Gujarati / English

કારતક સુદ-૧૧ને રોજ શ્રી નારાયણપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં તીર્થક્ષેત્રની વાત આવી.

ત્યારે બાપાશ્રી ‘अन्य क्षेत्रे कृतम् पापम्’ એ શ્લોક બોલ્યા અને કહ્યું જે, “આ તીર્થક્ષેત્ર. આહીં આવીને જે મહારાજનો અને અનાદિમુક્તની સભાનો અવગુણ લે તે તીર્થક્ષેત્રનું પાપ છે તે વજ્રલેપ થાય, પછી તેનો ક્યાંય પત્તો લાગે નહિ. જેને આ વાતની ખબર ન હોય તે અવગુણ લે.”

“અ.મુ.સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી ઠેઠ મૂર્તિમાં ગતિ કરે, કરાવે, અને મૂર્તિમાં રમે; એવા મોટા તેમને મંદવાડ આવ્યો ત્યારે બે સાધુ બાવડાં ઝાલે તે ઉંબરો આવ્યો ત્યારે અટકી રહ્યા. ત્યારે સાધુ કહે, ‘સ્વામી! કેમ પગ ઉપાડતા નથી? વાતો તો ઠેઠ અક્ષરધામ અને તેથી પર મૂર્તિમાં રસબસ રહેવાની કરો છો, કેટલાયને મૂર્તિમાં મૂકી દો છો અને પગ તો ઊપડતો નથી.’ એમ બોલ્યા. પણ મોટા તો હજારો જીવોના આત્યંતિક કલ્યાણ માટે મંદવાડ ગ્રહણ કરે છે. સાજા હોય તો તુંબડી પણ હાથે ભરે, પણ કોઈને ભરવા ન દે. આ તો મંદવાડ ગ્રહણ કરીને સેવા અંગીકાર કરે છે. માટે મોટાના મંદવાડ એવા છે. પણ એ તો મૂર્તિમાં રસબસ રહેતા હોય તેની ખબર ન હોય, પણ મંદવાડ જણાવે ત્યારે એમ જ હોય. અમારે પણ મંદવાડનું આ વર્ષમાં એવું થયું છે. મોટા મંદવાડ ગ્રહણ ન કરે તો એમની સેવા ક્યાંથી મળે? એટલા સારુ આ મંદવાડ ગ્રહણ કર્યો છે. આ દેહ એવો જ છે, પણ મહિમા સમજાય તો કાંઈનાં કાંઈ કામ થઈ જાય. અમને ધનજીભાઈએ આગ્રહ કર્યો, પણ મંદવાડને લઈને ઘેર જવાણું નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપને ક્યાં દેહ છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સમજવાનું તો એમ જ છે. મહારાજ ને મોટા તો સદા દિવ્ય જ છે. શ્રીજી મહારાજે અમદાવાદની ચોરાસી કરી તે પૃવૃત્તિને ટાળવા ઠેઠ ગણેશધોળકાની રાણ્યોમાં રહ્યા તે અધિક કે ઉત્સવ-સમૈયા કરવા તે અધિક?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “સમૈયા તો સાધારણ મુમુક્ષુના સમાસને અર્થે છે. મૂર્તિમાં તો અનાદિમુક્ત પહોંચાડે. સમૈયામાં તો વૃત્તિ ફેલાઈ જાય.”

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “પામર, વિષયી તથા મુમુક્ષુને મૂર્તિમાં કોણ લઈ જાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિમુક્ત લઈ જાય. અ.મુ.સદ્. ગોપાળાનંદ સ્વામીએ ગઢડાના મંદિર ઉપર ચડીને સંકલ્પ કર્યો જે પ્રલય કેમ થતો હશે! ત્યાં તો ઝાડ અને ઘર ધબોધબ પડવા લાગ્યાં તેથી સ્વામીશ્રીએ તુરત સંકલ્પ બંધ કર્યો, એવા મહાસમર્થ હતા. એવાની સાથે જીવ જોડે તો તે મૂર્તિમાં લઈ જાય.”  II ૮ II

 

Sermon-8

          On the day of Kārtak Sud 11th, the 1st Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read in the assembly in the temple of Nārāyaṇapur. In it there is reference about a place of pilgimage. Bāpāśrī recited the maṅtra ‘Anya kṣetre kṛtaṁ pāpaṁ…’ (the sin committed at other places can be washed out in a pilgrimage centre; but the sin committed in a pilgrimage centre cannot be washed out) and said, “This place is a pilgrimage centre. After coming over here if one finds fault in Mahārāj and in the assembly of Anādi muktas, then it is to be considered to be a sin committed in a pilgrimage centre; and it is not erasable by any means whatsoever. The one, who does not know this, finds fault and then he is gone. Anādi Mukta Sadguru Śrī Gopālānaṅd Swāmī has a reach to Mūrti and is able to make others reach in Mūrti; and he sports in Mūrti. Though such great he was, when he became ill, two sādhus had to support him to help him walk; and when he came at the threshold of the door, he stopped. A sādhu ironicllay told him, ‘Swāmī, why do your legs not move? You talk about Akṣardhām and beyond it, you talk about remaining engrossed in Mūrti, you transport many devotees in Mūrti; but you are so unable that you cannot move your legs.’”

A mukta invites illness for the ultimate liberation of innumerable jīvas. When he is healthy, he would fetch water by himself and would not allow others to do it. By inviting illness, he accepts service rendered by others. Therefore, illness of a mukta is beneficial for others. Others do not know that he is engrossed in Mūrti, so they think about his illness. In my case during this year, it happened the same way about illness. If a mukta does not invite illness, how can devotees get opportunity to serve him?  It is for this purpose that a mukta invites illness. This body is subject to illness; but if greatness of a mukta is understood, liberation of many devotees can be accomplished. Dhanjībhāī insisted much to take me his home, but I could not go because of illness.” Swāmī Īśvarcharaṇadāsjī said to Bāpāśrī, “For you, this body does not exist.” Bāpāśrī said, “It is to be understood thus only. Mahārāj and muktas are always divine. Śrījī Mahārāj arranged chorāsī at Amdāvād. Then to avoid holding thoughts about that activity He stayed in the wood of rāyaṇ trees near village Gaṇeś Dhoḷakā. Which is preferable- to organise festivals and celebrations or to draw our vṛttis inward as Mahārāj did?” Swāmī Īśvarcharaṇadāsjī said, “Celebrations are meant for the good of ordinary aspirants. Only an anādi mukta can take us to Mūrti; whereas celebrations distract our vṛttis.”

          Swāmī Keśavpriyadāsjī asked, “Who will take wretched, passionate, and mumukṣu in Mūrti?” Bāpāśrī said, “Anādi muktas will take them. Anādi Mukta Sadguru Śrī Gopālānaṅd Swāmī climbed the temple of Gaḍhaḍā and had a saṅkalpa how the destruction takes place. No sooner did he think than the trees and buildings started falling. So Swāmī stopped his saṅkalpa soon. Such capable he was. If jīva gets attached to such mukta, he will take it into Mūrti. || 8 ||