Gujarati / English

કારતક સુદ-૧૧ને રોજ સાંજના સભામાં પ્રથમ પ્રકરણનું ૨જું વચનામૃત વંચાતું હતું, તેમા વૈરાગ્યની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રકૃતિ પર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય; અને પ્રકૃતિ પર અક્ષર પર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું તે વૈરાગ્ય ખરો કહેવાય. તેમ જ જ્ઞાન પણ ઘણાં પ્રકારનાં છે, પણ અનુભવજ્ઞાન થાય તે ખરું. મૂર્તિમાં રસબસ રહેવું તે અનુભવજ્ઞાન કહેવાય. ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મીસરી પયમાંહી ભળી’ એમ મૂર્તિમાં જ રહેવું, પણ બહાર નીકળવું જ નહિ. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ; કાંઈ જોઈએ નહિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ. મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ. કોઈ પ્રકારનો ઠરાવ જ નહિ; એક મૂર્તિ જ રહે. આપણને કોઈ કહે કે, ‘આવો ભક્ત!’ ત્યારે એમ સમજવું કે આપણે ભક્ત સંજ્ઞામાં નથી, આપણી તો મુક્ત સંજ્ઞા છે; અનાદિમુક્ત છીએ. એ બે સંજ્ઞા આપણી છે. પાર્ષદ ધોળે લૂગડે હોય તેને ભક્ત કહે છે, પણ અંતરમાં આપણે મુક્ત સમજવા. તમે સાધુ છો તે તમને કોઈ ભક્ત કહે તો કેવું લાગે?  માટે આપણે તો તેમને મુક્ત સમજવા. એ સાધુ થાશે ત્યારે સાધુ કહેવાશે, પણ ભક્ત નહિ કહેવાય; માટે  સાધુને  પણ  મુક્ત  કહેવા.  સાધુ  ધામમાં  જાય તો મુક્ત ધામમાં પંહોચ્યા; એમ કહેવું તે ઉત્તમ છે.”

પછી પ્રથમ પ્રકરણનું ૪થું વચનામૃત વાચ્યું, તેમાં નારદજીની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નારદજી દ્વારકા કેમ ગયા હશે?”

ત્યારે સંત બોલ્યા જે, શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ગયા, ત્યારે નારદજી પણ સાથે ગયા હતા.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “અહીં એક સાધુ અમદાવાદથી દ્વારકા જવા આવ્યા હતા. તેમને અમે સમજાવ્યા, પણ માન્યું નહિ ને બોલ્યા જે, ‘મહારાજની આજ્ઞા છે.’ પછી અમે કહ્યું જે, ‘દ્વારકાનો અર્થ શ્રીજી મહારાજે એવો કર્યો છે જે દ્વારકા તો જ્યાં મોક્ષનું દ્વાર ઊઘડે ત્યાં જાણવું. તે આવા મોટા જ્યાં હોય તેનાં દર્શન-સમાગમ થાય ત્યાં દ્વારકા જાણવું. અને સંત મોક્ષનું દ્વાર ઉઘાડે એટલે કે મોક્ષ કરે, ત્યાં દર્શને જાવું. આવું મોટાના સમાગમથી સમજાય.”

પછી પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વંચાતું હતું તેમાં નિશ્ચયમાં કસરની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાન દિવ્ય ચરિત્ર કરે ત્યારે આનંદ થાય, પણ જ્યારે પ્રાકૃત ચરિત્ર કરે ત્યારે અતંરમાં મૂંઝાય અને એમ સંકલ્પ કરે જે ભગવાન હશે કે નહિ હોય!”

પછી પરિપકવ નિશ્ચયની વાત આવી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! આમાં બાઈઓને સીતા, રુક્મિણી, લક્ષ્મી જેવી કહી; અને ભાઈઓને વૃંદાવનના ગોપ જેવા કહ્યા તે ગોપમાં શ્રીકૃષ્ણ આવી ગયા કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, આવી ગયા.”

પછી ખીમજીભાઈએ પૂછ્યું જે, “બાપા! મહામુનિ કહે છે તે કોને કહેવાય?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મોટા હોય તે ઉત્તર કરો.”

પછી ખીમજીભાઈ બોલ્યા જે, “મોટા તો આપ છો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત તે મહામુનિ કહેવાય છે. તે પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છેઃ ‘મહામુક્ત’ તે મહામુનિ આ સંત. ‘મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ’ તે આ મહામુનિ મહાપ્રભુજીની પાદુકા પૂજે છે.”

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “બાપા! ગરીબ કેને કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યાઃ “શ્રીજી મહારાજની આજ્ઞા ને વચન ઉપર નિષ્ઠા હોય એ ગરીબ. લોકમાં તો કોળી-વાઘરી જેવાને ગરીબ કહેવાય છે. પણ આપણે તો અજ્ઞાની જીવના ઉપદ્રવને સહન કરનારા ભગવાનના ભક્ત કે સાધુ હોય, તેને ગરીબ જાણવા.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ  કહ્યું જે, “બાપા! આપની જન્મતિથિ નિમિત્તે ભુજમાં આપે રસોઈ બાંધેલી છે તે બ્રહ્મયજ્ઞમાં સંતો ત્યાં જમશે અને અહીં આપના સેવકોને મૂર્તિમાં જોડી દો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ કૃપાસાધ્ય ભગવાન છે તે કૃપા અપાર કરે છે, પણ તમારે સર્વેને મૂર્તિમાં જોડાવું પડશે. તમે મહારાજની મૂર્તિમાં જોડાઓ; અમે સુખ અપાવીશું.” એમ વર આપ્યો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ  પૂછ્યું જેઃ- “સુખ અપાવીશું એમ આપ કહો છો તે અહીં જેને ગુરુ કર્યા હોય તે ત્યાં સુખ અપાવતા હશે કે મહારાજ પોતે આપતા હશે?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગુરુ મહારાજની મૂર્તિમાં લઈ જાય પછી સુખ મહારાજ આપે, પણ વચમાં અપાવનાર કોઈ નથી. એ તો જેવા ગુરુ હોય તેવો પોતે જ થાય. જેમ ગુરુ મૂર્તિનું સુખ ભોગવે છે તેમ એ પણ ભોગવે.”

પછી બાપાશ્રી ધનજીભાઈને ઘેર જમવા પધાર્યા તે જમીને પાછા મંદિરમાં આવ્યા. પછી સ્વામી શ્વેતવૈકુંઠદાસજીને કહ્યું જે, “આ અમારા પુરાણી.” અને સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, “આ અમારા તાબેદાર.” અને સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, “આ અમારા ગુરુ.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, “તમારા ગુરુ કોણ?”

ત્યારે તે કહે જે, “યજ્ઞપુરુષદાસજી.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “એ નહિ. તમારા ગુરુ તો અ.મુ. મહાનુભાવાનંદ સ્વામી. તે તો મહાપ્રતાપી હતા. તમે પણ એમના આશીર્વાદથી ગાદીતકિયે બેસનારા સદગુરુ થયા તે તમે છેડો સુધાર્યો છે.” ‘હમ સબ જાનતા હે’ એમ રમૂજ કરી.

પછી બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો વૃષપુર પધાર્યા. ત્યાં રામજી દેવજી સામો આવીને બાપાશ્રીને પગે લાગ્યો.

તેને બાપાશ્રીએ પૂછ્યું કે, “તને તાવ આવે છે?”

ત્યારે કહે, “આવતી કાલે વારો છે; એકાંતરિયો છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગામમાં પણ તાવ બહોળો છે અને ભારાસરમાં પણ બહોળો હતો.”

પછી સ્વામીએ કહ્યું જે, “આપે ગ્રહણ કર્યો તેથી બ્રહ્માંડમાં સર્વત્ર મંદવાડની પ્રસાદી વહેંચાઈ છે.”

પછી બાપાશ્રીએ ડૉ. નાગરદાસભાઈનો વિરમગામથી કાગળ આવેલ હતો જે મારી ઈસ્પિતાલમાં સવાર-સાંજ દરદીનો મેળો ભરાયો રહે છે તે વાત કરી.

પછી સ્વામીશ્રી બોલ્યા જે, “હવે આપે મંદવાડ દૂર કર્યો તેથી સર્વત્ર શાંતિ થઈ જશે.”

એ સમયે બાપાશ્રીએ નાગરદાસભાઈની પ્રશંસા કરીને કહ્યું જે, “એ બહુ હેતવાળા છે ને મહિમા જાણે છે ને તન-મન-ધનથી સત્સંગની સેવામાં તત્પર છે.”  II ૯ II

 

On evening of Kārtak Sud 11th, the 2nd Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read in the assembly. In it, there is reference about vairāgya. Bāpāśrī said, “Everything upto Akṣar is perishable and to understand it to be perishable is called vairāgya. Moreover, everything beyond Prakṛti and up to Akṣar is imperishable, and to understand it to be perishable is also called vairāgya. The latter vairāgya is true vairāgya. Similarly, jñān is also of many kinds; but when one gets experiential knowledge, it is true jñān. To remain engrossed in Mūrti is called experiential knowledge.  ‘Rasbas hoī rahī rasiyā saṅg jyuṅ misarī paymāṅhī bhaḷī’ (I have become engrossed in Mūrti just as sugar gets mixed in milk). We should remain in Mūrti in this way and should not come out of It. The one who dwells in Mūrti becomes free from the dualities like mine-yours, sādhu-householder, etc. and he wants nothing. He does not have emphasis on the spiritual efforts like dharma, jñān, vairāgya, etc. He becomes oblivious of everything except Mūrti. He does not insist anything except Mūrti. If some one says, ‘You are such a devotee!’, then we should understand that we are not in the category of devotee. Our category is that of mukta- we are anādi mukta. We belong to these two categories. A pārṣad wears white clothes and is called a devotee; but we should inwardly consider him as mukta.  You are a sādhu but if someone calls you a devotee, how would you feel? Therefore, we should consider them as mukta. When he becomes a sādhu, he will be called a sādhu, but not a devotee. Therefore, a sādhu should also be called mukta. When a sādhu goes to Akṣardhām, it is better to say that a mukta has come to Akṣardhām.”

Then the 4th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read. There is a reference about Nāradjī. Bāpāśrī asked, “Why would have Nāradjī gone to Dwārkā?” The saints replied, “When Śrī Kṛṣṇa went to Dwārkā from Mathurā, Nāradjī also went with him.”  Bāpāśrī said, “Once a sādhu who wanted to go to Dwārkā had come here from Amdāvād. I persuaded him not to go to Dwārkā, but he did not trust me and argued that it is the command of Mahārāj to go to Dwārkā. I told him that according to Śrījī Mahārāj Dwārkā means the place where the door of liberation opens. Wherever there are muktas and their darśan and association, we should take it to be Dwārkā. A saint opens the door of liberation, i.e., he liberates. One should go there for his darśan. This can be understood through the association of muktas.”

          Then the 63rd Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read. There is reference of the defect in conviction of God. Bāpāśrī said, “One who has defect in conviction of God will get delighted when God performs divine actions; but when God performs actions befitting a human being, he gets confused and thinks whether He is God or not!” Then there came a reference about complete conviction of God. Swāmī Īśvarcharaṇadāsjī said to Bāpāśrī, “In the Vachanāmṛt, women are compared to Sītā, Rukmiṇī and Lakṣmī. Men are compared to Gops of Vṛṅdāvan. Is Śrī Kṛṣṇa included in Gop or not?” Bāpāśrī replied that he is included. Khīmjībhāī asked Bāpāśrī, “Who is called mahāmuni?” Bāpāśrī said, “Those who are great among you may answer that question.” Khīmjībhāī said, “Just you are great.” Bāpāśrī said, “Anādi muktas dwelling in Mūrti are called mahāmuni. In devotional song composed by Premānaṅd Swāmī it is said, ‘Mahāmukta pūje jenī pādukā re lol’ (great muktas worship His sandals). It is these saints who are Mahāmukta or mahāmuni.”

          Purāṇī Keśavpriyadāsjī asked, “Bāpā! Who should be considered to be meek?” Bāpāśrī replied “The one who has faith in the commands and words of Śrījī Mahārāj should be considered to be meek. In this world, people belonging to scheduled castes are called meek; but we should know those devotees or saints of God to be meek who bear harassment of ignorant people.”

          Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! You have sponsored a banquet in the temple of Bhuj on the day of your birthday. That occasion would be brahmayajña in which the saints would dine. So please attach your followers here to Mūrti.” Bāpāśrī said, “Nowadays, God endows liberation just out of His grace; so He aboundantly showers His grace. But, you all will have to get attached to Mūrti. You get attached to Mūrti and I will get you bliss.” He gave such a boon.

          Swāmī Īśvarcharaṇadāsjī asked, “You say that you will get us bliss. Is that bliss given by the one whom an aspirant has accepted as his guru in this world or by God Himself?” Bāpāśrī replied, “A guru takes his disciple in Mūrti and then bliss is given by Mahārāj. There is no one in between who can give the bliss. The disciple becomes just as great as his guru is. Just as a guru enjoys the bliss of Mūrti, similarly his disciple also enjoys the bliss of Mūrti.”

Then Bāpāśrī came to Dhanjībhāī’s house for lunch and came back to the temple after having lunch. Then pointing to Swāmī Śvetvaikuṇṭhdāsjī Bāpāśrī said, “This is my purānī.” And holding the hand of Swāmī Īśvarcharaṇadāsjī Bāpāśrī said, “This is my obedient.” And again pointing to Swāmī Vṛṅdāvandāsjī he said,  

“This is my guru.” Then Bāpāśrī asked Swāmī Ghanśyāmjīvandāsjī, “Who is your guru?” He replied that Yajñapuruṣdāsjī was his guru. Bāpāśrī corrected him saying, “He is not your guru. Your guru is Anādi Mukta Mahānubhāvānaṅd Swāmī. He was having great spiritual powers. You have become Sadguru by his blessings and so you have continued his tradition.” Then Bāpāśrī jokingly said, “Ham sab jāṇtā hai (I know everything).”

Then Bāpāśrī and all saints and devotees came to Vṛṣpur. There Rāmjī Devjī came to Bāpāśrī and bowed down to him. Bāpāśrī asked him, “Are you suffering from fever?”  Replying he said, “Its turn is tomorrow as it comes on alternate day.” Bāpāśrī said, “The fever is wide spread in this village and it is also wide spread in Bhārāsar.” Then Swāmī said, “Since you accepted fever, the prasādī of it is distributed all over the cosmos.” Then Bāpāśrī talked about the letter written by Dr. Nāgardāsbhāī of Viramgām which read, “My hospital remains crowded from morning to evening.” Then Swāmīśrī said, “Now as you have let your illness go, the illness spread everywhere will also go.” At that time, praising Dr. Nāgardāsbhāī, Bāpāśrī said, “He has much love for me, knows greatness of Mahārāj and he is always ready to render services for the Satsaṅg with his body, mind and wealth.” || 9 ||