Gujarati / English

ફાગણ વદ-૧૦ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ વાત કરી જે, “વ્યાવહારિક શબ્દ મરચા-મીઠાને ઠેકાણે વાપરવા અને ભગવાન સંબંધી શબ્દ તે તો પકવાનને ઠેકાણે જાણવા. અવશ્ય જરૂર હોય તેટલું જ બોલવું તેમજ ક્રિયા કરવી. અને જમવાનું ઝાઝું હોય, પણ મરચું-મીઠું તો તેમાં ચપટીમાં લઈને જ નખાય તથા જોઈતું જોઈતું વપરાય અને પકવાન તો પેટ ભરીને જમાય; તેમ ભગવાન સંબંધી ધ્યાન, કથા, કીર્તન, ભગવાનની લીલા, ચરિત્ર, ભજન, સ્મરણ જે થાય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરવું અને બાળકિયા સ્વભાવવાળા હોય તેનો સંગ ન રાખવો. વ્યવહાર સંબંધી કાર્ય તો પોતાને અવશ્ય અને જરૂર જેટલું જ કરવું અને તેટલું જ બોલવું; કેમ કે તે ભગવાનના માર્ગમાં  વિઘ્નરૂપ છે. આપણે સત્સંગમાં શું કરવા આવ્યા છીએ?  તો અનાદિ મહામુક્ત છે તેમનો જોગ-સમાગમ કરવા. એ અવશ્ય કરવાનું છે તે કરી લેવું અને વચલો જે વ્યવહાર છે તે ખોટી કરે તેવો છે, માટે તેમાં ક્યાંય રોકાઈ જવું નહિ.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “મંદિરમાં જ્યારે હોમ-હવન કરી મૂર્તિ પધરાવી, પછી તે મૂર્તિમાં તર્ક ન કરવો જે આ ભાવ સારો છે ને આ ભાવ સારો નથી. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરમાં આવી પછી કહે જે, ‘પતિ કુરૂપ છે, સારો નથી’; તેવું થાય. જેને આંખમાં કમળો થાય તેને આવા મુક્ત અને મહારાજ પીળા દેખાય. તે શું? તો આવા સંત અને આવા મુક્તમાં મનુષ્યભાવ જણાય અને મૂર્તિમાં ચિત્ર-પાષાણનો ભાવ આવે તે મંદવાડ થઈ આવ્યો કહેવાય. મહારાજે તો એમ કહ્યું છે જે, ‘અક્ષરધામની મૂર્તિ ને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી.’ સ્વામિનારાયણમાં ત્યાગ-ભાગ નથી.

“આ તો અચળ, સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે તે કોઈથી દબાય નહિ, પણ બીજાને પોતે દબાવી દે; એવી સામર્થીએ યુક્ત મહારાજ અને મુક્ત સદાય છે, છે ને છે જ. એવા સર્વોપરી મહારાજ અને મુક્ત આ સભામાં બેઠા હોય તોપણ તેનો મહિમા ન જાણે તેને તો પરોક્ષ છે. જેને જ્ઞાન હોય તેને તો મહારાજ અને મુક્ત કોઈ કાળે પરોક્ષ થાય તેમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. એવા મુક્ત તો સદાય મૂર્તિમાં જ રહે છે. જેમ દેહમાં જીવ રહે છે તેમ સાથે જ રહે છે. એવો મહિમા જાણે તો તે મહિમા જાણનારથી પણ મહારાજ જુદા ન રહે. તે મોટા અનાદિ તો સદાય મૂર્તિમાં રહે છે જેથી અનંત મનુષ્ય ખેંચાય છે. એવા મુક્તનો જોગ કયાંથી મળે! એવું મોટાના સમાગમનું અધિકપણું છે. તેમાંથી પ્રીતિ, આત્મનિષ્ઠા, મહિમા, સ્વધર્મ, ભક્તિ એ સર્વે આવે તો મોટું કામ થઈ જાય; માટે જોગ કરી લેવો. સર્વોપરી ઉપાસના સમજીને મોટાની સાથે જોડાય તો અનાદિમુક્તની સ્થિતિને પામે; તેને માટે બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ કે અક્ષરાદિક કોઈ ધામ નથી અને રાત-દિવસ નથી. તે તો અનંત કોટિ કલ્પ સુધી મૂર્તિમાંથી નવાં નવાં સુખ ભોગવે છે. એવા અનાદિને તો એક મૂર્તિ જ છે.”

પછી તુલસીદાસભાઈએ પૂછ્યું જે, “અક્ષરને મહારાજનું દર્શન ને સુખ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજનું સુખ ને દર્શન અક્ષરને હોય તો અક્ષર જુદા શું કરવા રહે? મુક્ત ભેગા બેસી ન જાય? માટે અક્ષરની સભા જુદી છે અને એનો દરજ્જો પણ જુદો છે; કારણ કે અક્ષરને તેજનો પડદો રહ્યો છે. જેમ આપણને સૂર્યની મૂર્તિ દેખાતી નથી અને વાલખિલ્ય ઋષિને પ્રકાશનો પડદો નથી તેમ શ્રીજી મહારાજના જે હજૂરી મુક્ત છે તેને શ્રીજી મહારાજના તેજનો પડદો નથી; તે તો સદાય મહારાજનું સુખ ભોગવે છે.

“આપણે તો એક મહારાજનું જ કામ છે અને એ સર્વેના કારણ છે. એમ જાણી આપણે કારણનું મંથન કરવું, પણ કાર્યનું મંથન કરવું નહિ. તે કાર્ય તે શું? તો મૂર્તિ વિના બીજાં શાસ્ત્ર, ઐશ્વર્ય, દિગ્વિજય, સમૈયા, ઉત્સવ એ આદિક સર્વે કાર્ય છે અને એક મૂર્તિ કારણ છે. માટે આપણે કારણનું સુખ ને કારણની સભા, કારણનું તેજ, કારણની સામર્થી તેનું કામ છે. તેમાં જ્ઞાનમાર્ગ તે પગથિયું છે તે જ્ઞાનમાર્ગ જાણે ત્યારે ઠેઠ પહોંચાય; નહિ તો જાણ્યા વિના ક્યાંય અટકી પડે. આ સંત બ્રહ્મવિદ્યાના ભોમિયા છે, બ્રહ્મની મૂર્તિઓ છે; અચળ, સનાતન ને દિવ્ય છે. બીજા સૌને પોતપોતાને સ્થાનકે રાખવા ને મહારાજને સર્વોપરી જાણવા. મહારાજ વિના બીજું સંભારવું તે તો ખોટી થવા જેવું છે માટે હલરવલરમાં કાંઈ નહિ વળે. આપણે તો એક મૂર્તિ જ રાખવી.”  II ૭૫ II

In the morning of Fāgaṇa Vad 10th, Bāpāśrī after finishing his daily routine, talked. He said, “The words of this world should be used in the place of chilly and salt and the words for God should be used in the place of sweet things. Speak and do activity only that much which is necessary but food may be more but only pinch of chilly and salt is added, and used that much which is necessary and sweet dishes are eaten so that belly becomes full. Similarly, meditation, kathā-vārtā, devotional song about God, His līlā, feats (charitra), devotional song (bhajan), His remembrance, etc. should be carried on with faith and should not keep the company of those whose nature is childish. The daily worldly affairs should be done as much as it is necessary and unavoidable and should speak as much as necessary because it is a hurdle on the path of achieving God. Why have we come in satsaṅg– to meet and associate with Anādi Mahā Mukta. It is to be done and must be done as the middle activities cause delay. Therefore, one should not stop anywhere in it.”

          Bāpāśrī said, “When Mūrti is installed in the temple with rituals like ceremonial sacrifice, one should not apply reasoning for Mūrti means this feeling is good and that feeling is not. Just as a chaste woman says that her husband is ugly, not good- it will happen like this. Mahārāj and such muktas will look yellow to him who suffers from jaundice- what does it mean? If one has human feeling for such saint and such muktas and feeling of picture or stone in Mūrti, it is called that he suffers from illness. Mahārāj has said that there is no difference even of a pore between this Mūrti and Mūrti that of Akṣardhām. Feeling for Lord Swāmīnārāyaṇa is worshipped as one and everything. He is steadfast, eternal, and Anādi and supreme of all and is not suppressed by any one but he can suppress others. Such capacity is possessed by Mahārāj and muktas and they are always there. If such capable Mahārāj and muktas are there in this assembly but if one does not know their greatness, they are parokṣa (other than Lord Swāmīnārāyaṇa) for him. Mahārāj and muktas are never parokṣa for the one having knowledge. Muktas are always Anādi, just as Mahārāj is. Such muktas always dwell in Mūrti. Just as jīva dwells in body similarly, muktas are always with Mahārāj. If one has understanding of such greatness, Mahārāj is not separate from him who knows about the greatness. Great Anādis always dwell in Mūrti so that innumerable human beings are attracted. Where can one get opportunity of such muktas? Association with muktas is more important from which one gets love, ātmaniṣṭhā, knowledge of greatness, religion of self, devotion, etc. great thing can be achieved. Therefore, get attached to them. After understanding upāsanā (worship) of supreme if one gets attached to muktas, he will achieve the state of anādi mukta. For him there is no abode like Badrikāśram, Śvetdwīpa, Akṣar, etc. He has neither day nor night. He goes on enjoying various kinds of happiness from Mūrti for thousands of years. For such Anādi there is only Mūrti.

          Tulsīdāsbhāī asked, “Does Akṣar have Mahārāj’s darśan and happiness? Bāpāśrī said, “Why does Akṣar live separately if it has happiness of Mahārāj and His darśan? Would it not sit with muktas? Therefore, assembly of Akṣar is different and its status is also different, because Akṣar has covering of luminescence.  Just as we do not see idol of the sun and Sage Vālkhilya does not have the curtain of luminescence. Similarly, muktas who are attendant (hajūrī) of Śrījī Mahārāj have no curtain of luminescence. They always enjoy happiness of Mahārāj. We are only concerned with Mahārāj. He is the cause of all. Knowing thus, we should ponder on cause but not on the activity. What is that activity? They are other scriptures, siddhis, triumph, samaiyā, festivals, etc. and only Mūrti is the cause. Therefore, we are concerned with happiness of cause, assembly of cause, luminescence of cause and capacity of cause. The path of knowledge is a step in it. When one knows the path of that knowledge, he reaches the peak. Without knowing, one may stop somewhere. This saint is the guide for knowledge of Brahmavidyā, idols of Brahma, steadfast, eternal, and divine. All others should be kept at their respective places and Mahārāj should be known as supreme. Remembering anything else without Mahārāj is just like delaying; so one will not gain anything in other activities. We should keep only Mūrti.” || 75 ||