Gujarati / English

બપોરે મેડા ઉપર આસને બાપાશ્રી દયા કરીને વાત કરવા લાગ્યા જે, “જ્યારે મહારાજ અને મોટા મુક્ત મનુષ્ય રૂપે દેખાતા હોય ત્યારે તેમનામાં મનુષ્ય જેવા બધા સ્વભાવ જણાય. તેમાં પણ ક્યારેક અજ્ઞાનીપણું જણાવે, ક્યારેક કાયરપણું જણાવે, ક્યારેક પરતંત્રપણું જણાવે, ક્યારેક રોગીપણું જણાવે તેથી વિમુખને મોહ થાય છે ને હરિભક્ત તો ચરિત્ર જાણીને આનંદ પામે છે.”

પછી બોલ્યા જે, “આપણે સત્સંગમાં દિવ્ય ભાવ રાખવો. કોઈ અવળું વર્તતું હોય તો તેને સમજાવવું. તે જો માને તો ભલે, નહિ તો તેને હાથ જોડીને છેટે રહેવું, પણ વચ્ચે શેરડા પાડવા નહિ. એક સરખું રહેવું.”

પછી કાળીદાસભાઈએ પૂછ્યું જે, “બાપા! ધ્યાન-ભજન કરવા બેસીએ છીએ ત્યારે ઊંઘ આવે છે ને આળસ બહુ થાય છે, તેનું શું  કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહિમાની કસર છે તેથી એમ થાય છે. આ જીવને ખાવા-પીવાનું સર્વે સાનુકૂળ હોય તોય ભગવાન ભજી ન શકે. એ તો અજ્ઞાન જ કહેવાય. કેટલાક મોટા મુક્તની પાસે હોય ત્યાં સુધી ઠીક રહે, પણ ઘેર જાય એટલે એવા ને એવા થઈ જાય. તે જો મહારાજને અને મોટાને અંતર્યામી જાણે ને મહારાજની અને મોટાની બીક રાખે તો સારું રહે. મોટા મુક્તના શબ્દ સર્વે નિશાન ઉપર જ હોય. નિશાન તે શું? તો શ્રીજી મહારાજની મૂર્તિ. તે મૂર્તિ વિના એકે શબ્દ એમના હોય નહિ. મહારાજ તથા મોટાને વિષે ભૂંડો ઘાટ થાય, અગર સ્ત્રી આદિકના ભૂંડા ઘાટ થાય તે વખતે મહારાજને અને મોટાને પ્રાર્થના કરવી તો આપણું ભક્તિરૂપ ધન, જે જે રળીએ તે પૂરેપૂરું ખજીને પડતું જાય અને આ કહ્યું તેમ ન થાય તો પૂરેપૂરું ખજીને ન પડે. માટે મહારાજને તથા મોટાને નિરંતર સંભારવા, તેમનો જોગ સદાય રાખવો. તે તો જેમ વાછરડું તેની માને સામું ધાવે ને જેવું બળિયું થાય અને વૃદ્ધિને પામે; તેવું છે, એમ જાણવું. મોટા મુક્ત તો જીવને સંકલ્પ માત્રે સુખિયો કરી મૂકે છે, પણ તેની જીવને ખબર પડતી નથી.

“જેમ આ લોકમાં કોઈ મોટા વાંકમાં આવ્યો હોય ત્યારે તેને ફાંસીનો હુકમ થાય છે તે વખતે તેનાં સગાં રાજા પાસે જઈને શોર-બકોર કરે અને બોલ બોલ કરે તો તેની વાત કોઈ ધ્યાનમાં લે નહિ અને એ ગુનાથી છૂટે પણ નહિ. તે વખતે જો મોટા બારિસ્ટર એક જ સવાલ કરે તો તે સવાલને ધ્યાનમાં લઈને રાજાને તેને છોડી મેલવો પડે. તેમ મોટા મુક્ત છે તે જીવને સંકલ્પ માત્રમાં છોડાવે છે; પણ તે વિના બીજાં ગમે તેટલાં સાધન કરે, બીજાની સહાયતા મેળવે, પણ તે જીવ માયાના પાશલાથી મોટાના શરણે થયા વિના છૂટે નહિ. એવા મોટા અનાદિમુક્ત છે તે તો શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં ગુલતાન થકા જેમ રહ્યા છે તેમ ને તેમ જ સદાય છે અને બોલે છે, ચાલે છે, ક્રિયા કરે છે, અતંર્યામીપણે કોઈને વાત કરે છે, ઐશ્વર્ય દેખાડે છે, કોઈને અતંર્યામીપણું જણાવે છે; એ સર્વે ક્રિયા કરતાં દેખાય છે, પણ તે ક્રિયાઓ બધી મહારાજની ઈચ્છાથી થાય છે એમ જાણી દિવ્ય ભાવ રાખવો.”

પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, “બાપા! મહારાજનાં ચરિત્ર વિષે સંશય કરવો નહિ એમ કહ્યું  છે, તે અત્યારે મહારાજનાં કયાં ચરિત્ર સમજવાં? અને તે મનુષ્યચરિત્રને વિષે દોષ ન પરઠવો એમ પણ કહ્યું છે તે અત્યારે મહારાજની મૂર્તિઓ છે તે શું મનુષ્યચરિત્ર કરે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજે જે જે મનુષ્યચરિત્ર કર્યાં હોય તેનું વર્ણન થતું હોય તે સાંભળીને તેને વિષે દિવ્ય ભાવ લાવવો, પણ દોષ ન પરઠવો અને અત્યારે શ્રીજી મહારાજની મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન પોતે જ છે એમ માનવું. અને મૂર્તિનાં ઘરેણાં, વસ્ત્ર વગેરે કોઈ લઈ જાય તોય તેમાં અવગુણ ન લે જે મૂર્તિ ધાતુ, કાષ્ઠ, પાષાણાદિકની છે એવો ભાવ ન લાવે અને એમ ન થાય જે પોતે પ્રત્યક્ષ બિરાજતા હોય તો ચોરને કેમ લેવા દે? એમ નાસ્તિકભાવ ન આવે. વળી સંભારે ત્યારે દર્શન દે અગર ન દે, દુઃખ હોય તે ટાળે અગર ન ટાળે, તોય અવગુણ ન આવે, ને દોષ ન પરઠે કે ભગવાન સત્સંગમાં પ્રગટ હોય તો કેમ ન આવે? અને કેમ દુઃખ ન ટાળે? પણ એ તો ભક્તની ધીરજ જોતા હોય અથવા કસર ટાળતા હોય, એમ અત્યારે જાણવું. સત્સંગમાં વિષમ દેશકાળ જેવું જણાતું હોય ત્યારે પણ સમજણ ન હોય તો દોષ પરઠાય જે ભગવાન પ્રત્યક્ષ હોય તો આમ કેમ થાય? એવાં મનુષ્યચરિત્ર પ્રાકૃત જેવાં લાગે તેને વિષે પણ દિવ્ય ભાવ રાખવો ને એમ સમજવું જે સર્વ કર્તા-હર્તા મહારાજ છે, તે તેમની મરજી હશે તેમ કરતા હશે અને જે કરતા હશે તે સારું જ કરતા હશે. એમ રહે તે અત્યારનાં ચરિત્ર કહેવાય તેને વિષે દોષ પરઠ્યો ન કહેવાય. જે ચમત્કાર-ઐશ્વર્ય જોઈને મહારાજનો અને મોટાનો નિશ્ચય કરે છે તે કરતાં જેને વિશ્વાસે કરીને નિશ્ચય થાય છે તે શ્રેષ્ઠ છે.”

પછી એમ બોલ્યા જે, “આપણા ઉપર કોઈ દ્વેષ રાખતા હોય, પણ જો આપણા જેવું કામ પડે તો તેના કૃત્ય સામું જોવું નહિ. આપણાથી બને એટલું તેનું સાચા દિલથી સારું કરવું. એવી ભગવાનના ભક્તની રીત છે.”  II ૭૮ II

In the afternoon, Bāpāśrī, sitting on the first floor of temple on his seat, showing his favour, talked. He said, “Whenever Mahārāj and great muktas appear in human form, their behaviour would be like a human being. Even in it when some times they may show ignorance, sometimes cowardice, sometimes dependence, sometimes illness, etc. the averse will be confused, whereas the devotee will become joyful on knowing their peculiar behaviour. We should keep divine feeling in satsaṅg. If someone behaves adversely, try to persuade him. If he realises it is all right otherwise be away from him by folding hands, but do not develop hatred for him. Always remain unaffected.

          Kālīdāsbhāī asked, “Bāpā! While doing meditation or prayer (bhajan) we feel sleepy and idleness. What is the reason of it?” Bāpāśrī said, “This is because, there is shortcoming in the understanding of greatness. This jīva may have everything favourable for survival, even then it cannot worship God. This is only ignorance. Some, when they are near great muktas everything is all right, but after going home they become as they are. If they know Mahārāj and muktas as omniscient and if they fear Mahārāj and muktas it will be good. The words of great muktas are always on the aim. What is aim- it is Mūrti. Not a single word of theirs will be without Mūrti. Whenever we have averse thought for Mahārāj and muktas or for woman etc., we should pray to Mahārāj and muktas so that our wealth in the form of devotion (bhakti) will all go in the treasure and in case if it is not done, everything will not go in the treasure. Therefore, constantly remember Mahārāj and muktas. Always have their association. It is like a calf sucks its mother and becomes strong and grows– know thus. Great muktas make jīva happy in a saṅkalpa only. But jīva does not know it. When someone commits big crime, he will get capital punishment. His relatives may make hubbub before the king but they will not be heard and the criminal will not be pardond. But at that time if a barrister raises a legal point in favour of the criminal, the king will have to pardon him. Similarly, great muktas gets jīva free by only a saṅkalpa. Without that he may do many means, may get help from others but jīva will not be set free from māyā without surrendering to muktas. Such great Anādi muktas always dwell in the happiness of Mūrti joyfully- they speak, walk, do activities, talks with someone invisibly, show supernatural powers, show their supremacy to some. They seem to be doing all these activities but they are done by the wish of Mahārāj, know thus and keep divine feeling.

           Saint Devjīvandāsjī asked Bāpāśrī, “It is said that feats-deeds (charitra) of Mahārāj should not be doubted –presently which should be understood as the feats of Mahārāj? Moreover we should not mistake of understanding it as human-feats. Are the Idols of Mahārāj doing human-feats presently?” Bāpāśrī replied, “Whatever human feats Mahārāj has done and when they are narrated, we should bring divine feeling by hearing it but should not find fault and should believe that Śrījī’s Mūrti of today is God Himself. If someone steals ornaments, clothes, etc. of Mūrti and if we do not think that Mūrti is made of metal, wood, stone, etc. and should not think how the thief can be permitted to steal if God Himself would have been in Mūrti, the feeling of atheism will not come. When you remember Him, He may or may not give darśan, He may or may not get you free from misery, even then you do not find fault with Him nor consider it as flaw and think that if God is present in satsaṅg, why He will not come and why He will not get you free from misery. He is testing patience of a devotee or may be trying to avoid his defect- know then thus. If one has no proper understanding, when there is adversity in satsaṅg he will find fault, and will doubt if God Himself is there how this can happen? Though such human behaviour may appear as uncultured, we should keep divine feeling and should know that doer of everything is Mahārāj. He may be doing it because it may be His wish and whatever He is doing must be doing good. This feat should be taken in the present context. Then it cannot be said that one has found fault. When one makes determination of Mahārāj and muktas by seeing their miracles and supernatural powers it is not so good as he makes determination for them with faith- it is the best determination. Then Bāpāśrī advised that even if one may be envying us, we should do his work when he needs our help without considering his deeds of the past. We should think good of him by heart. Such is the way of God’s devotee.|| 78 ||