Gujarati / English

સાંજે મેડા ઉપર આસને બાપાશ્રી કૃપા કરીને વાત કરવા લાગ્યા જે, “મોટા અનાદિમુક્ત છે તે તો અખંડ મહારાજની મૂર્તિમાં રસબસ છે. તે અનંત જીવના આત્યંતિક મોક્ષને અર્થે દયા કરી પૃથ્વી ઉપર મહારાજના સંકલ્પે દેખાય છે ત્યારે જે જે જીવ દૃષ્ટિએ ચડે તેને ન્યાલ કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે, ‘એવા અનાદિના જોગથી હું તરત પ્રાપ્ત થાઉં છું.’ એવા મુક્ત છે તે તો બ્રહ્મની જ મૂર્તિ છે. તેને હરિરૂપ કહીએ, પુરુષોત્તમરૂપ કહીએ અને મૂર્તિના મહારસના પાન કરનારા કહીએ. એની સર્વે ક્રિયા અલૌકિક છે, નિર્ગુણ છે, દિવ્ય છે. તેને ઓળખવા ન પડે. એની દરેક ક્રિયામાં જણાય. તે ઊઠતાં જણાય, બેસતાં જણાય, મૂર્તિના સુખની ચમત્કારિક વાતો કરતાં જણાય, ધ્યાનમાં નિમગ્ન રહેતાં જણાય, અલૌકિક ભાવના સિદ્ધાંત દેખાડતાં જણાય. એવી રીતે અનેક પ્રકારે મોટા અનાદિમુક્ત ઓળખાય.

“એ જ્યાં વિચરતા હોય ત્યાં પુરુષોત્તમ ભગવાન ને અક્ષરધામ જે શ્રીજી મહારાજનું તેજ તથા અનંત મુક્ત એ સર્વે હોય. તે પોતાને સામર્થ્યે અનેકને દિવ્ય દૃષ્ટિ કરાવી એ સર્વેને દેખાડે. તેથી અનંતનાં આવરણ ભેદાઈ જાય. મનુષ્યભાવ, પ્રતિમાભાવ, દિવ્યભાવ એ સર્વેનું યથાર્થ વર્ણન કરે એથી સમજાય જે આ અનાદિ મહામુક્ત છે. એની છાયામાં સુખ, સુખ ને સુખ જ હોય. એવા મળે ત્યારે પૂરું થાય.

“આપણા ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી દૃષ્ટાંત દેતા જે મોટા મુક્ત પુરુષોત્તમનું સુખ લઈ સત્સંગમાં કેવી રીતે પ્રવર્તાવે છે? તો જેમ વરાળના દીવાનું કારખાનું હોય છે તે એન્જીનમાંથી અગ્નિ વરાળ રૂપે થઈને જ્યાં દીવા થવાનાં સ્થાન હોય ત્યાં જાય છે અને દીવા રૂપે થઈને સર્વેને પ્રકાશ કરે છે. તે વરાળને અને એન્જીનને સંબંધ હોય છે તે જરાક સંબંધ તૂટે તો તરત દીવો ઓલવાઈ જાય છે. તેમ એન્જીનને ઠેકાણે તો ભગવાન અને મહામુક્ત છે તે મનુષ્ય રૂપે દેખાઈને દિવ્ય રૂપ જે પુરુષોત્તમનું સ્વરૂપ, જ્ઞાન અને સુખ તે પ્રગટ કરીને જીવના અજ્ઞાનરૂપી અંધકારને ટાળી જ્ઞાનરૂપી પ્રકાશ કરીને મહાસુખિયા કરી મૂકે છે.

“તે મહામુક્તને શ્રીજી મહારાજનો સંબંધ સદાય છે. અને તે મહામુક્ત તો પુરુષોત્તમની મરજીરૂપ સદાય વર્તે છે અને મૂર્તિના સુખમાં લુબ્ધ રહે છે. જેમ લક્ષ્મીજી શ્રીકૃષ્ણના સ્વરૂપમાં સ્નેહે કરીને લીન થઈ રહે છે તેમ તે મુક્ત પણ સ્નેહના અધિકપણે કરીને લીન રહે છે.

“એ મોટા મુક્ત કેવા છે? તો આ લોક-પરલોકને વિષે જીવને સુખિયા કરી મૂકે એવા છે અને સદાય જીવના હિત કરવાને જ અર્થે પ્રવર્તેલા છે. એવા મોટા મુક્ત પોતાની જરાપણ મોટપ કે સામર્થી કહેતા નથી; કેમ કે તેમને પોતાપણું છે જ નહિ. તે તો જેટલી સામર્થી, સુખ, મોટાઈ કહે છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનની જ કહે છે. એવા મોટા મનુષ્ય જેવા ભાસે છે, પણ તે તો અલૌકિક દિવ્યમૂર્તિ જ છે. તે જન્મ્યા નથી, મનુષ્ય રૂપે થયા નથી, પણ તે તો સદાય પુરુષોત્તમની મૂર્તિમાં જ છે અને સુખને વિશે નિમગ્ન છે અને આ લોકમાં મહારાજની ઈચ્છાએ કરીને મનુષ્ય જેવા દેખાય છે.”

એમ દયા કરીને વાત કરી.  II ૭૩ II

In the evening Bāpāśrī sitting on the upper storey of the temple, showing his favour started talking. He said, “Anādi muktas are constantly engrossed in Mūrti. They are seen on the earth by the saṅkalpa of Mahārāj for the ultimate liberation of infinite jīvas. At that time, whosoever comes in their sight is fulfilled. Śrījī Mahārāj says that I can be got immediately by the association of such Anādi. Such muktas are Mūrti of Brahma itself. We may call them form of Hari, form of Puruṣottam, or enjoyer of bliss of Mūrti. All their activities are divine, having no attributes and supernatural- they have no need to be recognised. They can be seen in every activity like sitting, getting up, seem to be talking about miraculous talks of Mūrti’s bliss, seen to be remaining engrossed in meditation and seem to be showing feeling of divine principles. In this way, great Anādi muktas are recognised in many ways. Everything viz. Lord Puruṣottam, Akṣardhām which is luminescence of Śrījī Mahārāj, infinite muktas are there, wherever they tread. By their power, they show that to all by giving them divine sight, so curtains of innumerable devotees are removed. They thoroughly describe human feeling, Idol feeling, divine feeling so that one understands that they are these Anādi muktas. In their shade, there is only happiness and when one met such, he is fulfilled. Our guru Swāmīśrī Nirguṇdāsjī gave the example by saying that how great muktas spread the happiness of Puruṣottam in satsaṅg after taking it by themselves? Just as thermal power stations transmit power to all and there lamps etc. are lighted. The steam has relationship via steam turbine with the generator and if that relationship breaks, the work of transmission will be hampered and we do not get light. Similarly, here in the place of generator there are great muktas and God. They appear in human form, which is the divine form of Puruṣottam, and remove the darkness in the form of ignorance of jīvas by lighting knowledge and happiness and make them very happy by lighting the lamp in the form of knowledge. Those great muktas have always the relationship with Śrījī Mahārāj and they always behave according to the desire of Puruṣottam and remain immersed in the bliss of Mūrti. Just as Lakṣmījī remains immersed with love in Śrī Kṛṣṇa. Similarly, those muktas remain immersed on account of much love. How the great muktas are- they are such that make they jīva happy in this world or in the other world. They are always there to do the good of jīva. Such great muktas never boast about their greatness or about capacity because they do not have their ego. Whatever they say about capacity, happiness, greatness, they say only of Lord Puruṣottam. Though such muktas appear like human being, they are miraculous divine Mūrti. They are birthless and have never taken birth in human form. They are always in Puruṣottam’s Mūrti and immersed in bliss and they appear in the human form in this world because of Mahārāj’s desire, thus Bāpāśrī talked by showing his favour. || 73 ||