Gujarati / English

કથાનો સમય થઈ ગયો હતો તેથી ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી સભામાં પધાર્યા. તે વખતે સાંવલદાસભાઈ, શિવજીભાઈ, ગોવિંદભાઈ આદિક હરિભક્તોએ સભાનો ફોટોગ્રાફ લેવાનું ઠરાવેલું, ને વાત સંતોને કહી.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપાશ્રીને આ વાત જણાવો.”

ત્યારે સૌ હરિભક્તોએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! અમને આ દિવ્ય સભાની સ્મૃતિ રહેવા માટે ફોટોગ્રાફ લેવાની ઈચ્છા છે.”

ત્યારે બાપાશ્રી કહે, “આમ ને આમ સભા અખંડ સંભારે એટલે ફોટોગ્રાફ લેવાઈ ગયો. આ સભા દિવ્ય તેજોમય છે, અક્ષરધામની છે, અનાદિમુક્તની છે, મહારાજ વચ્ચે બિરાજે છે તેવી સ્મૃતિ અખંડ રાખવી એમ મોટા મોટા સંતો કહે છે. ફોટોગ્રાફ તો હમણાં નીકળ્યા છે. પ્રથમ મોટા મોટા સદગુરુઓ, મહામુક્તો નિરાવરણ દૃષ્ટિવાળા હતા તથા સમાધિવાન હતા તે તો લીંબડાના વૃક્ષ નીચે સંત-હરિભક્તની સભાએ સહિત મહારાજને નિરંતર દેખતા. એવું કરવું તો ફોટોગ્રાફ લેવા ન પડે.”

ત્યારે હરિભક્તોએ પ્રાર્થના કરી જે, “બાપા! એવી મોટી સ્થિતિવાળા મુક્તોને તો એમ વર્તતું, આ તો સાધારણ સ્થિતિવાળા નાના બાળક આદિને પણ દર્શનની સ્મૃતિ થાય.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે, સાજી સભા બેસે તો અમારી ના નથી.”

એમ કહીને મંદિરની જગ્યામાં રહેતા હરિભક્તો મગનભાઈ આદિના આગ્રહથી તેમને ઘેર દર્શન દઈને આવ્યા. ત્યાં સંત-હરિભક્તોની ગોઠવણ થતી હતી. બાપાશ્રીને સૌની વચ્ચે બેસાર્યા, પડખે સંતમંડળ તથા સાથે આવેલા સેવક બેઠા. કેટલાક હરિભક્તો પાછળ ઊભા રહ્યા. લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, મોહનભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ આદિક ઘણાક નાના-મોટા હરિભક્તો પાસે પાસે બેઠા. ફોટોગ્રાફવાળો કહે, “એક મિનિટ સરખા સૌ બેસી રહેજો.” એમ કહેતાં તરત ફોટો પાડી લીધો.

ત્યારે બાપાશ્રી પ્રસન્ન થયા ને કહે જે, “આટલી જ વાર!”

એમ કહીને બોલ્યા જે, “જેમ આ ફોટો પાડતાં વાર ન લાગે, આમાં સરખું બેસવું ખપે છે તેમ મહારાજ ને મોટા અનાદિના ઠરાવે ઠરાવ થાય તો તુરત સુખમાં મૂકી દે. મહાપ્રભુ આજ અઢળક ઢળ્યા છે. અનંતને ઉદ્ધારવા આવ્યા છે. જીવ ઉપર મહારાજની બહુ દયા છે. મોટા મુક્તોએ એમની દયા શાસ્ત્રમાં લખી છે. આજ વર્તમાન કાળે એવાં ને એવાં કામ શ્રીજી મહારાજ કરે છે તેથી જે શરણે આવ્યો તે નિર્ભય. નો’તી દીઠી નોતી સાંભળી એવી રીત ચલાવી છે.”

એમ વાત કરતા હતા તે વખતે એક સંત છેટે બેઠા કીર્તન કંઠે કરવા ગાતા હતા.

તે સાંભળી બાપાશ્રી ચપટી વગાડી ડોલતાં અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “જેને ભગવાનને વિષે હેત હોય તેને આમ કીર્તનભક્તિ બહુ શ્રેષ્ઠ છે. તે કીર્તન મૂર્તિ સંભારીને બોલવાં. ચિહ્નનાં, લીલાનાં, ચરિત્રનાં બોલવાં તે સાંભળીને ભગવાન અને ભગવાનના મુક્ત ઘણા રાજી થાય છે. આપણે સત્સંગમાં આવ્યા પછી શું કરવાનું છે? તો શ્રીજી મહારાજને જેવા સર્વોપરી છે તેવા જાણવા ને માહાત્મ્યે સહિત ભક્તિ કરવી. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, સર્વે ક્રિયામાં મૂર્તિમાં નિમગ્ન રહેવું. મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે અને તે બધુંય જાણે છે એવી સમજણ રાખવી. મહારાજથી કોઈ વાત અજાણી નથી એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા ભળે છે.”

તે ઉપર વાત કરી જે, “એક ગામમાં ત્રણ ભાઈ ભેગા રહેતા હતા તે જુદા થયા. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ રહેવાનું જુનું ઘર આવ્યું. ચાર-પાંચ વર્ષે જ્યારે તે ઘર સમું કરાવતો હતો ત્યારે તે ઘરમાંથી રૂપિયાની માટલી નીકળી. તે વખતે તેણે તેના ભાઈઓને બોલાવી ભાગ વહેંચી દીધો. ત્યારે તેને પોતાના મળતાવાળાઓએ કહ્યું કે, ‘તમારા ભાઈને ક્યાં રૂપિયા નીકળ્યાની ખબર છે? ને તમારા ઘરમાંથી નીકળ્યા છે તેથી તે શેનો ભાગ માંગે?’ ત્યારે તેણે તે કહેનારાને કહ્યું જે, ‘તેને તો ખબર નથી, પણ શ્રીજી મહારાજ તો જાણે છે ને! કે આ દ્રવ્ય સહિયારું છે. માટે તેમાં તે કેમ ભાગ ન માગે?’ આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન સર્વે જાણે છે એમ રહે છે. તેથી તે એમ જાણે જે હું અન્યાય કરીશ તો શ્રીજી મહારાજનો રાજીપો મારા ઉપર નહિ રહે. માટે શ્રીજી મહારાજ કુરાજી થાય એવું હરિભક્ત ક્યારેય પણ કરે નહિ. એવા ભક્ત ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે.”

આમ વાત કરતા હતા તે વખતે મોહનલાલ નથુભાઈ બાપાશ્રી પાસે આવ્યા ને કહ્યું જે, “બાપા! કાલે આપને તથા સર્વ સંતોને મેં પ્રાર્થના કરી હતી જે મારે ઘેર શ્રીજી મહારાજની મૂર્તિ પધરાવવી છે. ત્યારે આપે મને કહ્યું હતું જે આવતી કાલે સારું મુહૂર્ત છે. તેથી હું તૈયારી કરી આપને તેડવા આવ્યો છું તો દયા કરી પધારો.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે.” એમ કહી સ્વામીશ્રી આદિ સંતોને તૈયાર થવા કહ્યું.

તે વખતે મોહનભાઈએ મહારાજની મૂર્તિને ગાદી-તકિયા તથા ભારે ભારે વસ્ત્ર પાથરીને ગાડીમાં પધરાવી, અને બીજી ગાડીમાં બાપાશ્રી તથા બન્ને સદગુરુઓને બેસાર્યા. હરિભક્તો કેટલાક સાથે ચાલતા હતા ને કેટલાક આગળ ઉત્સવ કરતા હતા એવી રીતે તેમને ઘેર ગયા. ત્યાં મહારાજની જય બોલાવીને સૌ બેઠા. તે વખતે મોહનભાઈએ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત વચનામૃતનું પારાયણ કરાવવાનો પોતાને સંકલ્પ હતો તે જણાવ્યો. ત્યારે સ્વામીશ્રીએ સંતો તથા હરિભક્તોને જુદાં જુદાં વચનામૃતનાં પાનાં આપીને પારાયણ વંચાવી તેમનો સંકલ્પ પૂરો કર્યો. પછી સમય થયો એટલે મૂર્તિની પ્રતિષ્ઠા કરી થાળ જમાડી આરતી ઉતારી જય બોલાવી. સંતો તથા હરિભક્તો અષ્ટક તથા કીર્તન બોલ્યા. તે વખતે ઘરમાં ને ફળિયામાં માણસની ભીડ ઘણી થઈ હતી. સૌને પ્રસાદી વહેંચાણી.

પછી બાપાશ્રીએ બન્ને સદગુરુઓને કહ્યું જે, “સ્વામી! હરિભક્તોનાં હેત તો જુઓ! સવારથી રાત સુધી નાના-મોટા સૌ વાંસે જ ફરે છે. મોક્ષના ખપ કેવા છે! સૌના મનમાં એમ જે આમ સેવા કરીએ, કે આમ રાજી કરીએ, એમ સર્વે ઉતાવળા થઈ જાય છે. અમે તો હરિભક્તોનાં હેત જોઈ ઘણા રાજી થઈએ છીએ; કેમ કે આવા દેશમાં રહી આવો સત્સંગ રાખવો તે બહુ મોટી વાત કહેવાય. ધન્ય છે આવા હરિભક્તોને!”

એમ કહી સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ દઈ બાપાશ્રી મંદિર પધાર્યા.

મોડું થઈ જવાથી આશાભાઈ બાપાશ્રીને ઠાકોરજી જમાડવા બોલાવવા આવ્યા ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીનિ કહ્યું કે, “સ્વામી! આ આશાભાઈ અમારો બહુ ખટકો રાખે છે. બિચારા મહિમાવાળા તેથી તાણ રહે; હું બધુંય જાણું છું.”

એમ કહી ઠાકોરજી જમાડવા પધાર્યા.  II ૭૭ II

The time was up for kathā so Bāpāśrī came in the assembly after having darśan of Ṭhākorjī. At that time, Sāṅwaldāsbhāī, Śivjībhāī, Goviṅdbhāī, etc. devotees decided to take photograph of the assembly. They told about it to the saints. Swāmī Īśvarcharaṇadāsjī told them to talk to Bāpāśrī about it. All devotees requested Bāpāśrī to allow them to take a photograph so that the memory of this divine assembly remains with them. Bāpāśrī said, “If one remembers constantly this assembly as it is, means photograph has been taken. One should keep constant memory that this assembly is divine luminous and of Akṣardhām, is of Anādi muktas and in the centre Mahārāj sits, thus great saints say. Photographs are recent discovery. Formerly the great Sadgurus, Mahā Muktas had divine sight (nirāvaraṇa) and used to be in trance. They used to sit under neem tree and used to see constantly Mahārāj along with the assembly of saints and devotees. Do like them, so the need for photograph will not arise.” Then devotees prayed and requested Bāpāśrī that they were ordinary devotees and could not do as muktas. Therefore, allow them so that the ordinary devotees, as well young children could get the memory of darśan. Then Bāpāśrī agreed and said that if the whole assembly sits he has no objection. Saying so, Bāpāśrī went to the homes of Maganbhāī, etc. devotees residing in the compound of temple to give darśan on their insistence and came back. In the assembly, devotees and saints were being arranged for the photograph. Bāpāśrī was made to sit in the centre, and beside him there was group of saints and devotees who had come with them. Some devotees stood behind. Many devotees younger and elder like Lālubhāī, Mahādevbhāī, Hīrābhāī, Mohanbhāī, Amīchaṅdbhāī, Somchaṅdbhāī, Gordhanbhāī, Goviṅdbhāī, etc. sat near one another. The photographer told all to sit without any movement for a minute and then he soon took the photograph. Bāpāśrī was pleased and said that only this much time! For the photograph, one has to sit in position. Similarly, if we have the same desire as Mahārāj and great Anādis wish, they may immediately put us in the happiness. Today Mahāprabhujī seems to be very much pleased. He has come to liberate innumerable jīvas. Mahārāj has much mercy on jīva. Great muktas have written about His mercy in scriptures. In the present time, Śrījī Mahārāj does the same work so one, who takes His shelter, will be fearless.  The tradition started by Him is neither seen nor heard. While he was talking thus a saint sitting at distance was singing to memorise a kīrtan. On hearing this, Bāpāśrī showed much pleasure and he was making movements with the rhythm with playing upon pinch and said that whosoever has love for God, this kīrtan-bhakti is the best. A kīrtan should be sung by remembering Mūrti. God and His muktas are much pleased when they hear kīrtans about signs, līlā, charitra, etc. what have we to do after coming in satsaṅg? We should know Śrījī Mahārāj supreme as He is and should be worshipped along with His glory. In all activities of ours, viz. walking, eating, drinking, we should remain engrossed in Mūrti. Mahārāj looks at us and knows everything- keep such understanding. Nothing is unknown to Mahārāj. Knowing thus pleasure of Mahārāj can be had. On that point, Bāpāśrī gave an example. In some village, three brothers were living together. They separated afterwards. One brother got old house in his part. After four or five years when he was renovating the house, he found a pot of money from the house. He called other two brothers and gave them their parts. His friends told him that his brothers had no knowledge of the hidden money and since he has got it from his house how his brothers can ask for their share. He told them that they had no knowledge but Śrījī Mahārāj knows that this wealth belongs to all. So how they could not ask for their shares? Thus, in the understanding of God’s devotee it always remains that God knows everything. So he knows that if he does injustice, Śrījī Mahārāj will not be pleased on him. Therefore, a devotee would never do anything so that Śrījī Mahārāj is displeased. God is pleased on such devotees. When Bāpāśrī was talking thus, Mohanlāl Nāthubhāī said to Bāpāśrī, “Bāpā! Yesterday I requested you and all saints that I wanted to install Mūrti at my house. Then you told me that it was good muhūrta on the next day. So I have made preparation and have come to fetch you. So please come with me.’’ Bāpāśrī agreed and asked Swāmīśrī, etc. saints to get ready. Mohanbhāī put Mūrti in the car on mattresses and cushions and on expensive clothes. In another car, he made Bāpāśrī and two Sadgurus sit. Some devotees who were going along were celebrating the occasion and reached his house. All sat there with Jay ghosh of Mahārāj. At that time, Mohanbhāī said that he had a saṅkalpa to arrange pārāyaṇa of Vachanāmṛt along with Rahasyārtha Pradīpikā Ṭīkā. Swāmīśrī gave different pages of Vachanāmṛt to saints and devotees and made them read, thus his saṅkalpa was fulfilled. At the time of muhūrta (auspicious time) Mūrti was installed, thāḷ was offered, āratī was performed with Jay ghosh. Saints and devotees recited aṣṭak and kīrtan. At that time, there was much rush inside the house as well outside in the compound, prasād was distributed to all. Bāpāśrī appreciated the love of devotees before two Sadgurus. From morning till late night, all young and old are moving  around us. How much need they have for salvation? All think that they perform sevā thus, please them thus and all become very eager. I am very much pleased seeing the love of devotees because to keep such satsaṅg in such region is a very great thing. ‘Well done you devotees’ saying so Bāpāśrī came to the temple after giving them blessing of keeping them all in Mūrti. Since it became late, Āśābhāī asked Bāpāśrī to offer meals to Ṭhākorjī. Then Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī that Āśābhāī cared much for him. He is eager because he has understanding of greatness. I know everything. Saying so, Bāpāśrī came to offer meals to Ṭhākorjī. || 77 ||