Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે તો મૂર્તિના સુખમાં ઝીલવું, બીજું તાન ન રાખવું. આજ ભગવાન સોંઘા છે. મૂર્તિ ને મુક્ત તે વિના ક્યાંય અટકવું નહિ. આ લોકના ઠરાવ રાખનારને આવી વાતો મળે નહિ. આપણે તો આનંદમાં ને આનંદમાં રહેવું. એક મહારાજ ને તેમના અનાદિ તે વિના બીજે ક્યાંય ભાગ રાખવો નહિ. દેહ રહે ત્યાં સુધી આમ ને આમ વર્તવું. મહારાજને તથા અનાદિમુક્તને પળમાત્ર પણ મૂકવા નહિ. આમ સમજે નહિ તે ઈન્દ્રિયોના દેવ વરુણ, ચંદ્ર, સૂર્ય આદિ જાણે પણ આપણને તો મહારાજ મળ્યા તે બીજા દેવ ઊઠી ગયા. તેથી આપણા આપણા દેવ મહારાજ થયા છે. તે આત્મામાં મૂર્તિ રહે ત્યારે મહારાજ નેત્રથી જુએ, કાને સાંભળે, મુખે બોલે એમ બધી ઈન્દ્રિયોમાં મહારાજ રહે છે તોપણ ધામની અને મહારાજની વાટ જુએ, મુક્તની વાટ જુએ, જે ક્યાં હશે? પણ આત્મામાં છે તેને આકારે વૃત્તિ થતી નથી. જો એમાં વળગી રહે તો જેમ ફૂલની સુગંધી આવે છે તેમ મૂર્તિની અને મુક્તની ખુશબો આવે છે, પણ જીવનો સ્વભાવ ચટકાવાળો છે, તે ક્યારેક ચટકો લઈ લે.”

એમ કહીને બોલ્યા જે, “‘ગુરુ ગયા ગોકળ ને ચેલાને થઈ મોકળ’ એમ અહીં જોગમાં રહે ત્યારે ઠીક રહે અને છેટે જાય તો આજ્ઞા લોપી નાખે. માટે આવા કહેનારા છે, તે પછી ક્યાંથી મળે? આવા મોટા છે તે મહારાજના પડછંદા છે તે મહારાજની મરજી પ્રમાણે જ બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે તે સર્વે મહારાજની મરજી પ્રમાણે જ કરે છે. અહીં આદિમાં દેખાય છે, પણ અક્ષરધામમાં રહ્યા થકા જ દેખાય છે. માટે જોગ સારો છે, વખત સારો છે તે એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ. એમ આપણને મૂર્તિ અને મુક્તનાં મંડળ એવું દિવ્ય સુખ મળ્યું છે માટે દેહ છતે ભેગા અને દિવ્ય ભાવમાં પણ ભેગા જ છે; જરાય જુદાપણું નથી. અંત વખતે મહારાજ તથા મોટા લાખો પ્રદક્ષિણાઓ કરાવી, લાખો દંડવત કરાવીને મૂર્તિના સુખમાં લઈ જશે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “દંડવત-પ્રદક્ષિણાઓ શી રીતે કરાવશે?”

ત્યારે બાપાશ્રી કહે કે, “એવું જ્ઞાન આપીને સંકલ્પે કરીને કરાવી દેશે. અને મૂર્તિમાં રસબસ કરી અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દેશે, માટે વિશ્વાસ દૃઢ રાખવો. મોટાનો જોગ સમાગમ કરવાથી મોટા મુક્ત જીવને પોતાના જેવા કરે છે. તે કેવી રીતે? તો મોટાની સાથે નિર્મળ મને જોડાવાથી મોટા અનાદિ આ જીવને દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, એ સર્વેમાંથી મુકાવીને બ્રહ્મરૂપ કરી દે એટલે છતે દેહે જ બ્રહ્મરૂપ કહેવાય. આ તો કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. આ સભા શ્રીપુરુષોત્તમ ભગવાનની છે. તેથી આ સહેજમાં મોક્ષ થાય છે, માટે આ લાભ લઈ લેજો.

“શ્રીજી મહારાજ સત્સંગમાં બિરાજે છે ને જુએ છે. આવા ભગવાન, આવા સંત, આવો ધર્મ ધુરંધર માર્ગ, અષ્ટસિદ્ધિ, નવનિધિ એ બધુંય છે, તો પણ જીવને ગમે તેમ વર્તવું અને મોટા પુરુષનાં વચન મનાય નહિ તથા મહારાજની આજ્ઞા પળે નહિ એટલું દુઃખ છે. આ સત્સંગમાં શા માટે ભેગા થયા છીએ? મોક્ષને માટે કે બીજાને માટે? શ્રીજી મહારાજના સિદ્ધાંત અને આજ્ઞા પ્રમાણે ગૃહસ્થને તથા ત્યાગીને વર્તવું; તો દુખિયા થવાય નહિ. સત્સંગમાં પડ્યા હોય ને ઈન્દ્રિયોને લાડ લડાવ્યા કરતા હોય તે શોભે નહિ; કેમ કે ઈન્દ્રિયો તૃપ્ત થાય એવી નથી. સુખમાં સુખ તો શ્રીજી મહારાજની મૂર્તિ છે, તે કારણ મૂર્તિને બાઝવું. તે થાય નહિ ને આ લોકનાં સાધન કરવા માંડે તેથી શું? તે તો દહાડા કાઢવા જેવું છે, સાધનથી કાંઈ નથી. ખરું સુખ તો મહારાજની મૂર્તિમાં છે, બીજે સુખ નથી.

“આ જોગ ને આ વખત સારો છે. માટે નિયમ રાખી કથા-વાર્તા કરવી. સત્સંગમાં એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમુક્ત પણ વિચરતા હોય; માટે તેમનો જોગ કરી દિવ્ય સુખ ભોગવવું. માનરૂપી રોગ, લોભરૂપી રોગ, કામરૂપી રોગ, એ સર્વે મૂકીને મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવું; એ વસ્તુ સત્ય છે. મહારાજનું ધ્યાન કરવા બેસે ને મન તો ક્યાંય ફરતું હોય એવું ધ્યાન ન કરવું. મહારાજ કહે છે કે, ‘સત્સંગ દિવ્ય છે માટે સૌના ધર્મ સહુએ સંભાળવા. સત્સંગ સમુદ્ર જેવો છે તે આજ્ઞા પ્રમાણે ન વર્તે તો મડદું બહાર કાઢી નાખે.’ મોટા મોટા સંત જે રસ્તો બાંધી ગયા છે તે રસ્તે આપણે ચાલવું, નહિ તો મહારાજ છેટા થઈ જાય. શ્રીજી મહારાજની સન્મુખ દૃષ્ટિ રાખવી. મહારાજ દિવ્ય છે. ‘જરા પણ આજ્ઞા લોપીશ તો તે કુરાજી થશે’ એવું જાણપણું નિરંતર રાખવું. મૂર્તિમાં જોડાઈ જવાય એટલે દેહનું દુઃખ રહે નહિ.

“અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ બધી મૂર્તિઓ છે, એમ જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. મૂર્તિઓને ચિત્રામણની કે પાષાણાદિકની ક્યારેય જાણવી નહિ. સદાય દિવ્ય છે. પણ જીવનો સ્વભાવ એવો છે તે નવા નવા ઘાટ કરે છે. આપણે તો સદાય નૈમિષ્યારણ્ય ક્ષેત્ર છે, કેમ કે મહારાજ તથા મોટા આ સત્સંગમાં વિચરે છે. ત્યાગીને તો મહારાજે ગામમાં વન કરી દીધાં છે. તોપણ કથા-વાર્તામાં રુચિ ન હોય તેમાં રૂડા ગુણ આવે નહિ એમ જાણવું. આપણે શ્રીજી મહારાજને પામવાનો વેપાર કરવા બેઠા છીએ તે રાતમાં ઊઠી ઊઠીને ધ્યાન કરવું.”  II ૮૮ II

Bāpāśrī, showing his favour, talked. He said, “We should grasp the happiness of Mūrti and should have no any other attraction. Today God is easily available. We should not stop anywhere excepting, Mūrti and muktas. The people who care for this world will not get such talks. We should remain only in joy. We should not keep our share anywhere excepting only in Mahārāj and His Anādi muktas. We should remain thus, till this body is there. We should not leave Mahārāj and Anādi muktas even for a moment. The one who does not understand that knows Varuṇa, the moon, the sun, etc.  deities of senses but we have met Mahārāj so other deities have gone away. Therefore, Mahārāj has become our God. When Mūrti dwells in the soul, Mahārāj sees with our eyes, hears with our ears, speaks from our mouth, thus Mahārāj dwells in all our senses, even then one waits for Akṣardhām, Mahārāj, muktas; and thinks where they are. Mūrti is in the soul even then the tendency does not realise in that form. If he sticks to it, he will have fragrance from Mūrti and muktas as there is fragrance from flowers, but the nature of jīva is like sting so sometimes it stings. Saying so Bāpāśrī said that ‘Guru gayā gokaḷ ne cheāne thaī mokaḷ” (Guru went to Gokul and hence his disciple became free). Thus, when they are in contact, it is all right and when they are away from contact, they violate the command. There are such  preachers; so how they can be available afterwards. Such muktas are Mahārāj’s echo and they do every activity viz. speaking, walking, eating, drinking, etc.  according to wish of Mahārāj. They are seen here but they are seen from Akṣardhām where they dwell. Therefore, the opportunity is good, time is good and in every Muni there are groups of many Munis. Thus, we have got divine happiness of Mūrti and group of muktas. Therefore, they are with us in present time and also with us in the divine feeling. There is no separation at all. At the time of death Mahārāj and muktas will take us in the happiness of Mūrti by making us do thousands of pradakṣiṇā (going round and round around idol of God) and making us prostrate thousands of times. Then Swāmī Īśvarcharaṇadāsjī asked, “How will they make us prostrate and do pradakṣiṇā?” Bāpāśrī said that by giving such knowledge and by a saṅkalpa. And by making them engrossed in Mūrti they will be merged in the cadre of anādi mukta. Therefore, keep firm faith. By coming in cantact with muktas and associating with them great muktas make jīvas like themselves. How? By associating with muktas with pure mind, great Anādi makes this jīva the form of Brahma by making jīvas free from body, senses, conscience, gods, etc.- means it is called the form of Brahma even presently having body. We have met the one who showers grace. This assembly belongs to Lord Puruṣottam so liberation is easily possible; therefore, take this benefit. Śrījī Mahārāj shines in satsaṅg and looks. There is everything- such God, such saint, such religion, such path of Dharma Dhuraṅdhar, eight siddhis, nine niddhis, etc. even then jīva behaves haphazardly, and has no faith in the words of great man. Moreover, commands of Mahārāj is not obeyed- it is a sorry state. Why have we gathered in this satsaṅg– for liberation or for something else? If householder and renunciant behaves according to the principles and commands of Śrījī Mahārāj, one will not be unhappy. It is not advisable for those who are in satsaṅg to pamper senses because thirst of senses cannot be quenched. The happiness of happiness is Mūrti.  One should stick to causal Mūrti.  It is not done and one begins to do the means of this world- so what? It is just like passing time. Nothing can be achieved by means. The real happiness lies in Mūrti- there is no happiness elsewhere. This opportunity and time is very good. Therefore, continue doing kathā-vārtā regularly. ekāṅtik, param ekāṅtik, and Anādi muktas move about in satsaṅg. Therefore, enjoy divine happiness keeping their association. Give up disease in the form of honour, greed, passion and join in the form of Mahārāj. It is the truth. One sits to meditate on Mahārāj but his mind is elsewhere- do not do such meditation. Mahārāj says that satsaṅg is divine. Therefore, all should remember their duty. Satsaṅg is like the sea. If one does not behave according to commands, it will throw away the dead body. The path which has been constructed by great saint should be followed by us, otherwise Mahārāj will be away from us. We should keep our sight in front of Mahārāj- Mahārāj is divine. One should constantly remember that if he violates the commands even a bit of it, He will be displeased. If one get attached to Mūrti, the unhappiness of body will not be there. If one knows that all these Mūrtis are the same as are in Akṣardhām, he will have to do nothing. Never take these Mūrtis as made of stone or painting- they are always divine. But the nature of jīva is such that it always thinks different thoughts. For us it is always the area of naimiśāraṇya because Mahārāj and muktas move about in this satsaṅg. Mahārāj has made woods (temples) in the village for renunciant. Even if there is no inclination for kathā-vārtā, he will not imbibe virtues-know thus. Our main work is to realise Śrījī Mahārāj so start meditating during night by waking up often.” || 88 ||