Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પંચ વર્તમાન દૃઢ કરીને પાળવાં. વર્તમાનમાં ફેર પડે તે કેવું અજ્ઞાન  કહેવાય! મસ્તક પડી ગયું હોય (વર્તમાન લોપ્યું હોય) તેનો અવગુણ આવે. જીવમાં કુપાત્રપણું રાખે તે મહારાજથી પણ ન ખમાય. મહારાજે કહ્યું છે જે, ‘નિષ્કામી વર્તમાનમાં ફેર પડવા દેવો નહિ. કોઈ ફેર પાડે તો જેમ વાંઝિયાને ઘેર દીકરો આવીને મરે તેવું અમને વસમું લાગે છે.’ કળિયુગમાં કામનું જોર વધારે છે. મોટા મોટાની તથા બ્રહ્મા જેવાની પણ લાજો લીધી છે. આ વખત એથીયે જબરો છે. પણ આ ટાણે સાવચેત થાય તો આજ એને મારનારા ખરેખરા મળ્યા છે. વાદી સાણસો લઈને પકડવા ઊઠ્યો છે, પણ જીવ નાક મૂકીને ફરે તેનું કેમ કરવું? આવા દેશકાળમાં જેણે મસ્તક હાથ રાખ્યું તેનો ખરેખરો સત્સંગ કહેવાય.  આપણે સૌને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, તેથી કોઈ આઘુંપાછું વર્તવાનું કહે અને વચનમાં વર્તે નહિ તો તેનો વિશ્વાસ ન કરવો. જો આપણે કરવા માંડીએ તો મહારાજ અને મોટા સહાયમાં ભળે છે. જીવનો ઢાળ એવો છે કે ગોળ મૂકીને ખોળ ખાવા જાય, એમ ન કરવું . ભગવાનના ભક્તને તો ભગવાનનાં વચનમાં દૃઢપણે વર્તવું, એ વિના ચાલશે નહિ.”

પછી એમ બોલ્યા જે, “મહારાજના અનાદિમુક્તને તો મહારાજની હારે ગણવા જોઈએ, પણ સ્વામી-સેવકપણું રાખીને. મહારાજ સૌને સુખ આપે છે ને મુક્ત સુખ ભોગવે છે તોપણ તૃપ્ત થતા જ નથી. મૂર્તિમાં અપાર, અલૌકિક, અનહદ સુખ છે, તેને કઈ ઉપમા આપીએ? જેમ કોઈ મહાસુખિયો થયો હોય તેને દુ:ખ નજરમાં જ ન આવે તેમ જેને મહારાજની મૂર્તિનો અલૌકિક આનંદ છે, તેને જગતનું કોઈ સુખ નજરમાં આવતું નથી. મૂર્તિનું સુખ અપાર છે. જેમ નદીયું હોકારા કરે, સમુદ્ર મર્યાદા મેલે, એમ તે છે. મહારાજે કહ્યું છે જે, ‘માતાના ઉદરમાં હતા ત્યારે પણ મૂર્તિને દેખતા અને આજે પણ દેખીએ છીએ.’ એમ મોટા અનાદિની મનુષ્યના જેવી ક્રિયા જણાય, પણ એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. અનાદિમુક્ત અને શ્રીજી મહારાજની ક્રિયા અલૌકિક છે.

“એવા અનાદિ ભેગા રહ્યા થકા ઓળખાય. તેમનું વૃત્તાંત જોવું, રુચિ જોવી, સિધ્ધાંત જોવો, અભિપ્રાય જાણવો, ક્રિયાઓ જોવી, તે સર્વે મહારાજની આજ્ઞા પ્રમાણે જ હોય, પણ આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કરે નહિ અને કરાવે નહિ. ચક્રવર્તી રાજાને પોતાનું રાજ્ય બીજાને દેવું હોય તો કેટલી વાર લાગે? તેમ મોટાને સુખ આપતાં એટલી વાર લાગે છે. માટે આવા મોટાને અતિ રાજી કરવા. મોટા મુક્ત તો આપણને કોઈ દિવસ વિસારે નહિ, પણ આપણને જો એમનો અભાવ આવે તો મોટા વિસારે છે. એમને વિષે હજારો માણસો ખેંચાય છે, તે મોટા કોઈને કહેવા જતા નથી કે દાખડો  કરતા નથી, પણ જ્યાં એ છે ત્યાં મહારાજ અને અનંત કોટિ મુક્ત છે તેથી સર્વે ખેંચાય છે. આપણી વૃતિ મોટા મુક્ત સુધી પહોંચાડીએ તો મોટા મુક્ત ઠેઠ મહારાજ સુધી આપણી વૃતિને પહોંચાડે છે.

“લખતરવાળા ગણપતરામભાઈએ અમને કહ્યું જે, ‘મને મહારાજ તેજના સમૂહમાં દર્શન દે છે અને મારા સામું જોઈને ક્યારેક મંદ મંદ હસે છે, પણ મારી સાથે બોલતા નથી તે શું સમજવું?’ ત્યારે અમે કહ્યું જે, ‘એમને એમ મૂર્તિને સંભાર્યા કરજો, ધ્યાન કર્યા કરજો, પણ બોલવાનું કે બીજું કાંઈ ઈચ્છવું નહિ; કેમ કે ઈચ્છીએ ત્યારે એટલો સકામભાવ કહેવાય.’ પછી તો તે સમજી ગયા, અને મહારાજે પણ તેમના મનોરથ પૂરા કર્યા.

“શ્રીજી મહારાજના મોટા મુક્તના સામર્થ્યની કે ગતિની જીવને ખબર પડે નહિ. કેમકે સ્વામી નિર્ગણદાસજી પોતે વારે ઘડીએ  એમ બોલતા જે, ‘માંહી બાવો બેઠો જ છે.’ એટલે કે આપણે તો એક મૂર્તિ જ માંહી બિરાજે છે, એમ સદાય સૂરત રાખવી. મોટાના શબ્દ પણ ભગવાનની સ્મૃતિ કરાવે છે. એક સાધુએ અમને એક જોડ મહારાજનાં (પ્રસાદીનાં) ચરણારવિંદ આપવા માંડ્યાં અને કહ્યું જે, ‘તમે મારા ઉપર રાજી થાઓ’, ત્યારે અમે કહ્યું જે, ‘અમારે તો જીવમાં શ્રીજી મહારાજનાં  ચરણારવિંદ છે, માટે તમે તમારી પાસે રાખો.’ એમ આપણે મૂર્તિ ભેગું સર્વે છે એમ જાણવું.”  II ૯૪ II

Bāpāśrī, showing his favour, said, “Five morals (vartamān) should be observed firmly. What kind of ignorance it is- if it is not observed. If vartamān is violated it will be a fault. If one keeps unworthiness in jīva Mahārāj does not tolerate. Mahārāj has said that niṣkāmī (desireless) vartamān should not be disregarded. If some one disregards, I feel so bad in the same way as an infertile couple gets a son and dies. In Kaḷiyug there is much force of passion. It has discredited great personalities and even Brahmā. This time is worse than that. But if one becomes alert, he will be protected by Mahārāj who makes its force infective- today we have got true protector. The snake charmer has got ready to catch with pincers but jīva is shameless so what to do about it? In such adverse time, the one who is ready to sacrifice has really understood satsaṅg. We all have to behave according to Śikṣāpatrī. If someone advises to behave a little liberally and if he does not behave according to commands, do not trust him- if we start doing, Mahārāj and muktas join us in help. Nature of jīva is such that instead of eating jaggery it eats oil cakes- do not do like that. Devotee of God should strictly behave as per the commands of God- there is no way out.” Then Bāpāśrī said, “Mahārāj’s Anādi muktas should be considered equal to Mahārāj but by understanding the master-servant relationship. Mahārāj gives happiness to all. Muktas enjoy happiness but they do not feel saturated. There is boundless supernatural happiness in Mūrti. What simile should I give it? Just as the one who has become very happy, does not understand suffering of misery. Similarly, the one who has divine bliss of Mahārāj’ Mūrti, will have no value of any happiness of this world. The bliss of Mūrti is limitless. Just as rivers flood, the sea becomes stormy- it is like thus. Mahārāj said that when He was in the womb of mother, He used to see Mūrti and today also He sees it. Similarly, activities of great Anādis may appear like the activities of human beings but for them there is nothing else excepting Mūrti. Activities of Anādi muktas and Śrījī Mahārāj are supernatural. Such Anādis can be recognised by remaining in association with them. See their routine, liking, principle, know their opinion, see their activities- they all are according to the commands of Mahārāj, but they do nothing contrary to the commands and will not allow others to do. How much time will it take if sovereign wishes to give his kingdom to someone else? Similarly, muktas take that much time in giving happiness. Therefore, try to please very much such muktas. Great muktas never forget us but if we have disliking for them, they forget us. Muktas do not tell anyone, neither put any efforts but Mahārāj and infinite muktas are there where they are, so all are attracted. If we lead our tendency to great muktas, they will lead our tendency up to Mahārāj.” Gaṇapatbhāī of Lakhtar said to Bāpāśrī that Mahārāj gives him darśan in the mass of luminescence and sometimes smiles at him but does not speak with him– what to say about it?” “Then I told him to remember Mūrti in the same way, do meditation but do not desire about speaking or something else. Because by desiring, it is called fruit bearing feeling. Then he understood and Mahārāj also fulfilled his wishes. Jīva cannot know the capacity of Śrījī Mahārāj’s great muktas or their state because Swāmī Nirguṇdāsjī used to say often that Bāvā sits inside so for us only Mūrti sits inside- always be aware about it. Words of muktas also make us remember God. A saint started giving me a pair of charaṇārviṅd of Mahārāj and told me to be pleased with him. Then I told him that charaṇārviṅd of Śrījī Mahārāj is in my jīva, so I asked him to keep them with him. We should know that everything is together with Mūrti.” || 94 ||