Gujarati / English

ગામ વૃષપુરના રામજી હીરજી ઉદાસ થયા થકા વિચારમાં બેઠા હતા જે બાપાશ્રી આપણને મૂકીને જતા રહ્યા. તેવામાં બાપાશ્રી જે ઓરડીમાં પોઢતા તે ઓરડીમાં બાપાશ્રીનાં દર્શન થયાં તે એવી રીતે કે એક બાજુ સ્વામી વૃંદાવનદાસજી અને બીજી બાજુ સ્વામી ઈશ્વરચરણદાસજી અને તેવી જ રીતે બાપાશ્રીના દીકરા એક બાજુ કાનજીભાઈ ને બીજી બાજુ મનજીભાઈ બે પડખે બબે બેઠેલા એવાં દર્શન થયાં.

તે સમયે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ કાનજીભાઈને ને મનજીભાઈને તો મૂર્તિમાં રાખ્યા છે.”

ત્યારે રામજીભાઈ અતિ દિલગીર થઈને બોલ્યા જે, “મને પણ સદાય મૂર્તિમાં રાખજો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમને પણ મૂર્તિમાં રાખશું; કાંઈ ચિંતા રાખશો નહિ. અમે તમારા ભેગા છીએ.”

એમ કહીને અદૃશ્ય થઈ ગયા.  II ૧૧૦ II

Rāmjī Hirji of Vṛṣpur was sitting sadly thinking that Bāpāśrī had gone away leaving them. At that time he had darśan of Bāpāśrī in the room in which he was sleeping and in the position that on one side Swāmī Vṛṅdāvandāsjī and on the other side Swāmī Īśvarcharaṇadāsjī and in same position sons of Bāpāśrī Kanjibhāī and Manjibhāī were on both sides.  At that time Swāmī Īśvarcharaṇadāsjī said that Kanjibhāī and Manjibhāī were kept in Mūrti. Then Rāmjībhāī became very sad and requested to keep him in Mūrti always. Bāpāśrī promised he would also be kept in Mūrti, so not to worry and added that he was always with him. Saying so, he disappeared. || 110 ||