Gujarati / English

ફાગણ વદ-૧૩ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રી નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા જે, “મે હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધી, કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને કોણ તાત, કોણ ભ્રાત ને કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! અમે હરિભક્તને ઘેર જઈએ છીએ ત્યારે હરિભક્તો કંઈક રમૂજો કરીને રાજી થાય છે. અમે તો એક મૂર્તિ સામે નજર રાખીએ છીએ. અમારે તો મહારાજના સિદ્ધાંત છે તે પ્રમાણે જીવનાં કલ્યાણ થાય તેમ કરવું છે તેથી જેમ તમે કહો તેમ કરીએ છીએ, હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ; પણ અમારે મૂર્તિનો ઠરાવ છે. અમે અહીં એટલા માટે આવ્યા છીએ. હસવું અને રમવું તેમાં રમતિયાળ થઈ જવાય અને તે રસિક માર્ગ છે. ગાવું, વગાડવું, કીર્તન બોલવાં તેમાં અંતરવૃત્તિ હોય તો મૂર્તિ વિના કાંઈ દેખાય નહિ. જુવાની તો આવવા જ ન દેવી.”

સભા સામું જોઈને કહ્યું કે, “આ ઈશ્વરબાવો પાધરા જ વૃદ્ધ થઈ ગયા છે, એમ કરવું. રમતિયાળ ન થાવું.”

પછી બોલ્યા જે, “જેમ મહારાજની પાઘના તોરામાં મધુકર ગુંજારવ કરે છે તે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે જે, ‘તોરા પાઘમાં રે તે પર મધુકર કરે ગુંજાર.’ તેમ મુક્ત મૂર્તિની ખુશબો લે છે. મૂર્તિ વિનાની ખુશબો કાર્ય છે. આપણે તો કારણને બાઝવું. કારણ જે મૂર્તિ તેની ખુશબો લેવી.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, “કાર્યથી કારણ મૂર્તિ રાજી થાય કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે તો કારણ જાણવું, કાર્ય ઉપર તાન ન રાખવું.”

‘તમે છો કારણના કારણ જીવન જાણું છું’ એમ કહીને કહ્યું જે, “સ્વામી!  જુઓ આપણે સૌ માંડવીથી કરાંચી આવવા આગબોટમાં બેઠા તે અહીં આવ્યા ત્યારે કાંઠો દીઠો. અને બીજા તો આ જુએ, તે જુએ. મહાનુભાવાનંદ સ્વામી, લોકનાથાનંદ સ્વામી વાડીએથી નાહીને આવ્યા તેમને પૂછ્યું કે, ‘તમે ક્યાં નાહ્યા સ્વામી?’ તો કહે, ‘ક્યાં નાહ્યા તેની ખબર ન રહી.’ એમ મોટાના સિદ્ધાંત છે. મહારાજ અને મુક્ત એ બે વસ્તુ રાખ્યા જેવી છે. સ્વામી ભક્તિપ્રિયદાસજી પણ એમ કહેતા જે, ‘આપણે કાંઈ ન જાણીએ તો એમ જાણવું જે માંહી બાવો બેઠા છે.’ તે બાવો કિયા? તો મહારાજ પોતે. અમારા દેશમાં રાજાને બાવો કહે છે, પણ આ તો અનંત રાજાઓના રાજા માંહી બેઠા છે એમ જાણવું. તે ભગવાનને મૂકીને બીજે મન લોભાવા દેવું નહિ.

“શ્રીજી મહારાજ કહે છે કે, ‘અમને વન, પર્વત, જંગલ બહુ ગમે છે. બીજા લોકમાં વૈભવ છે તે નથી ગમતા. તે વૈભવ દેખાય તો જાણવું જે એ તો દેખાડ્યા સારુ કર્યા છે.’ પણ જીવને મોહ થઈ જાય છે તે વિચાર રહે નહિ. સાણંદવાળા દરબારે અમને એમના વૈભવ દેખાડ્યા. પછી અમે કહ્યું જે, ‘આમાં શું જોવું છે?’ આપણે ઘોડા, રથ, પાલખી એવામાં શું? એમ જણાય. જગતના જીવને આવી વાતની ખબર ન પડે. રાજ્ય ને મોટાઈમાં કાંઈ સુખ છે? મહારાજ કહે, ‘અમારે મોટાઈવાળા સાથે બને નહિ, કેમ જે એમને રાજ્યનો અને ધનનો મદ હોય, ને આપણે ભક્તિનો મદ હોય; માટે કોઈ કહે ને નમી દે એવું કામ નથી.”‘

પછી પોતાને લીંબડીના દરબારે બોલાવ્યા તેની વાત કરી જે, “રાજાના દીવાન ડાહ્યા ને વિવેકી સારા તે બહુ જ સરભરા કરી. સંતોને તથા અમને જમાડ્યા, ઘેર તેડી ગયા, બંગલે લઈ ગયા. એમનો ઓરડો હતો તેમાં મોટાં મોટાં ચિત્ર રાખેલાં હતાં. તેમને ડહાપણ ખરું તેથી સંતો આગળ પ્રાર્થના કરી જે, ‘મારા ઉપર રાજી રહેજો.’ તેથી સંતો રાજી થયા અને અમે પણ રાજી થયા. એમના કુંવરને માથામાં ચકરી આવતી હતી, તેને સંતોએ અને અમે આશીર્વાદ દીધો જે મહારાજ સારું કરશે. તેથી તે બહુ રાજી થયા.”

પછી સ્વામીશ્રીએ એમ કહ્યું જે, “બાપા! દીવાન ઝવેરભાઈએ આપશ્રીને બહુ રાજી કર્યા છે તે હવે તેમને કેવી પ્રાપ્તિ થશે?”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે તેમને ઠેઠ પહોંચાડવા છે. આપણે તો કોઈ દિવસ બીજો સંકલ્પ ન કરવો ને વૃથા બોલવું નહિ. અમારે તો એવો સિદ્ધાંત છે જે અધમ જેવા જીવ હોય તેને પણ મૂર્તિમાં મૂકી દેવા છે. તોય જીવ જડ-ચૈતન્ય માયાને આધીન થઈ જાય છે એટલે શું કરીએ! અક્ષરધામમાં મહારાજ અને મુક્ત બે જ છે, બીજાં સ્થાનમાં કાંઈ ને કાંઈ હોય, પણ ત્યાં બીજું કાંઈ ન મળે.”

પછી સાંવલદાસભાઈએ પૂછ્યું જે, “આપણા શાસ્ત્રમાં એમ લખ્યું છે જે સંત પ્રથમ મળે તો સંતથી મહિમા સમજાય અને ભગવાન મળે તો ભગવાનથી મહિમા સમજાય, પણ અનાદિનું બધુંય ભેગું હોય તેનું કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો સદાય ભેગા છે એ ક્યાં નોખા પડે છે! અમારે ગૃહસ્થ જુવાર વાવે તો કણસલામાં જુવાર આવે તે બધી જુવાર. એમ મહારાજ ને અનાદિ ભેળા જ છે, પણ જીવને અનાદિની હા ન પડે. પુરાણી કહેવાતા હોય, શાસ્ત્રી કહેવાતા હોય તેવા પણ જીવ, ઈશ્વર, માયા વગેરેને અનાદિ કહે અને જ્યાં અનાદિમુક્તની વાત થાય ત્યારે ‘આ નવો માર્ગ કાઢ્યો’ એમ બોલે. પાંચ ભેદ અનાદિ કહે તો રાજી થાય, પણ મુક્તને અનાદિ કહે તો મૂંઝાય; એવું ન કરવું.”

એમ કહીને પુરાણી ધર્મકિશોરદાસજીને કહ્યું કે, “તમે આવું ભણતા હો તો!”

પછી લાલુભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને બોલ્યા જે, “આ કોઈ જૂના આવ્યા લાગે છે.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, “બાપા! એ વિશ્વાસી છે. મોટાને ને મહારાજને રાજી કરતાં એમને બહુ આવડે છે.”

પછી એમ વાત કરી જે, “અમારે ત્યાં બે સાધુ દર્શને આવેલા તેનો કોઈકે મહિમા જાણ્યો અને કોઈકે કાંઈ કીધું, પણ તે સંતો કહે કે, ‘આપણે તો ભારે જોગ થયો.’ એમ નાના-મોટાનાં અંગ હોય. સહુ પોતાની ગતિ પ્રમાણે લાભ લઈ જાય. નાના હોય ને સુખ લેતાં આવડે અને મોટા કહેવાતા હોય તોય ન આવડે તે બધું સમજણમાં રહ્યું છે.”

‘પંડે છોટો રે મોટા મેંગળને મારે’ એમ કહી પુરાણીને હાર પહેરાવ્યો ને બોલ્યા જે, “લો! કારણ લો! આમાં કારણ છે. તમે જાઓ સભામાં કથા મચાવો. અમે હમણાં આવીએ છીએ.”  II ૯૧ II

In the morning of Fāgaṇa Vad 13th, Bāpāśrī, after completing daily routine, quoted devotional song of Niṣkulānaṅd Swāmī, ‘Mai huṅ ādi anādi āto sarve upādhi, koṇ kuḷ ne koṇ kuṭuṁbī koṇ māt ne koṇ tāt koṇ bhrāt ne koṇ bhaginī brahma hamārī jāt’ (I am without beginning and all these are adjuncts; I have no family, no lineage; I have no mother, no father, no brother nor any sister; I am brahma).’ Then Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī, “When I go to devotee’s house, devotees cut some joke and are pleased. I always keep my sight on Mūrti. I follow the principle of Mahārāj-according to it my work is to liberate jīva so I do as you say- I see that devotees are pleased. My resolution is Mūrti so I have come here. Wasting time in laughing and playing, you will become playful and it is a path of romance. If there is inner tendency for singing, playing music, singing devotional song, one will not see anything excepting Mūrti. Do not allow youth’s liking to interfere.” Then looking at the assembly Bāpāśrī said, “Īśvarcharaṇadāsjī has directly become old- do thus. Do not be playful.” Then Bāpāśrī said, “Just as a wasp hums in the nosegay of Mahārāj’s turban, similarly, muktas take fragrance of Mūrti. Premānaṅd Swāmī has written, ‘torā pāghmāṅ re te par madhukar kare guñjār’ (Nosegays are in the turban- wasps hum over them). Fragrance other than Mūrti is the activity. We should stick to the cause. Take the fragrance of cause i.e. Mūrti.” Swāmī Vṛṅdāvandāsjī asked, “Will causal Mūrti be pleased with the activity?” Bāpāśrī replied, “We should know the cause and should not care for activity” ‘tame chho kāraṇ nā kāraṇ jīvan jāṇuṅ chhuṅ’ (You are cause of the cause- I know Mahārāj). Then Bāpāśrī said to Swāmī, “See! We all sat in steamer from Māṇḍavī to go to Karāchī we saw the shore only when we reached there Karāchī- whereas others see here and there. When Mahānubhāvānaṅd Swāmī, Loknāthānaṅd Swāmī came after taking bath from the farm, Bāpāśrī asked them where they took the bath. They replied that they forgot where they took the bath- thus it is the principle of muktas. The two things which are worth keeping are Mahārāj and muktas. Swāmī Bhaktipriyadāsjī used to say that if we do not know anything then we should know that Bāvā is sitting inside. Which is that Bāvā? Mahārāj Himself. In my region, a king is called Bāvā but we should know that the infinite kings’ king sits inside us. We should not leave that God and should not allow our mind to be tempted elsewhere. Śrījī Mahārāj says that He likes wood, mountain and forest. The luxury of other world is not liked. If that luxury is seen, know that it is for the purpose of show. But jīva is fascinated so thought does not remain. The feudal king of village Sānaṅd showed us his luxury. I told him what is there to see in it. What have I to do with horses, chariots and palanquins? It seems thus! Jīva of the world does not understand such talk. Is there any happiness in kingdom and reputation? Mahārāj says that He cannot have cordial relations with persons of repute because they are proud of their kingdom and wealth and we are proud of worship (devotion), so if anyone says to compromise, it is not possible.” Then Bāpāśrī talked about his visit to the court of Līṁbaḍī. He said, “The administrator of the king was wise and courteous and hospitable. I and saints were fed, and were taken to his bunglow. In his room he had kept big pictures. He was wise so he requested saints to be pleased on him so saints were pleased and I was also pleased. His prince was suffering from giddiness so I and saints blessed that Mahārāj will make him all right. So, he was very much pleased.”

          Swāmīśrī asked Bāpāśrī, “What kind of achievement will the administrator Zaverbhāī get since he has pleased you very much?” Bāpāśrī said, “I have to lead him to Akṣardhām directly. We should not make any other saṅkalpa and should not speak unnecessarily. My principle is to put jīva even if it is wretched in Mūrti. Even then, jīva surrenders to wealth and womlan so what can be done. In Akṣardhām, there are only Mahārāj and muktas. In other abodes, there may be something but it is not beneficial.” Then Sāṅwaldāsbhāī raised a question, “In our scriptures it is written that if a saint meets first, the greatness is understood through saint and if God meets it is understood through Him but in the case of Anādi everything is together- what about it?” Bāpāśrī said, “They are always together and they do not remain separate. If a householder sows millet, millet will grow- it is all millet. Similarly, Mahārāj and Anādi muktas are together. But jīva does not recognise Anādi. He may be Purāṇī, Śāstrī, even then he calls jīva, Īśvar, māyā, etc. as Anādi. When there is reference of Anādi muktas he would say it is a new path. If five categories are called Anādis he will be pleased but if muktas are called Anādi he will hesitate- do not do thus. Then Swāmī Dharmakiśordāsjī was told to study such thing. Then looking at Lālubhāī and Sāṅwaldāsbhāī, Bāpāśrī said it seems that some known have come. Swāmī Vṛṅdāvandāsjī said, “Bāpā! They have trust. They know how to please muktas and Mahārāj.” Then Bāpāśrī said, “Saints came for darśan at my place, some knew their greatness and some said something but those saints said that it was very good opportunity. Thus, there are various kinds of devotees having different understanding according to their progress in satsaṅg. All take benefit according to one’s ability. He may be junior in satsaṅg but he knew to take happiness whereas he may be senior in satsaṅg but does not know how to take happiness- everything depends on understanding. ‘paṇḍe chhoṭo re moṭā meṅgaḷne māre’ (though an insect may be tiny, it can kill an elephant). Saying so Bāpāśrī garlanded Purāṇī Swāmī and added that it is cause to take it, there is cause in it. Bāpāśrī told him to go in the assembly and start kathā.  About himself, Bāpāśrī said he was coming soon. || 91 ||