Gujarati / English

કારતક સુદ-૮ને રોજ શ્રી ભારાસરના મંદિરમાં સવારે સભામાં વચનામૃત વંચાતું હતું.

તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ગાય-વાછરડાની પેઠે હીંસોરા કરતાં આવીને ભેળા થાઓ છો તે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમારૂપી ભાતાં બંધાય છે. આ વખત સારો છે તે જાણી લેજો. ‘પરમારથને કારણે પધાર્યા પૂરણકામ.’ આજ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, તે આપણને મળ્યા છે. અમે ડુંગરમાં રખડતાં આવીએ છીએ, પણ તમને દેખીએ છીએ ત્યારે શાંતિ થાય છે.”

ત્યારે સંત બોલ્યા જે, “આપ જે કહો છો તે તો અમારે કરવાનું છે. અમને દયા કરીને મૂર્તિમાં ખેંચી લેજો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “આપણે મૂર્તિનો આનંદ છે. આવા ભગવાન મળ્યા તે જરૂર ખેંચી લેશે. આપણે ભગવાન ભજી લેવા. આવા ગુરુ ને આવા ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે. આ લાભ મોટો છે; તેનો આનંદ સદાય રાખવો.”

બીજે દિવસે ભારાસરના મંદિરમાં બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “હરિજનો! આ સંતો બધા અનાદિમુક્ત છે ને ભગવાનરૂપ છે. તે પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ કરાવે છે અને અનુભવજ્ઞાન આપી સાક્ષાત્કાર કરાવે એવા છે એમ સમજજો. સત્સંગમાં કેટલાક સમજ્યા વિના સામસામા લડે છે. કોઈક તો અક્ષરથી બહાર નીકળતા જ નથી, એ તો અક્ષરમાં જ રહેવાના. આપણે તો આવા મુક્તનો જોગ રાખવો તો અનાદિમુક્ત થઈને મૂર્તિમાં રહેવાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “આ બધાને અનાદિ કરજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવશે તો અમારી નાય નથી.”

પછી હરિભક્ત બોલ્યા જે, “અમે તો તમારા ચરણમાં છીએ, તો મહારાજનું સુખ અપાવજો.”

પછી સામતરાના ગોપાળ ભક્ત બેઠા હતા તેમને પૂછ્યું જે, “તમે ક્યાં સુધી પંહોચ્યા છો?

ત્યારે તે કહે જે, “અક્ષર સુધી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “‘અક્ષર પર આનંદઘન, પ્રભુ કિયો હે ભૂપર ઠામ’ એ અક્ષરની સભા જુદી થઈ. આપણે તો અક્ષરથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છીએ. અહીં એક મંડળધારી આવ્યા હતા તે માથું કુટાવી કુટાવીને થકવી નાખ્યા, પણ માન્યું નહિ. એ બીજાનો શું ઉદ્ધાર કરીને મહારાજ પાસે લઈ જાય! સાકાર અક્ષરથી પર જે મહારાજના તેજરૂપ અક્ષરધામ તેમાં રહ્યા જે શ્રીજી મહારાજ તે પોતે પધારે ત્યારે તેમને ઓળખીને તેમનો આશરો કરે તો એ અનુભવજ્ઞાન આપીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી મૂર્તિમાં જોડી દે. કાં તો એ મૂર્તિમાં રહેનારા આવા અનાદિમુક્ત મળે તો એવી પ્રાપ્તિ કરાવે. તે વિના, સાધને કરીને એ સ્થિતિ પમાય નહિ. એવા મુક્તનો મહિમા તો અપાર છે. તે અ.મુ. સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહેલ છે જે, ‘તમારા પરમહંસની મોટા મોટા દેવ તથા અક્ષરાદિક મુક્ત અને સર્વે અવતાર પ્રાર્થના કરે છે ને દર્શનને ઈચ્છે છે.’ એવી જ રીતે વિધાત્રાનંદ  સ્વામીએ કરેલ ‘પુરુષોત્તમ નિરૂપણ’ તથા ‘ગોપાળાનંદ સ્વામીની વાતો’માં પણ મહિમા કહેલ છે.”

પછી તે રાત્રિએ ગાંગજી પટલે કહ્યું જે, “બાપજી! અમારા રંક ઉપર બહુ દયા કરીને પધાર્યા અને અમને બહુ સુખિયા કર્યા, બહુ કૃતાર્થ કર્યા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે પથરામાં અને ભટુમાં ઊંટની ગાડીમાં પછડાતાં પછડાતાં આવ્યા તે જીવોનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. નહિ તો વૃષપુરના મંદિરમાં ઢોલિયામાં સૂતા હોઈએ નહિ! કોણ અમારો નિયંતા છે જે અહીં લાવે? બ્રહ્મા નથી, વૈરાજ નથી, પ્રકૃતિ-પુરુષ નથી, મહાકાળ નથી, વાસુદેવબ્રહ્મ નથી, અક્ષર નથી. એક શ્રીજી મહારાજ નિયંતા છે. એવડા મોટા અમે છીએ અને એવડા લાંબા અમારા હાથ છે, એ અક્ષરધામમાંથી અમે આવ્યા છીએ.”

પછી બોલ્યા જે, “આ મૂર્તિ ને આ સંત તે અનાદિ કરે એવા છે. આજ તો ખંપાળી નાખવા આવ્યા છીએ. તે જેમ લાંપડામાં ઝાકળ પડે તે ભીનું કરે, પછી ખંપાળી ફેરવે તે બધું તણાઈ આવે; તેમ આ સંત ભીના કરે છે. અમે ભેળા કરીએ છીએ એટલે કે મહારાજની મૂર્તિમાં લઈ જઈને સુખિયા કરીએ છીએ; તેમાં વળી કોઈ તરણું હેઠે પડી જાય તો પડ્યું રહે; તેમ કોઈ ન માને તો પડ્યા રહે છે.”

પછી આશાભાઈ પૂજા કરીને આવ્યા ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આશોબાપો પરવાર્યા તે કાંઈક નવા-જૂનું થવું જોઈએ એટલે કે અહીંથી ચાલવાનું થાય તેમ જણાય છે.”

પછી એમ બોલ્યા જે, “આ સાચો સેવક છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “આપને જોગે એ પણ મુક્ત થયા છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “શામળભાઈએ આપણે વિષે જીવ જોડ્યો છે તો હેત બહુ રાખે છે.”

એમ કહી બાપાશ્રી સંત-હરિજનો સહિત નાહવા પધાર્યા અને ત્યાંથી નારાયણપુર પધાર્યા.  II ૭ II

 

On the morning of Kārtak Sud 8th, the Vachanāmṛt was being read in the assembly of Bhārāsar temple. Bāpāśrī showing his favour, said to the devotees, “You rush here as hastily as a cow and its calves. Here, you are storing your food in the form of jñān, vairāgya, bhakti and greatness of God. Remember that this phase of time is much favourable.

 ‘Parmārthane kārṇe padhāryā pūraṇ kām.’ (Lord has descended on this earth for giving the ultimate gift- salvation). Today Lord Swāmīnārāyaṇa has manifested here and we have recognised Him. I have come here travelling across the hills; but when I see you, I get pacified.” The saints confessed, “It is we who have to do what you say. Please draw us in Mūrti showing your mercy.” Then Bāpāśrī said, “We receive the joy from Mūrti. We have achieved such God who will certainly draw us to Him. We should remain engaged in the worship of God. We have obtained such great guru and such great manifest God. This is the highest benefit. Always preserve joy of such obtainment.”

          On the next day, Bāpāśrī showing his favour talked in the temple of Bhārāsar. He said, “Devotees! All these saints are Anādi muktas and they have achieved oneness with God. Know that these saints are so great that they can make you able to experience manifest God and have realisation of God by giving you their experiential knowledge. In the Satsaṅg, some quarrel among themselves without applying any understanding. Some do not go beyond the stage of Akṣar– they are sure to remain in Akṣar only. We should get attached to such muktas as are here so that we can dwell in Mūrti and become anādi mukta.” Swāmī Īśvarcharaṇadāsjī requested Bāpāśrī to make all those present there Anādi muktas. Bāpāśrī said, “If they approach me, I have no hesitation in doing so.” Then the devotees said, “We have surrenderd to you. So please make us experience the bliss of Mahārāj.” Then Bāpāśrī asked Gopāl Bhakta of Sāmatrā, “How far have you reached spiritually?” He replied that he had reached  up to Akṣar. Bāpāśrī said, ‘Akṣar par ānaṅdghan prabhu kiyo he bhūpar ṭhām’. (God who is the treasure of bliss and who is beyond Akṣar has descended on the earth.) The assembly of Akṣar is different than the assembly of Anādi muktas. We are Anādi muktas who are beyond Akṣar and who remain in Mūrti. Once, a leader of a saints’ group had come here. I much tried to pursuede him about this understanding, but he did not agree. How can he liberate others and take to Mahārāj? When Śrījī Mahārāj, who dwells in Akṣardhām which is in the fom of divine light and which is beyond Akṣar which has a form, Himself manifests on this earth, if one recognises Him and surrenders to Him then He attaches one in Mūrti by endowing one with experiential knowledge and Realisation of Mahārāj. Or, if one is graced with accompany of Anādi muktas like the one present before you, then only is one able to ascend to such highest stage of remaining in Mūrti. But, without the help of an anādi mukta, it is not possible to reach to such achievement only through one’s own spiritual efforts. Such limitless is the greatness of an anādi mukta. In one of his sermons Anādi Mukta Sadguru Guṇātitānaṅd Swāmī says, “Great gods, Akṣar, etc., other muktas and all the incarnations pray to and wish darśan of the paramhaṁsas of Mahārāj. Similarly, such greatness of Mahārāj is also described in the Puruṣottam Nirūpaṇ written by Vidhātrānaṅd Swāmī and in the Gopālānaṅd Swāmīni Vāto (Sermons of Gopālānaṅd Swāmī).

          That night Gāṅgjī Paṭel told Bāpāśrī, “You came here out of intense mercy on poor people like us, and made us very blissful and fulfilled.” Bāpāśrī said, “I came here by a camel cart by a very rough road through mountain and experienced much hardship just for the sake of liberating jīvas. Had it not been my motive I would have been comfortable in Vṛṣpur temple sleeping on a cot. Who is my controller who can force me to come here? I am so great and have such a reach that excepting Śrījī Mahārāj none –Brahmā, Vairāj, Prakṛti-Puruṣa, Mahākāḷ, Vāsudevbrahma or Akṣar- is my controller. I have come from Akṣardhām. This Mūrti and these saints are such that they can transform us into an anādi mukta. This time I have come to draw every jīva in Mūrti. Just as dew drops wet grass and when it is weeded the whole of grass is drawn. Similarly, these saints wet you. I gather means take you in Mūrti and make you happy. But, just a straw fallen on the earth remains there only, similarly, if one does not believe me, he is left out.”

When Āśābhāī came after performing pūjā, Bāpāśrī said, “Āśobāpo has become free so something new may happen, i.e., you are likely to leave this place.” Bāpāśrī further said, “Āśābāpā is a true servant of mine.” Swāmī Īśvarcharaṇadāsjī said to Bāpāśrī, “It is because of your association that Āśābāpā has become a mukta..” Bāpāśrī said, “As Śāmaḷbhāī has associated his jīva with me he keeps much love for me.” Saying so Bāpāśrī, along with the saints and devotees went to bathe and from there went to Nārāyaṇapur. || 7 ||