Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મહારાજ તથા તેમના અનાદિમુક્તને વિષે દિવ્યપણું સમજવું અને દિવ્યપણામાં મનુષ્યપણું જાણવું, તે શું? તો તેમના દુઃખે દુઃખી અને તેમના સુખે સુખી થાવું, પણ મોટાને દુઃખ થતું હોય તો જાણે કે એમને શું ફિકર છે? એવું નિર્દયપણું ન રાખવું. એમ મોટા  મુક્તના દુઃખમાં ભાગ રાખવો.”

પછી એમ કહ્યું જે, “મોટા અનાદિના જે શબ્દ છે તે ઈન્દ્રિયો-અંતઃકરણ ઝીલી શકતાં નથી. એ શબ્દને તો જીવ ઝીલવા સમર્થ છે. માટે જે જે શબ્દ મોટા અનાદિ થકી નીકળે તેને શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી જીવમાં ઉતારી દેવા; તો કીટ મટીને ભમરી થઈ જાય છે તેમ તત્કાળ મોટાના જેવું થઈ જવાય છે. પણ જો ગાફલાઈ હોય તો શબ્દ જતા રહે.”

પછી એમ બોલ્યા જે, “એક હરિભક્તે ચરણારવિંદનું માહાત્મ્ય જાણીને સંત પાસેથી ચોરી લીધાં. તે સારા હરિભક્ત ગણાતા હતા, પણ એમ વિચાર ન થયો જે હું ચરણારવિંદનું માહાત્મ્ય જાણું છું; પણ જેનાં આ ચરણારવિંદ પાડેલાં છે તેનું તો માહાત્મ્ય કાંઈ સમજાણું નહિ અને ઊલટું કુરાજી થાય એવું ચોરીનું કર્મ કર્યું, માટે એમ કોઈએ ન કરવું. મહારાજ તથા મોટા અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો. જો રાત હોય ત્યારે એ દિવસ કહે તો દિવસ જ છે, અને દિવસ હોય ત્યારે કહે કે અડધી રાત છે તો રાત જ છે એમ બરાબર નિઃસંશયપણે માને; કેમ કે એમને દિવસ કે રાત્રિ એવું આવરણ નથી; એમ સમજે તો તે ખરેખરો વિશ્વાસી કહેવાય. પછી તેને મહારાજનું અને મોટાનું સુખ જેમ છે તેમ સમજાય.”

એ ઉપર શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહેવરાવ્યું હતું એ વાત કહીને બોલ્યા જે, “મહારાજ અને મોટા મુક્ત કહેતા હોય તે તો બરાબર હોય, સત્ય હોય, પણ જીવ જાણી શકે નહિ; કેમ કે મહારાજ અને મોટાની અલૌકિક દૃષ્ટિ અને જીવની માયિક દ્ષ્ટિ તેથી તેને તે વાતમાં ગમ પડે નહિ ને મોટાની વાતમાં ચાંચ ખૂંચે નહિ. જો તે એમ જાણે જે મોટા અનાદિ અને મહારાજ તો કેવળ જીવના રૂડા માટે જ પધાર્યા છે, તેથી જીવનું બગડે નહિ એવું જ તે કહે. વળી તેમને જીવ થકી કાંઈ બીજો સ્વાર્થ સાધવો નથી ને જીવ ઉપર તેમને કાંઈ વેર નથી જે અવળે રસ્તે ચડાવે. એવી સમજણ ન આવે ત્યાં સુધી દુખિયો મટે નહિ. મહારાજ ને મોટા મુક્ત તો કેવળ જીવોનાં કલ્યાણ માટે પ્રવર્તેલા છે એમ સર્વે વાતમાં સમજે તો તેને કોઈ વચન માનવું કઠણ ન પડે, પણ પોતા જેવા જ મોટા મુક્તને સમજીને અજ્ઞાન દૃષ્ટિએ સોતો એમનો જોગ કરે, તો તેને જે વાત સમજવાની છે તેની ઘેડ્ય ક્યાંથી બેસે! ન જ બેસે. માટે અનાદિને અને મહારાજને દિવ્ય જાણીને પોતાના અજ્ઞાનપણાને મૂકીને દર્શન, સ્પર્શ, જોગ, સમાગમ કરે તો ઠીક ગણાય. મોટા અનાદિ ને મહારાજ તે તો કૃપાસાધ્ય છે. તેમની અપાર દયા છે, કરુણાના સાગર છે.”

એમ કૃપા કરીને વાત કરી.  II ૭૯ II

Bāpāśrī, showing his favour, talked. He said, “We should have divine feeling for Mahārāj and Anādi muktas and in this feeling we should know their human behaviour- what is it? We should share their joy and sorrow but if muktas are in sorrow, we should not think that why they have worries. We should not be so harsh towards them. Thus, we should share their sorrows. The words of great Anādis are beyond the reach of senses and conscience (antaḥkaraṇ). The soul is capable to catch those words. Therefore, whatever words come out from the mouth of great Anādis should be taken deep in heart by listening, pondering, and contemplation. Just as a worm becomes a wasp. Similarly, one will become a mukta immediately; but if one is inattentive, he misses the point. A devotee stole footprint (charaṇārviṅd) from a saint knowing its importance. He was considered to be a good devotee but he did not think that though he knew the importance of footprint (charaṇārviṅd), he did not understand the greatness of Him (Mahārāj) whose footprints they were and he did the act of theft, which would have displeased Mahārāj. Therefore, no one should do like that. The greatness of Mahārāj and great Anādi muktas should be known much. If they say, it is day even though it is night, it is day only; and if they say it is midnight even though it is day, it is night only. If one believes without doubt, he is really faithful because they have no covering of day or night. Then only he will understand happiness of Mahārāj and muktas as it is. On this point, Śrījī Mahārāj has told Brahmānaṅd Swāmī about it. Bāpāśrī said, “Whatever Mahārāj and great muktas say must be all right and true but jīva cannot know it because jīva’s sight is māyik whereas sight of Mahārāj and muktas is divine so jīva cannot know in that thing, and the talks of muktas are beyond his wisdom. If he knows that great Anādi muktas and Mahārāj have come only for good of jīva so they would not say anything, which may spoil jīva. Moreover, they do not have any selfish motive because they do not have any enmity with jīva. So they will not lead him on a wrong track. Unless there is such understanding, jīva will not be happy. If one understands in all things that Mahārāj and great muktas are there only for the benefit of jīva, he will not find it difficult to believe in any word. But if he understands great muktas as he himself is and associate with them with ignorance, how it is possible to understand the talk, which he has to understand- not at all. Therefore, if he associates with Anādi and Mahārāj by darśan, touch, get attached to by giving up his ignorance and knowing them as divine, it will be proper. Great Anādi muktas and Mahārāj are compassionate. Their sympathy is limitless, ocean of compassion.” Thus, Bāpāśrī talked showing his favour. || 79 ||