Gujarati / English

રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું કે, “તમે સત્સંગ બહુ ખીલાવ્યો છે.”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! આ બધો શ્રીજી મહારાજનો અને આપના જેવા મહા સમર્થ અનાદિમુક્તનો પ્રતાપ છે. આપે દયા કરી છે તેથી સર્વેને શાન્તિ વર્તે છે. કોઈ થાકને કે ભૂખને ગણતા નથી.”

ત્યારે બાપાશ્રી કહે, “અહીંના હરિભક્તોને હેત ઘણું છે. આવા દેશમાં રહીને આવો સત્સંગ રાખવો તે તો મહારાજ ને મોટાનો રાજીપો હોય તો જ રહે. તમે પણ દાખડા ઠીક કર્યા છે. આ હીરાભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ જેવા તથા સૌ નાના-મોટા હરિભક્તો, સોરઠવાસી કડિયા તથા કચ્છના કણબી અને વેરણિયા આદિક કેવા સર્વે નિર્માની થઈ ગયા છે! અહીં કથા-વાર્તાનું સુખ સારું છે તેથી આવા ગુણ જણાય છે. કથા, વાર્તા, ધ્યાન, ભજનનો ખટકો રાખનારા ઉપર મહારાજનો રાજીપો ઘણો થાય છે ને મોટા મુક્તની પ્રસન્નતા પણ બહુ થાય છે. મહારાજનો તથા મોટા મુક્તનો રાજીપો થયો તેનાં સર્વે સાધન પૂરાં થયાં. એમની પ્રસન્નતા થઈ એટલે એ છતે દેહે મૂર્તિના સુખમાં પહોંચી ગયો.

“આપણે ઘેર અક્ષરધામ, શ્વેતદ્વીપ બધુંય છે. શ્વેતદ્વીપ તે શું? તો જે પાંચ વખત મહારાજ તથા મોટાને સંભારીને માનસી પૂજા કરે તેને મહારાજ પાંચ વખત દર્શન આપે છે એ શ્વેતદ્વીપ. બીજા અવતાર છે તે સર્વે મહારાજના સામર્થ્યને લઈને છે.

“આપણને મહારાજ બહુ મોટા મળ્યા છે. એમની દયા પણ બહુ જબરી છે. તે જુઓ તો ખરા! એવડા મોટા ભગવાન તે આપણી સાથે વાતો કરે, થાળ આપે, પ્રસાદી આપે, તે કેવડી બધી દયા! મહારાજ અને મહારાજના અનાદિમુક્ત તે તો એક સંકલ્પે અક્ષરધામમાં પહોંચાડી દે છે એવા સમર્થ છે. માટે મોટા અનાદિનો જોગ કરી લેવો. મૂર્તિમાંથી અનંત પ્રકારનાં સુખ આવે છે. એ સુખ ભોગવતાં કલ્પે કલ્પ વીતી જાય, પણ એ સુખનો પાર આવે નહિ. એ રસ અદભૂત છે, તે તેમની કૃપાએ મળ્યો છે. એ સુખ આપણે ભોગવવું.

“મહારાજ કહે છે કે, ‘અમે તો મોક્ષનો દરવાજો ઉઘાડો મૂક્યો છે, અમો ક્યાંય ગયા નથી. એવા ને એવા જ છીએ. વળી અમારા મોટા મુકતના શબ્દ સાંભળશે, સેવા કરશે, તેમને રાજી કરશે તેનું પણ કલ્યાણ થશે.’ આ ભરતખંડમાં આવો જોગ મળ્યો છતાં આ વાત હાથ ન આવી તો મનુષ્યદેહનું શું પ્રયોજન? અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં જોડાઈ જાય તો અનંત કોટિ બ્રહ્માંડને તથા માયાને દાબીને અક્ષરધામમાં પહોંચે. જેને સ્વામિનારાયણ મળ્યા તેને આ લોકની મોટપ તથા આબરૂનું કામ નથી, તેને તો મુક્તનો ખપ કરવો જોઈએ.

“મોટા તો મૂર્તિમાં સળંગ જોડાયેલા છે. આપણે જાણીએ જે બેઠા છે, સૂતા છે; એમ ન જાણવું. સદા દિવ્ય ભાવ સમજવો. કલેવર દેખાય છે તે તો નિમિત્તમાત્ર છે. એવા મોટા મુક્તને વિષે દિવ્ય ભાવ સમજવાથી દિવ્ય થવાય છે. આપણને લાગે જે એમનો પંચભૂતનો દેહ છે તેથી જમવા જોઈએ છીએ, તો એટલો મનુષ્યભાવ આવી જાય છે; પણ મોટા તો સદાય મૂર્તિમાં જ છે, અને અનેકને મહારાજની મૂર્તિનો સાક્ષાતકાર કરાવે છે. ને મનુષ્ય જેવા થઈને અનેકની સેવા અંગીકાર કરે છે તે સેવા સર્વે મૂર્તિના સંબંધે દિવ્ય થઈ જાય છે. તેને એ ભક્ત પામે છે. માટે મોટા મુક્તને વિષે ક્યારેય મનુષ્યભાવ પરઠવો નહિ. મોટા તો મહારાજની પેઠે સદા દિવ્ય જ છે એટલા માટે આવા મુક્તનો જોગ મૂકવો નહિ. આવા મોટા મુક્ત ભેળું બેસવા ક્યાંથી મળે? બીજા કોણ બેસવા દે? આવા અનાદિમુક્ત મૂર્તિમાં કિલ્લોલ કરનારા તેમનાં પગરખામાં પણ આ જીવને બેસવા ન મળે. તે આપણને દયા કરીને કહે કે આવો, અહીં બેસો! આમ સર્વે અક્ષરધામના દરવાજા ઉઘાડા મૂક્યા છે એમ જાણવું અને મોટાને વિષે કોઈ રીતે મનુષ્યભાવ કલ્પવો નહિ. ‘પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરતખંડમાં આજ’ એમ આપણે એવો વિવાહ થયો છે તેથી સર્વે અભયપદ પામ્યા છે, રસબસ થયા છે.”  II ૮૫ II

At night Bāpāśrī, sitting on the first floor of temple told Lālubhāī that he has developed satsaṅg very much. Lālubhāī said to Bāpā that it was all because of Śrījī Mahārāj and very powerful anādi mukta like him. Since he has shown mercy all are experiencing peace. Nobody cares for hunger, tiredness. Bāpāśrī said, “The devotees of this place have much love. Residing in such region and keep such satsaṅg is possible only if there is pleasure of Mahārāj and muktas. You have also put much efforts. How Hīrābhāī, Sāṅwaldāsbhāī, Amīchaṅdbhāī and all young or old devotees, masons of Soraṭh, Kaṇabīs of Kutch and woodcutter, etc. have become very humble. These attributes are seen because of love for lot of kathā-vārtā. He who is eager for kathā-vārtā, meditation, bhajan, has much pleasure of Mahārāj as well great muktas. He who gets the pleasure of Mahārāj and great muktas is fulfilled of his means. By that pleasure he reaches in the happiness of Mūrti with his physical body. There is Akṣardhām, Śvetdwīpa, etc. everything at our place. What is Śvetdwīpa? The one who does mental worship five times remembering Mahārāj and muktas gets darśan of Mahārāj five times- it is Śvetdwīpa. The other incarnations are all because of Mahārāj’s power. We have got very great achievement is Mahārāj. His mercy is also very much. Just see! Such big Lord talks with us, gives prasādī etc. how much mercy! Mahārāj and His Anādi muktas are so capable that they can take us to Akṣardhām by their one saṅkalpa only. Therefore, get attached to great Anādi. Various kinds of happiness comes from Mūrti. Though billions of years may pass in enjoying this happiness, it will have no end. The enjoyment of that happiness is wonderful and has been got by their grace. That happiness we should enjoy. Mahārāj says that He has kept the door of liberation open. He further says that He has gone nowhere and He is as He is. Moreover, the one who listens to the words of His great muktas, serves them, pleases them, will be benefited. Such opportunity is available in this Bharatkhaṇḍa even then if it is not seized what is the use of this human body?  If one gets attached to Mūrti by experiential knowledge, he will reach Akṣardhām by overtaking infinite cosmoses and māyā. He who has met Swāmīnārāyaṇa has nothing to do with the honour or prestige of this world. He should opt for muktas. Muktas are constantly attached to Mūrti. We think that they are sitting, sleeping, etc. but do not think like that. Always have divine feeling. The body, which is seen is only pretext. By showing divine feeling for such great muktas, one can become divine. We think that since their body is made of five elements, they need food, that much we have human feeling for them, but muktas are always in Mūrti and get the  realisation of Mūrti to many and by becoming an ordinary human being, they accept service of many. That service becomes divine by the relationship with Mūrti. It is got by  devotees. Therefore, never have human feeling for great muktas. Muktas are always divine like Mahārāj; so attachment with such muktas should not be given up. How can one get such opportunity of sitting with great muktas? Who else will allow you to sit? This jīva will not get chance even to sit in the shoes of Anādi muktas who enjoys happiness remaining absorbed in Mūrti. They, by showing their mercy welcome us, offer a seat- thus they have kept open all doors of Akṣardhām. Know thus and never imagine human feeling in any form for muktas. ‘Puruṣottam vivāh thayo śubh Bharatkhaṇḍamāṅ āj’ (today Lord Puruṣottam has incarnated in this auspicious Bharatkhaṇḍa). Similarly, we are associated with Him so we all are secured and have become one with Him.” ||85 ||