Gujarati / English

બપોરે મંદિરની ઓસરી પર બાપાશ્રી પાટ ઉપર બેઠા હતા, ત્યાં સંત-હરિભક્તો આવીને બેઠા.

તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, “મોટા મુક્ત પાંચસો ગાઉ છેટે રહેતા હોય કે હજાર ગાઉ છેટે રહેતા હોય અને બહુ હેતવાળા હરિભક્ત મૂંઝાય ત્યારે તેને દર્શન દઈને વચન કહે કે, ‘તમે મૂંઝાશો મા, આપણે ભેળા છીએ’; તો તેને આવરણ ટળી જાય. એમ મોટાનાં વચન સદા સત્ય છે. અને જ્યારે કામ-ક્રોધાદિક સંકલ્પ થાય તથા બીજા મલિન ઘાટ થાય તેને પોતાના સ્વરૂપના વિચારે કરીને, મહારાજ તથા મોટાના મહિમાના બળે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવાં નામને ઉચ્ચારે કરીને તથા મોટા સદગુરુનાં નામ લઈને ટાળી નાખવા. પછી એ દોષ, સંકલ્પ, ઘાટ તેને વારંવાર સંભારવા નહિ. એક મૂર્તિ જ સંભારવી.

“આપણે અક્ષરધામ સુધી વર્ણન કરીને રહેવા દઈએ, પણ જો તેમાં શ્રીજી મહારાજનો શબ્દ આવે નહિ તો તે વર્ણન શું કામનું! માટે જે જે વર્ણનમાં અને બીજા પણ તેવા તેવા પ્રસંગમાં સર્વ વાતે, સર્વ શબ્દે સર્વ સંબંધ શ્રીજી મહારાજની મૂર્તિને લગાડવો એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે.”

પછી માથકવાળા અમીચંદભાઈએ પૂછ્યું જે, “બાપા! પરોક્ષ જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને યથાર્થપણે ભજનારા ભક્ત તે શ્રીજી મહારાજને જાણતા કે ઓળખતા ન હોય તેથી પ્રતીતિ પણ ન આવે તેનો મોક્ષ થાય કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી પરોક્ષ અવતારોના ભક્તોને એ અવતારોથી તેડવા આવી શકાય નહિ. તેમને તો શ્રીજી મહારાજ સત્સંગમાં જન્મ ધરાવીને પોતાની ઉપાસના સમજાવી અક્ષરધામમાં લઈ જાય. તે સદ્. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે, ‘બંધ કીધાં બીજાં બારણાં રે, વહેતી કીધી અક્ષરવાટ; પુરુષોત્તમ પ્રગટી રે.’ આમ શ્રીજી મહારાજે આ સમે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યાં છે, પણ આ લોકમાં મહારાજને રાજી કરવામાં આવરણ ઘણાં છે. નાત-જાતનાં, કુટુંબનાં, સગાં-સંબંધીનાં એ આવરણને તો જીવ બળિયો થાય તો ન ગણે; પણ પૃથ્વીનાં, જળનાં, તેજનાં, વાયુ અને આકાશ આદિકનાં આવરણ ભેદવાં બહુ કઠણ છે.”

ત્યારે ઠાકરસીભાઈએ પૂછ્યું જે, “બાપા! એ આવરણ કેમ ભેદાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ ને તેમના મોટા મુક્ત જેને પ્રત્યક્ષ મળ્યા તેને એ આવરણ તથા બીજાં અક્ષરકોટિ સુધીનાં તમામ આવરણ ભેદાઈ ગયાં એમ જાણવું. આવી વાત પોતાની બુદ્ધિબળે સમજવી બહુ કઠણ છે, પણ મહારાજ તથા મોટા મુક્ત મળે તેને કાંઈ કઠણ નથી. તે પ્રત્યક્ષ દૃષ્ટિગોચર હોય કે પ્રતિમા રૂપે દર્શન દેતા હોય અને આપણને કોઈ વાતની મૂંઝ્વણ થઈ હોય ને તેમને સંભારીએ તો તરત દર્શન દઈ મૂંઝ્વણ ટાળી નાખે; અથવા મનમાં કોઈક શંકા ઉત્પન્ન થઈ હોય તે વખતે તેમને હેતે સહિત સંભારીએ તો તે શંકા પણ ટાળી નાખે, ત્યારે એમ જાણવું જે મહારાજ તથા મોટાએ મારી એ શંકા ટાળી. એમ સદાય તે તો પોતાના આશ્રિતની રક્ષામાં જ છે.

“મહારાજના મોટા અનાદિમુક્ત સર્વે વાતને હસ્તામળ જાણે છે. એવા મોટાને જીવના અનંત જન્મની ખબર છે તેથી એ કોઈને અવળું પડે તેમ કહે કે કરે નહિ; પણ કદાચ કાંઈ કહ્યું ને આપણે જાણીએ કે મારે વિષે તો આવું કાંઈ નથી તો એ બીજા જન્મનું હશે એમ જાણીને મોટા મુક્તનું વચન સત્ય માનવું, પણ તેમાં તર્ક કરવો નહિ ને મૂંઝાવું પણ નહિ. એવા મોટા મુક્ત મનુષ્ય જેવા દેખાય છે, પણ મનુષ્ય જેવા ન જાણવા. એ તો સદાય દિવ્ય જ છે. ‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ’ એમ એ તો સદા દિવ્ય  મૂર્તિ છે. અને ‘શ્રીજી મહારાજના સંબંધને પામ્યાં જે વસ્ત્ર, વાહન, પરિચર્યાના કરનારા સેવક, ખાન-પાન સર્વે દિવ્ય છે’ એમ મહારાજે વચનામૃતમાં લખ્યું છે તેથી એમને વિષે ક્યારેય મનુષ્યભાવ લાવવો નહિ.”

પછી માસ્તર મોહનલાલે પૂછ્યું જે, “બાપા! પરમાર્થ તે શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવને અવળે રસ્તેથી પાછો વાળીને શ્રીજી મહારાજને વિષે અને મોટા મુક્તને વિષે જોડવો તે તથા તેમનો સ્પર્શ, યોગ, સમાગમ કરાવવો એ ખરો પરમાર્થ કર્યો કહેવાય.”

પછી બાપાશ્રી મેડા ઉપર આસને પધાર્યા ત્યાં છેલ્લા પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં બાઈઓએ હરિભક્તનું માહાત્મ્ય ઝાઝું સમજવું નહિ, તેમ જ હરિભક્તોએ બાઈઓનું માહાત્મ્ય ઝાઝું સમજવું નહિ; પણ સમપણે સમજવું. જો એમ ન સમજે તો એમાંથી મોટું વિઘ્ન થાય એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનના ભક્ત પુરુષો ને બાઈઓ તેમનો પરસ્પર પ્રસંગ બહુધા રાખવો નહિ તથા તેમની પાસેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહિ. પોતાને વિકાર ન ઊપજતો હોય ને દેહભાવ ન હોય અને કદાપિ કોઈ વાત સંભળાય તોપણ પોતાના મનનો તપાસ પોતાને જ કરવાનો છે; કેમ કે એ રસિક માર્ગ છે. તે માટે વિચાર રાખવો અને મહારાજની આજ્ઞામાં ખબડદાર રહેવું ને મહારાજને એક પળ માત્ર પણ વિસારવા નહિ.”

તે ઉપર વાત કરી જે, “જેમ અસવાર ઘોડીને કુંડાળે નાખે છે તે ઘોડી કુંડાળે પડે, પણ અસવાર મૂકીને જાતી નથી. તેમ ભગવાનના ભક્તને અનેક પ્રકારની વ્યાવહારિક ક્રિયાઓ, તથા ભક્તિમાર્ગની ક્રિયાઓ ભગવાનને ભૂલીને કરવી નહિ.

“મહારાજ તથા તેમના અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો, કેમ જે એમનું પ્રગટપણું અનંત જીવોના કલ્યાણને અર્થે છે. એવા મુક્તને જન્મ ધરવો અને દેહત્યાગ કરવો એ કેવું છે? તો ફક્ત અજ્ઞાનીને મોહે કરીને દેખાવા માત્ર જ છે. મહારાજની મૂર્તિમાં મોટા અનાદિને રસબસભાવે રહેવાપણું છે તે તો અતિ અલૌકિક વાત છે. તે દૃષ્ટાંતે કરીને શું સમજાવાય! એ તો જેમ છે તેમ ને તેમ છે, પણ દેખાવા માત્ર આવ્યા-ગયાપણું છે એમ જાણવું. બીજું કાંઈ મોટાના મહિમામાં સમજતા ન હોઈએ તો છેવટ એટલું સમજીએ કે બધો સત્સંગ માનતો હશે ત્યારે કાંઈક હશે ખરું. એવા મોટાનાં દર્શન કર્યાં હોય અને તેમનું નામ સાંભળીને પછી સંભારવા માંડે તોય તે સર્વે પાપ થકી મુકાઈને બળિયો થાય છે. તેની મહારાજ અને મોટા ખબર રાખે છે એમ જાણવું.”  II ૬૮ II

In the afternoon Bāpāśrī was sitting on a bench in the porch of temple. There saints and devotees came and sat. At that time Bāpāśrī said, “Great muktas may be away from us by five hundred or thousand miles but when devotees having much love are perplexed, they give darśan to them and tell them not to get perplexed, we are with you– their covering will be overcome. Thus, the words of muktas are always true. Whenever there is occasion for passion-anger etc. or there are some wicked thoughts, one should think about his own self and should recite Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa and recite the names of great Sadgurus and thereby avoid them by the power of greatness of Mahārāj and muktas. Then one should not often remember those faults, thoughts, etc.- remember only Mūrti. We may describe up to Akṣardhām and leave, but if there is no word of Śrījī Mahārāj, what is the use of that description, therefore we should relate the description as well on other occasions like all things or words to Mūrti- it is the characteristic of the best devotee.” Then Amīchaṅdbhāī of village Māthak asked, “Bāpā! How can liberation of those who firmly worship parokṣa incarnations of Rām, Kṛṣṇa, etc. but do not know Śrījī Mahārāj or do not think of Him to be had?” Bāpāśrī said, “Since the incarnation of Mahārāj those incarnations cannot come to fetch the devotees of parokṣa (other than Lord Swāmīnārāyaṇa) incarnations. They are given birth in Śrījī Mahārāj’s satsaṅg and they are explained His upāsanā and are taken to Akṣardhām. This has been said by Sadguru Niṣkulānaṅd Swāmī in his devotional song. ‘Baṅdh kīdhā bījā bāraṇā re; vahetī kīdhī Akṣarvāṭ, Puruṣottam pragaṭī re’ (all doors have been shut; the path to Akṣardhām has been opened after incarnation of Puruṣottam). Thus, at this time Śrījī Mahārāj has thrown doors of Akṣardhām open for ultimate liberation but to please Mahārāj in this world there are many hurdles. One can cross the hurdles of castes, creeds, family and relatives if jīva becomes strong and does not care for them, but to cross the hurdles of the earth, the water, the fire, the air and the sky are very difficult.”

          Ṭhākarśībhāī asked, “Bāpā! How can those hurdles be crossed?” Bāpāśrī said, “The one who met personally Śrījī Mahārāj and His great muktas has already crossed those hurdles and other hurdles up to Akṣarkoṭi- know thus. To understand such talk with one’s own intellect is very difficult but it is not difficult for him who has met Mahārāj and great muktas. They appear either before our eyes or give darśan in the form of idol and if there is confusion of any matter and we remember them, they will give darśan and avoid our confusion or if there is any doubt in our mind and if we remember them with love at that time, that doubt will be done away with. Then we should know that our doubt has been done away with by Mahārāj and muktas. Thus, they are always there to protect their followers. Mahārāj and great Anādi muktas know everything in a moment. Such muktas have the knowledge of jīva’s infinite births so they do not do or say anything so that he does not get hurt. If they say something and if we come to know about it, we should know that it has no concern with us. It may be of the previous birth and words of great muktas should be believed as true. We should not apply reasoning in it or should not be confused. Such great muktas may appear like human but do not know them as human. They are always divine. ‘Narnārāyaṇa divya Mūrti saṅtanko viśrām’ (the divine Mūrti of Narnārāyaṇa is the resting place of saints). Thus, they are always divine Mūrti and all got relationship of Śrījī Mahārāj-  clothes, vehicles, servants, food, everything is divine, thus Mahārāj has written in Vachanāmṛt, so never have the feeling of human being for them.”

             Mohanlāl, the teacher, asked, “Bāpā! What is the highest aim?” Bāpāśrī said, “The real highest aim is to make the jīva turn back from the wrong path and get him attached to Śrījī Mahārāj and great muktas and their touch, yoga, association, etc.”

           When Bāpāśrī came to his seat on the first floor, the 24th Vachanāmṛt of Gaḍhaḍā Last Chapter was being read. In it, it is said that female devotees should not give much importance to male devotees and male devotees should not give much importance to female devotees, but they should be treated equally. If it is not understood thus, there may be a big hurdle. Then Bāpāśrī said, “God’s devotees men or women should not keep much contact with one another and should not listen talk of knowledge from them. One may not be getting moral deterioration and may not be having bodily feeling but in case if any talk is heard about it, he should examine within, because that path is slippery. Therefore, one should think about it and should remain alert in the commands of Mahārāj and should not forget Mahārāj even for a moment. The rider of the horse makes it round and round but the horse does not run away leaving its rider. Similarly the devotee of God should not do any worldly activity or the activity of the path of devotion (bhakti) forgetting God. The greatness of Mahārāj and his Anādi muktas should be known much because their incarnation is for the salvation of infinite jīvas. To take birth and leave the body for such muktas is only for the show to ignorant by fascinating them. Great Anādis dwell in Mūrti remaining engrossed in it- it is very wonderful talk. It cannot be explained by giving example. It is like as it is and we should know that coming and going is only for show. Even if we have no understanding of greatness of muktas, we should at least understand that there must be something, which makes whole satsaṅg believe. If one has darśan of such muktas and remembers their name, he will become strong by giving up all sins. He is taken care of by Mahārāj and muktas- it should be known thus.” || 68 ||