Gujarati / English

ફાગણ વદ-૧૨ને રોજ નિત્યવિધિ કર્યા પછી બાપાશ્રી સંત-હરિભક્તોને મળ્યા ને જય સ્વામિનારાયણ કરી આસને બેઠા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ચંદનનો વાટકો લઈ બાપાશ્રીને ચર્ચવા આવ્યા. ત્યારે બાપાશ્રીએ તે વાટકામાં હાથ બોળી સ્વામી ઈશ્વરચરણદાસજીના ભાલે ચંદન ચર્ચ્યું ને વાટકો હાથમાંથી લઈ લીધો.

પછી સ્વામી વૃંદાવનદાસજીને ચંદન ચર્ચીને બોલ્યા જે, “આવો સંતો! તમારી પૂજા કરીએ.”

એમ કહીને સંતોને ચંદન ચર્ચવા લાગ્યા ને બોલ્યા જે, “આ અક્ષરધામમાં પૂજા થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે. આ સભા દિવ્ય તેજોમય છે. કોઈ રહી જશો મા. આ અવસર દુર્લભ છે.”

પછી કીર્તનની ટૂંક બોલ્યા જે, “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ આજ ધર્મવંશીને દ્વાર.”

એમ બોલી ચંદન ચર્ચતાં વળી કહ્યું જે, “કોઈ રહી જશો મા. આવા ક્યાંથી આવશે?”

તે વખતે એક સંત ઠાકોરજીનાં દર્શન કરવા ગયેલ તે આવ્યા. તેને ભાલે ચંદન ચર્ચી કહ્યું કે, “આ તો મંડળધારી છે.”

પછી પોતે એમ બોલ્યા જે, “સંત મંડળધારી કે ભગવાન મંડળધારી?”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, “બાપા! મહારાજ મંડળધારી. મુક્તનાં તો અનેક મંડળ.”

પછી બોલ્યા જે, “સ્વામી! કારણને ઓળખો છો? ‘સર્વેના કારણ શ્રીહરિ રે.’ કારણ એક મહારાજ, બીજું બધુંય કાર્ય. ‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન’ એવા સર્વોપરી મહારાજ છે. માટે શ્રીજી મહારાજ વિના ક્યાંય અટકવું નહિ. આવી વાતો આ સભામાં થાય છે. બીજે તો કોઈ કાંઈ કરશે ને કોઈ કાંઈ કરશે. કોઈ વેપાર કરશે, કોઈ બજર કૂટશે. કેમ મહાદેવભાઈ?”

ત્યારે મહાદેવભાઈ કહે, “બાપા! સાચી વાત છે. તમે દયા કરશો તો એ કાંઈ નહિ નડી શકે. આમ ને આમ સાથે રાખજો.”

ત્યારે બાપાશ્રી કહે, “બહુ સારું.”

પછી પાર્ષદ કુબેર ભક્ત  પૂજા કરી દર્શને આવ્યા તેના સામું જોઈને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ આપણી સેવા સારી કરે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “હા, એની સેવાને હું જાણું છું. મહારાજને સેવાભક્તિ ગમે છે. જીવને દિવ્ય ભાવ ન હોય એટલે દેહને ઘસારો ખમી શકે નહિ. જેથી સેવામાં કારસો આવે.”

પછી વળી એમ કહ્યું જે, “આવો લાભ અને આવી પ્રાપ્તિ થઈ છે તેને ભૂલીને કોઈ રાહુ-કેતુ જેવા સ્વભાવ મ રાખજો. કેટલાક રાહુ-કેતુ જેવા સત્સંગમાં હોય, તે પહેલાં તો સહુ ભેગા ભળી જાય, પણ પછી સ્વભાવ જણાવે. સ્વભાવ છે તે જીવને દુઃખ દે છે.”

એમ કહી અહીરાવણ-મહીરાવણની વાત કરી. પછી વળી લક્ષ્મણજીની વાત કરી જે, “તે રાવણની ગાદીએ જરાક બેઠા એટલામાં બુદ્ધિ ફરી ગઈ ને બોલ્યા જે, ‘આ કેનું નગારું વાગે છે? કોનું સૈન્ય છે? બોલાવો આપણા સૈન્યને, એના સૈન્યને મારી કાઢો.’ એમ ગમ વિના ગાદીએ બેસતાં થયું. પછી વિચાર હાથ આવ્યો ત્યારે પસ્તાવો બહુ કર્યો. તેમ સ્વભાવને વશ થઈ જાય તે ટાણે કાંઈનું કાંઈ બોલાઈ જાય. ને રાહુ-કેતુ જેવા માંહી પ્રવેશ કરે ત્યારે માથાં ફેરવી નાખે ને સુખ બધું ખોઈ નાખે, એવા જીવ અવળા છે. માટે સૌ ઓળખજો. આ સભાનો દિવ્ય ભાવ આવે તો એ કોઈ નડી શકે નહિ. જુઓને! જાગ્યા ત્યારથી આઠવાર તો સૌના પર હાથ ફર્યા એ કાંઈ થોડી વાત નથી. આવો લાભ મનાય તો અહો! અહો! થઈ જાય. મહારાજે સંતના મંડળ બાંધ્યા છે તે કથા-વાર્તા કરવા અને દેશમાં ફરવા. આ તો સ્થિતિ થઈ ન હોય ને ‘હમ બન ગયે રાજા’ એમ માનીને બેસે છે, એમ સદગુરુ નિર્ગુણદાસજી કહેતા. એ સ્વામીનો હું સેવક છું.”

પછી સ્વામીશ્રીએ મણિલાલભાઈનો કાગળ ચરણારવિંદ પધરાવવા સંબંધી આવેલ તેની વાત પૂછી.

ત્યારે બાપાશ્રી કહે, “ત્યાં તો જવું જોઈશે.”

પછી એક સાધુની છાતીએ હાથ ફેરવીને બોલ્યા જે, “કહો તો અહીં પગલાં પધરાવી દઈએ. સાધનદશાવાળાને આ સલો છે. સિદ્ધદશાવાળાને તો મૂર્તિરૂપી ખજાનો. આપણે પાકો સિદ્ધાંત એ છે કે હૃદયમાં પધરાવી દેવા. મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ તે જેટલાં રૂપ એ સર્વે દિવ્ય મૂર્તિઓ. તે મહારાજ ભેગા અનંત એટલે જેટલી મૂર્તિઓ એટલાં પગલાં થયાં. એમને છેટા રાખીને રખડે તો આ લાભ ન મળે. બીજે તો લાંબા વિધિ ને લાંબા કૂટારા. જુઓને વૈરાટનારાયણ કેવડાં! એના દિવસ, વરસ ને માસ કેવડા! કામ પણ કેવડાં! એનો પાર ન આવે તેવું છે. તો આ તો પરભાવની વાત.

“આ લોકમાં કેટલાક સમજ્યા વિના કહે છે કે, ‘હે ત્રણ લોકના નાથ!’ તે ત્રણ લોક કયા? તો પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. આપણે એ વાત પરભાવની છે, એમાં તો અક્ષરકોટિથી પર એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ છે; પણ અવરભાવવાળાને એ હાથ ન આવે. મહારાજની પાઘ ન્યારી, તેમ રીત ન્યારી, મૂર્તિ ન્યારી, કૃપા ન્યારી. એ વાતમાં ગતિ પહોંચે પછી તો એ મૂર્તિના સુખ વિના સંકલ્પ પણ ઊઠે નહિ. નવાં નવાં સુખ ઈચ્છે તે મહારાજ પમાડે, ક્યારેય તૃપ્તિ ન થાય.”

એમ કહીને સંતો સામું જોઈને રમૂજે યુક્ત વચન કચ્છી ભાષાનું બોલ્યા જે, “સંતો! અસાંજી તો એડી ગાલ્યું આહે (અમારે તો એવી વાતો છે). અમે તો રાત-દિવસ મૂર્તિનો જ વેપાર કરીએ છીએ. પણ આવી વાત ન સમજ્યા હોય ને રાહુ-કેતુ જેવા નબળા સ્વભાવ મૂક્યા ન હોય તો માથાં ફેરવી નાખે, તે કાંઈનું કાંઈ બોલે.”

એમ કહીને બોલ્યા જે, “કાળી તલાવડીએ એક સાધુએ અમને કહ્યું જે, ‘આ સ્થાનમાં કોઈને વાસના રહે તો?’ તે સાંભળીને અમે કહ્યું જે, ‘આમાં વાસના રહે તો શું ખોટી?’ એમ અમને ભેગા ગણીને આવી વાત કરેલ. આવું ઊંધું સમજે છે, તોય અમે એવું કાંઈ મનમાં લાવતા નથી. અમે તો એનેય જમાડીએ છીએ, કલ્યાણ પણ કરીએ છીએ, એવી અમારી આવડત છે.”

પછી આશાભાઈ આવ્યા તેની પ્રશંસા કરીને કહ્યું જે, “આ બાપડો મારી સેવા બહુ કરે છે. એને ઊંઘ કે થાક નડતાં નથી. મહિમા જાણ્યો હોય તેને દેહનો કારસો વેઠવો કઠણ ન પડે.”     II ૮૭ II

Sermon-87

          On Fāgaṇa Vad 12th Bāpāśrī after performing his daily routine met saints and devotees and greeted them with Jay Swāmīnārāyaṇa and sat on his seat. Then Swāmī Īśvarcharaṇadāsjī brought sandalwood paste for applying to Bāpāśrī. Bāpāśrī applied sandalwood paste on the forehead of Swāmīs Īśvarcharaṇadāsjī and took away from him utensil containing sandalwood paste. Then he applied it to Swāmī Vṛṅdāvandāsjī and told saints to come near so that the pūjā could be done. Saying so, he applied paste to saints and said, “This pūjā is being performed in Akṣardhām. In every Muni there are groups of Munis. This assembly is divine luminous. Let nobody be left out. This occasion is rare.” Then he recited a devotional song. ‘Jene joīe te āvo mokṣa māgvā, āj dharmavaṅśīne dwār’ (whoever wants liberation, come, come, today to Śrījī Mahārāj). After reciting song while applying paste he said let nobody be left out. Where will come such muktas from? At that time a saint who had gone for darśan of Ṭhākorjī came. Bāpāśrī applied paste on his forehead and said that he is the head of a group of saints. Then Bāpāśrī asked, “Is a saint or God the head of the group of saints?” Then Swāmī Vṛṅdāvandāsjī replied that Mahārāj is the head. There are many groups of muktas. Bāpāśrī said to Swāmī, “Do you know the cause? Cause of all is Śrī Hari. Cause is only Mahārāj. Everything else is activity. ‘Saune vaś karuṅ re sauno kāraṇ huṅ bhagvān’ (I attract all and I am God, cause of all). Mahārāj is such supreme. Therefore, one should not stop anywhere, excepting Śrījī Mahārāj. Such talks are being done in this assembly. At other places, some may do this and some may do that. Some may do business. Some may talk which is nonsense. Bāpāśrī wanted to get it confirmed from Mahādevbhāī. Mahādevbhāī agreed with Bāpāśrī and requested him to show his mercy so that nothing can become an obstacle. He further requested Bāpāśrī to keep all with him like thus. Bāpāśrī said all right. Then Parṣad Kuber Bhakta, after performing pūjā, came for darśan. Looking at him Swāmī Īśvarcharaṇadāsjī told Bāpāśrī, “That devotee performs our sevā nicely. Bāpāśrī agreed and said that he knew about his sevā and added that Mahārāj likes sevā-bhakti. Since jīva does not have divine feeling so it cannot bear wear and tear of body, so there is lethargy in sevā. Then again he said that such benefit and such achievement is there, forgetting it, no one should keep the nature like Rāhu-Ketu. Some who are like Rāhu-Ketu may be in satsaṅg. First of all they mingle with all and then they reveal their nature. This nature gives misery to jīva.” Saying so, the example of Ahirāvaṇa and Mahirāvaṇa was given. Then reference was given of Lakṣmaṇajī who sat for a while on Rāvaṇa’s throne, soon his intellect changed and asked, “Whose drum is being played? Whose army is it? Call our army and drive away their army.” Thus, it happened because of sitting on the throne without understanding. When he came to his senses he repented very much. Similarly, when one is caught hold by nature, anything may be spoken and nature like Rāhu- Ketu may enter and change the sense and loose all happiness. A jīva is such crooked.  Therefore, be cautious. If one has divine feeling of this assembly nothing can harm him. Just see! After waking up, all were blessed by putting hand on everybody’s head eight times- it is not a small thing. If such benefit is understood, it is more than enough. Mahārāj has formed groups of saints for the purpose of kathā-vārtā and who move about place to place. If such state is not there and one believes himself to be the king- Swāmī Sadguru Nirguṇdāsjī used to say thus, “I am the servant of that Swāmī.” Then Swāmīśrī asked about the letter of Maṇīlālbhāī in connection with installation of charaṇārviṅd. Then Bāpāśrī said that they would have to go there. Then Bāpāśrī touched the chest of a saint and said that if permitted, charaṇārviṅd be installed there. This is like remains of crop for seekers and for realised one it is the treasure in the form of Mūrti. Our firm principle is to install it in our heart. In Mūrti there are infinite engrossed muktas and their forms are all divine Mūrti. Infinite muktas are with Mahārāj means charaṇārviṅd are as many as there are Mūrti. If one wanders keeping aside Mahārāj, he will not get this benefit. Elsewhere ritual is more and work is more. Just see! How big Vairatnārāyan is! How long his day, year and month are! And how much work is also there! There is no end to it. This is talk of divine perspective. In this world, some people without understanding say oh! The Master of three cosmoses. Which are those three cosmoses? The turban which has been tied is different from three cosmoses. It is a talk of divine perspective. In it ekāṅtik, param ekāṅtik and Anādi are above Akṣarkoṭi. But those, who have view from the perspective of this world (avarbhāv) do not understand. Mahārāj’s turban is different, His way is different, Mūrti is different, grace is different- if this is understood, there will not rise any saṅkalpa excepting the saṅkalpa of Mūrti’s happiness. Mahārāj fulfils various kinds of happiness which one wishes but thirst is never satisfied.” Saying so, Bāpāśrī looking at the saints jokingly said, “My talks are like this. Day and night, I deal in Mūrti. If such talk is not understood and nature like Rāhu-Ketu is not given up, it would make us angry and may say anything.” Saying so, Bāpāśrī said that a saint asked me a question at Kāḷī Taḷāvaḍī, “What happens if some desire remains in this place?”  I (Bāpāśrī) said, “What is wrong if desire remains in it?” Saint has said this including myself in it. He understood contradictorily even then I do not take it seriously. He is also fed by me, liberate him also, such is my skill.” Then Āśābhāī came and he was praised by Bāpāśrī and said that he served him much. He does not care for sleep or tiredness. One who has understood importance of greatness will not find difficult to bear the suffering of body.” || 87 ||