપે છે એ જોવું. સર્વે દિવ્ય છે. મહિમા ઓછો હોય તો એમ જાણે જે રોટલા ખાઈને આવ્યા, પણ સમજ્યા વિના રોટલામાં તો ઓટલા વળી જાય.

“કેટલાક શાસ્ત્ર ભણીને દિગ્વિજય કરે, ભારે ભારે વાતો કરે, તોય પણ શું! આવી નવીન મહારાજ અને મોટા મુક્તની વાતો તેનો બીજા કોઈથી પાર પામી શકાય એવો નથી. બીજાના જોગથી તો બીજાના ગુણ ગરી આવે. આ બધું સુખ ચૈતન્યમાં લેવું. ખરેખરો પાત્ર થઈ જાય તો સળંગ સુખની ધારાઓ છૂટે છે. જ્યાં મહારાજ અને મોટા વિચર્યા ત્યાં ઝાડ, પહાડ, વસ્ત્ર, વાહન આદિ સર્વે ચૈતન્યમય જણાય છે. તેમ મોટા મુક્તને વિષે પણ એવું નિર્ગુણપણું થવું જોઈએ. જ્યાં લગી કલેવરના ભાવ હોય ત્યાં લગી સુખ નથી. માટે એ ભાવ ટાળવો. મહારાજના સુખમાં દૃષ્ટિ ન પહોંચી હોય તો ક્યાંય ને ક્યાંય ભમે, પણ મોટા અનાદિને વિષે વિશ્વાસ હોય તો કૃપા કરી પૂરું કરી આપે. તોપણ આજ્ઞા, નિયમ, ધર્મ પાળવાં અને સર્વેને દિવ્ય જાણવા.

“દિવ્ય સિંહાસનમાં તેજોમય મૂર્તિ છે, એ મૂર્તિના સુખમાં રસબસ રહેવું. મૂર્તિમાંથી તેજ ફરર ફરર નીકળ્યે જાય છે. મૂર્તિનું તેજ એ સિંહાસન છે; તેમાં શ્રીજી મહારાજ બિરાજે છે. તે મૂર્તિમાં મહા અનાદિ મુક્તરાજ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, તથા વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિક સર્વે છે, મંદ મંદ હસે છે ને સુખ લીધા જ કરે છે.”

પછી એમ વાત કરી જે, “મહારાજના મોટા મુક્ત ઉપરથી સૂતાં જણાય, જાગતાં જણાય, જમતાં, નહાતાં, ઊઠતાં, બેસતાં, વાતો કરતાં એમ સર્વે ક્રિયા કરતાં જણાય; પણ તે તો મૂર્તિનું સુખ રસબસભાવે લીધા જ કરે છે. તેને મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. જેમ આકાશને પૃથ્વીનો કોઈ ઠેકાણે સંબધ નથી તેમ એ તો મહારાજની મૂર્તિમાં નિરંતર રહ્યા છે તેને ક્યારેય પણ માયાનો સંબંધ નથી. જેમ વાયુ ઝાડને ભૂટકાય છે તે દેખાતો નથી તેમ મોટા મુક્તને વિષે જોવાનો, ખાવાનો, સાંભળવાનો ભાવ દેખાય, પણ એ તો સુખના સમુદ્રમાં ઝીલતા, ઝીલતા ને ઝીલતા જ રહે છે. કેટલુંક તો મહારાજનો મહિમા જણાવવા માટે ઉપશમ આદિ જણાવે છે એમ જાણવું; પણ એ તો ઉદરમાં નથી આવ્યા.”

એમ કહીને બોલ્યા જે, “આ કલેવર તો બધાયને સુખિયા કરવા માટે રહ્યું છે એમ કહેવાય, પણ મહારાજને અને મોટાને કલેવર જ નથી; એ તો સદાય દિવ્ય મૂર્તિ જ છે. એવા મોટાને જોગે શ્રીજી મહારાજની મૂર્તિમાં ત્રણે અવસ્થામાં જોડાઈ જાય તે નિષ્કામભાવ અને સાધને કરી ઈન્દ્રિયો સંકોચાઈ જાય તથા સમાધિ થાય તે સકામભાવ ગણાય. આ તો બહુ જબરી વાત છે, અતિ મોટી પ્રાપ્તિ છે. જેને મળવે કલ્યાણ, સ્પર્શે કલ્યાણ, ઉપરથી વાયરો આવે તોય કલ્યાણ એ કાંઈ થોડી વાત કહેવાય? વરસાદ વરસે અગર ઝાકળ પડે તો ડહેલામાં વસ્તુ હોય તોપણ હવાઈ જાય. આ તો ‘અમૃતના સિંધુ ઊલટ્યા, રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી’ એમાં શું બાકી રહે? બાકી તો નહિ, પણ આપણા ઠરાવ બાકી છે. જુઓને! આ લોકમાં માયિક વસ્તુ ઘી, ખાંડ, ગોળ, આદિક ખાધાથી બળ આવે છે તો આ તો ચૈતન્યનું બળ તે શું ઓછું સમજવું?”

એમ કહીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમને તો અનેકને મૂર્તિના સુખભોક્તા કરો એવા કરીશું ને ભેળા રાખીશું.”

એમ કહીને અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું જે, “ગરીબને ઝાઝું સુખ દઈશું. આ તો દિવ્ય સેવા, દિવ્ય મુક્ત, દિવ્ય મહારાજ; સર્વે સાથે મળ્યું છે, પણ કાષ્ટના લાડવામાં મોતૈયાનું મૂલ આવે નહિ. તેમ આવી પ્રાપ્તિ વિના મૂળઅક્ષરનો અધિકાર આવે તોપણ આ જેવું નથી. આ તો અનાદિમુક્તની પંક્તિમાં ભેળવ્યા, પણ સમજણ વિના કોઈ મૂંઝાઈને કહે જે મને કાંઈ ન મળ્યું તો તેનું તે જાણે. આપણે તો આ જ્ઞાનગંગામાં નાહ્યા તથા આ બ્રહ્મયજ્ઞ કર્યો તેથી સર્વેનાં આગળ-પાછળનાં ગમે તેવાં પાપ હોય તે બળી ગયાં એમ જાણવું ને હવેથી નવાં કર્મ કરવાં નહિ. ખબડદાર થઈને મહારાજની આજ્ઞા પાળજો. અંતઃકરણરૂપી માયા કાંઈ વિઘ્ન કરવા આવે તો મહારાજ તથા મોટાને હથિયારબંધ જોડે રાખવા; સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ પ્રાર્થના કરવી.

“મોટા અનાદિમુક્ત છે તે તો બારિસ્ટર જેવા છે. જેમ અહીંના બારિસ્ટર છે તે એક શબ્દ સૂઝે તેવો આંટીવાળો હોય તેને તોડીને આ લોકમાં જેમ સુખ થાય તેમ કરી આપે છે; તેમ જે અક્ષરધામના બારિસ્ટર છે તે એક શબ્દે માયારૂપી આંટી તોડીને અક્ષર પર અનાદિની સ્થિતિ કરાવી આપે છે. અહીંના બારિસ્ટર જેમ એક શબ્દના રૂપિયા પાંચસો અથવા હજાર લે, તેમ આવા મહામુક્ત જે મૂર્તિનું સુખ પમાડે છે તેને શું આપીએ? માટે મોટાને તો સેવાએ જ પ્રસન્ન કરવા. ને એવા મોટા સાથે મન, કર્મ, વચને જીવ બાંધી દેવો; તો અક્ષરધામનું તથા પુરુષોત્તમનું સુખ જીવને પ્રાપ્ત થાય.”  II ૬૭ II

In the afternoon Bāpāśrī sitting on his seat on the first floor of the temple talked. He said, “For us Mahārāj, muktas, saints, devotees all are divine. We should keep the understanding of such greatness but should not understand anything else. ‘Chaitanyarūpī bhūmi re harijan chaitanya hajāruṅ’ (this place is the form of chaitanya and thousands of devotees are also there). The dwelling place i.e. the land of the devotees is also live (chaitanya). This is rare benefit. Therefore, ordinary satsaṅg should not be done. We have got such big opportunity so we should know that in this causal satsaṅg we filled the warship with millions of things which will not exhaust. All these devotees who dine is divine happiness of Akṣardhām. Who serves and who gives happiness should be looked at. Everything is divine. If there is less understanding of greatness, one will think that he has eaten only chapāṭī (bread) but without understanding, chapāṭī will also be harmful. After studying scriptures some achieve absolute victory and talk with depth, so what! No one can understand the secret meaning of the talk of Mahārāj and muktas. In association with others, one will imbibe their attributes. All this happiness should be taken in soul. If he becomes truly worthy, the flow of constant happiness emits. Wherever Mahārāj and muktas treaded, trees, mountain, cloths, vehicles, etc. seem to be chaitanya (live). Similarly, for great muktas we should also become without attributes. So long, there is bodily feeling, there is no happiness; so avoid such feeling. Unless our sight reaches in the happiness of Mahārāj, it will wander here and there. If there is faith in great Anādis, they will make us fulfil by their grace. Even then obey the commands, rules, dharma, and consider all jīvas divine. In the divine throne, there is luminous Mūrti and we should remain engrossed in the happiness of Mūrti. The luminescence emits constantly from Mūrti. The luminescence of Mūrti is the throne and Śrījī Mahārāj sits on it. In that Mūrti, there are great Anādi Muktarāj Sadguru Brahmānaṅd Swāmī, Muktānaṅd Swāmī, Gopālānaṅd Swāmī, Guṇātitānaṅd Swāmī, Nityānaṅd Swāmī, and Vyāpakānaṅd Swāmī, Swarūpānaṅd Swāmī, Premānaṅd Swāmī, Devānaṅd Swāmī, etc. They give gentle smile and take happiness constantly in Mūrti.”

          Then Bāpāśrī said, “Great muktas of Mahārāj seem to be sleeping, awakening, dining, bathing, getting up, sitting, talking, etc. outwardly doing all activities but they are taking happiness of Mūrti remaining engrossed in it. For them there is nothing excepting Mūrti. Just as there is no relationship between the earth and sky at any place. Similarly, they dwell in Mūrti constantly but they have no relationship with māyā. Just as the wind touches the tree but it is not seen. Similarly, we may feel that seeing, dining, hearing, etc. is done by great muktas but they constantly take happiness, which is as great as the water of sea. Some show tranquillity, etc. to show greatness of Mahārāj but his birth is not from the womb of mother. This body is there to give happiness to all- it can be said so but Mahārāj and muktas have no physical body. They are always divine Mūrti. If one gets attached to such muktas and joins Mūrti in all three states that is desirelessness and senses contract by doing means and he may go in trance- it is called having some desire. This is very big thing. It is very great achievement. By getting such achievement there is salvation, salvation by touch, even the wind coming from above them there is salvation- is it a small thing? If it rains or there is dew, the things lying in open compound will become damp. ‘Amṛtnā siṅdhu ūlaṭyā, raṅgḍānī vāḷī chhe rel, Puruṣottam pragaṭī’ (Puruṣottam has incarnated in the form of sea of nectar and He gives us continuous flow of bliss). What can be left out? Nothing; but our determination is yet to be done. Just see in this world, we become strong by eating māyik)things like ghee, sugar, jaggery, etc.- whereas this is the strength of chaitanya (soul), should it be underestimated? Then Bāpāśrī told Īśvarcharaṇadāsjī, “I will make you such that you will be able to make many enjoyers of happiness of Mūrti and will keep you with me.” Saying so, he showed much pleasure and said that the poor will be given more happiness. We have got this divine sevā, divine mukta, divine Mahārāj, everything together but one cannot assess its value as we assess the value of motaiyā (sweet ball) in the lāḍus of wood. Similarly even if we become worthy of Mul-Akṣar without such achievement, it cannot be compared with it. We have been kept in the cadre of Anādi muktas but if someone says in confusion that he has got nothing without understanding, it is his lookout. We have bathed in this river of knowledge and performed this brahmayajña. So the past or the present sins are burnt- we should understand thus and now onward should not do new karmas (activity). Be alert and obey commands of Mahārāj. If māyā in the form of conscience puts hurdle, keep Mahārāj and muktas as protector. We should pray Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa. Great Anādi muktas are like barrister. Just as a barrister can twist the meaning of any word and make one happy in this world. Similarly, the barrister of Akṣardhām can break the barriers of māyā by single word and gets you status of Anādi who are above Akṣar. The barrister of this world charges five hundred to one thousand rupees for a word then what can we give to those Mahāmuktas who get us happiness of Mūrti? Therefore, they should be pleased by sevā and should bind jīva with such muktas by mind, karma and words, then only jīva will get the happiness of Akṣardhām and Puruṣottam.” ||67||