Gujarati / English

બપોરે આસને બાપાશ્રી પાસે સંતો તથા હરિભક્તો બેઠા હતા, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી વાતો કરતા હતા. તે વખતે કડીવાળા સોની દલસુખભાઈ તથા મોરવાડવાળા લક્ષ્મીચંદભાઈએ આવીને પ્રાર્થના કરી જે, “બાપા! અમારે ઘેર આપ દર્શન દેવા પધારો તો નાનાં-મોટાં બાળકો તથા વૃદ્ધ આદિ સૌને દર્શન થાય ને કેટલાક મુમુક્ષુ નજરે ચઢે તે પણ મોક્ષભાગી થાય.”

પછી તેમણે સ્વામી વૃંદાવનદાસજી તથા  સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ સંતોને પણ એ વાત કરી, જેથી બન્ને સદગુરુઓએ કહ્યું જે, “બાપા! હેતવાળા હરિભક્તો છે તેમને રાજી કરવા જોઈએ.”

તે વખતે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘સંત પરમ હિતકારી, જગતમેં સંત પરમ હિતકારી.’ આવા સંતને રાજી કરવા જવું જોઈશે.”

એમ કહી તે બન્નેને ઘેર તથા સદરમાં રહેતા હેતવાળા હરિભક્તોને ત્યાં દર્શન દઈ કેટલાક બાળકોને અને નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવી માર્ગમાં નજરે ચડતાં અનેક જીવોને દૃષ્ટિમાત્રે પાવન કરતાં આરતી સમયે બાપાશ્રી મંદિરમાં પધાર્યા.

ઠાકોરજીનાં દર્શન કરી મેડા ઉપર આસને આવ્યા ને એમ બોલ્યા જે, “સ્વામી! હવે દેહના ભાવ જણાય છે. જરાક હડદો થાય છે તોય ખમાતો નથી, થાકી જવાય છે. પણ તમો રાજી થાઓ એટલે શ્રીજી મહારાજ રાજી થાય એમ જાણી જઈએ છીએ.  હરિભક્તોનાં હેતની વાત જ શી કહેવી! આજ દલસુખભાઈ તથા લક્ષ્મીચંદભાઈને ત્યાં જવા તમોએ કહેલ, પણ ત્યાં ગયા પછી બધાયને તાણ એવી ને એવી. શેરીમાં ચાલવાનો માગ ન મળે. નાનાં-મોટા હાથ જોડી ઊભા રહે. ‘બાપા! મારું ઘર આ રહ્યું. મારું ઘર આ રહ્યું. એક દાદરો ચડવાનો છે. જરાય છેટું નથી. અમારે ત્યાં આમ છે, તેમ છે’ એમ કહે ને કરગરે તેથી ત્યાં જઈએ એટલે બધાયને રાજી કરવા પડે. મહારાજનો રાજીપો આવા વિશ્વાસી હરિભક્ત ઉપર બહુ. જેથી અમે સૌને રાજી કરીએ છીએ, પણ શરીરમાં અવસ્થાના ભાવ જણાય છે.”

એ વખતે અમીચંદભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! આપને સદરમાં હરિભક્તો તેડી ગયા હતા તેથી મોડું ઘણું થયું. મારે ઘેર આજ પધારશો એમ જાણી હું વાટ જોઈ રહ્યો હતો. સ્વામીશ્રીને સવારમાં પ્રાર્થના કરી હતી, પણ તમો થાક જણાવો છો એટલે મારાથી કહી શકાતું નથી. જો દયા કરીને આપ પધારો તો ભલે, પણ જો આપને થાક લાગ્યો હોય તો કાલે દર્શન દઈ જજો.” એમ કહ્યું.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “તમારા જેવા મહિમાવાળા ભગવાનના ભક્તને રાજી કરવા ખપે. તમારું ઘર ક્યાં છે?”

ત્યારે અમીચંદભાઈ કહે, “બાપા! આ સામે બારી દેખાય એ જ.”

તે વખતે અતિ પ્રસન્નતા જણાવી બાપાશ્રી થાકને ન ગણીને તેમને ઘેર પધાર્યા. ત્યાં તેમના ભાઈઓ, નાનાં-મોટાં બાળકો અને પાડોશમાં રહેનારા સર્વે દર્શનથી અતિશે આનંદ પામ્યા. ઘરનાં સૌ કુટુંબીજનોએ બાપાશ્રીની પ્રાર્થના કરી મૂર્તિના સુખમાં રહેવાના આશીર્વાદ લીધા.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “તમારા ભાઈ અમને માથક તેડી ગયા હતા ત્યારે સદગુરુઓ પણ સાથે હતા. આખા ગામમાં અમને ને સંતોને ફેરવ્યા ને કહે જે, ‘આપ પધાર્યા તેથી સૌના મોક્ષ થશે’ એવો મહિમા.”

તે વખતે માથકથી અમીચંદભાઈ ઉપર તેમનો કાગળ આવેલ તે વંચાવ્યો. તેમાં લખેલ જે, “બાપાશ્રી આપણે ઘેર પધારે ત્યારે તમારે આટલી પ્રાર્થના મારા વતી કરવી જે, ‘બાપા! અમારા કુટુંબમાં સૌને આપને વિષે દિવ્ય ભાવ રહે, ક્યારેય મનુષ્યભાવ ન આવે તથા નવા જે જીવ જન્મે ને મરે તે સૌને શ્રીજી મહારાજ મૂર્તિના સુખમાં રાખે, કોઈ આસુરી જીવનો જન્મ અમારા કુટુંબમાં ન થાય ને કુટુંબમાંથી સત્સંગ ન જાય. વળી અમારે ત્યાં દીકરી જન્મેલ હોય તેને જ્યાં પરણાવીએ ત્યાં સત્સંગનું બળ ન હોય તોય તેને મહારાજ અને આપ મૂર્તિના સુખમાં પહોંચાડજો.”‘ આવો કાગળ વંચાવ્યો.

“વાહ રે વાહ! શું હરિભક્તોનાં હેત! મહિમાવાળા પણ એવા. કુટુંબમાં તથા ઘરમાં તેમના બીજા ભાઈઓ, નાના-મોટા દીકરા સૌ દંડવત કરી રાજી કરવા હાથ જોડતા હતા. આવા દેશમાં મહારાજે ઘણી દયા કરી છે. મહિમાની વાતો આવી છે. કેટલાક આવી વાત ન જાણનારાને મૂંઝવણ થતી હોય કે સંકલ્પ થતા હોય તે તે જાણે, પણ અમારે તો એક શ્રીજી મહારાજને રાજી કરવા છે; બીજું કાંઈ જોઈતું નથી.”

એમ કહી સૌને રાજી કરી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. II૭૨II

When saints and devotees were sitting beside Bāpāśrī in the afternoon, Īśvarcharaṇadāsjī was talking. At that time, Sonī Dalsukhbhāī of village Kaḍī and Lakṣmīchaṅdbhāī of village Morwāḍ came and requested Bāpāśrī to come to their houses to give darśan so that small or big children, elders, etc. would get darśan and some aspirants (mumukṣus) may come under your eyes and become worthy of liberation. Then they said the same thing to Swāmī Vṛṅdāvandāsjī and Īśvarcharaṇadāsjī etc. saints. So both Sadgurus told Bāpāśrī that the devotees are having love and should be pleased. At that time Bāpāśrī quoted a devotional song ‘Saṅt param hitkārī, jagat me saṅt param hitkārī’ (saints are well-wishers; in the world they are well-wishers). To please such saints I must go. Saying so Bāpāśrī went to the house of both the devotees and gave darśan to the residents of devotees having love, residing in Sadar, gave oath of vartamān to some children and new Mumukshus. On the way whosoever came in his sight were made holy by only his glance. Then Bāpāśrī came to the temple at the time of āratī. After having darśan of Ṭhākorjī, he came on the first floor of the temple and said thus, “Swāmī!” Now I feel limitation of body. I cannot bear even a small strain and getting tired. But knowing that Śrījī Mahārāj will be pleased by pleasing you, I am going. What to talk about the love of devotees! Today you told me to go to the house of Dalsukhbhāī and Lakṣmīchaṅdbhāī but others had the same eagerness. The streets were overcrowded and passing through it was difficult. All, young or old, stood with folded hands and requested me by saying Bāpā! Here his house is, means to visit it, and would say that I had to climb only one storey -not very far- they would entreat and I had to oblige them. Pleasure of Mahārāj on such faithful devotees was much so I please everyone but the old age shows its effect.” At that time, Amīchaṅdbhāī prayed Bāpāśrī that it became very late because he had been taken to the houses of devotees in Sadar. He further said that Bāpāśrī would visit his house today so he was waiting. And in the morning, I had requested Swāmīśrī but since you say you are tired, I cannot insist. If you do pity on me and come to my house, it will be well and good but if you are tired please come tomorrow for   giving darśan. Bāpāśrī asked him, “Where is your house, I must please God’s devotee like you who has understanding of greatness.” Amīchaṅdbhāī said, “Bāpā! Pointing to the window on the opposite side he said it is there.” At that time, Bāpāśrī showed much pleasure and not caring for the tiredness he went to his house. There his brother, small and big children and neighbours residing nearby were very much pleased by having darśan. All the family members prayed to Bāpāśrī and took the blessing of dwelling in the happiness of Mūrti. At that time, Bāpāśrī said his brother had taken him to village Māthak and Sadgurus were also with him. He took saints and me round the whole village and he said that since he visited the village all will be liberated- such was his understanding of greatness. At that time, he had received the letter of his brother from village Māthak, which he gave us for reading. In the letter, it was said that when Bāpāśrī visited their house, he should on his behalf request Bāpāśrī to bless, so that they have divine feeling for Bāpāśrī, never get human feeling for him and those jīva who gets new birth or dies should all be kept in the happiness of Mūrti, no devilish jīva take birth in their family and the family does not give up satsaṅg. Moreover, if a daughter takes birth in the family and when she gets married, if that family does not have strength of satsaṅg, that family and she should be blessed with the happiness of Mūrti by Mahārāj and yourself- such was the content of the letter. Beautiful! Beautiful! How much love devotees have! The family also knew about the greatness and the family of his brother, his sons, young and grown up, all would prostrate before me and to get my pleasure would stand with folded hands. Mahārāj has shown much pity in such region- such is a talk of greatness. Those who do not know such talk may be perplexed and if they have doubtful thoughts it is their look out, but I have to please only Mahārāj and do not want anything else. Saying so, Bāpāśrī came to the temple. ||72 ||