Gujarati / English

છપૈયામાં એક વખત રાત્રિએ સૂતી વખતે નારાયણપુરના પ્રેમજી ભક્તને સંકલ્પ થયો જે, “કચ્છમાંથી બાપાશ્રી અહીં આવવા નીકળ્યા ત્યારે અમદાવાદ જઈને પાછા કચ્છ તરફ વળવાનો વિચાર હતો અને અહીં આવવાનું થયું તેથી દિવસ વધારે લાગશે. વળી છોકરાને ભલામણ કરી નથી તે ખેતીનું કામ શી રીતે ચલાવશે?”

તે વખતે બાપાશ્રીએ એમને કહ્યું જે, “ઊઠો, નાહવા જવું છે.”

પછી તે ઊઠ્યા ને બાપાશ્રી દરવાજા તરફ ચાલ્યા ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, “દરવાજો બંધ છે માટે માંહીલે કૂવે નાહવા પધારો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે આંખો મીંચો.”

એટલે એમણે આંખો મીંચી.

પછી કહ્યું જે, “હવે ઉઘાડો.”

ત્યારે ઉઘાડી તે નારાયણસરના કાંઠા ઉપર આવ્યા એમ દેખ્યું.

પછી બાપાશ્રીને કહ્યું જે, “આપ વસ્ત્ર બદલો, હું પાણીનો લોટો ભરી લાવું.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હમણાં બેસો, હવા સારી આવે છે.”

એટલાકમાં તો આકાશમાંથી હમહમાટ કરતું વિમાન આવ્યું ને કાંઠા ઉપર ઊભું રહ્યું.

પછી બાપાશ્રી માંહી બેસી ગયા અને પ્રેમજીભાઈને કહ્યું જે, “તમે બેસો.”

પછી તે પણ બેઠા. પછી વિમાન ઊડ્યું તે બે મિનિટમાં નારાયણપુરમાં પોતાની વાડીએ આવ્યા. ત્યાં તેમના દીકરાઓએ બાપાશ્રીને દંડવત કર્યા અને મળ્યા. તે પ્રેમજીભાઈ ઊભા ઊભા જોતા હતા.

તે વખતે બાપાશ્રીએ પ્રેમજીભાઈના દીકરાઓને કહ્યું જે, “આ વર્ષમાં કાળ પડવાનો છે. માટે વાડી સિવાય બીજાં ખેતરો વાવશો નહિ.”

એમ કહીને વિમાનમાં બેસી એક મિનિટમાં પાછા છપૈયાના મંદિરમાં ચોકમાં આવ્યા ને વિમાનમાંથી ઊતર્યા કે તરત વિમાન અદૃશ્ય થઈ ગયું.

પછી આસને આવીને સૂતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “કેમ! તમારો સંકલ્પ સિદ્ધ થયો કે નહિ?”

ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, “હા બાપા! તમે સત્ય કર્યો.”

પછી જ્યારે છપૈયેથી કચ્છમાં આવ્યા ત્યારે પ્રેમજીભાઈને એમના દીકરાઓએ કહ્યું જે, “તમે ને બાપાશ્રી બેય પંદર દિવસ પહેલાં રાત્રિએ આપણી વાડીએ આવ્યા હતા ને પાછા ફેર ક્યાં ગયા હતા?”

ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું જે, “એ તો બાપાશ્રી એમની સામર્થીએ કરીને લાવ્યા હતા.”  II ૧૨ II

 

Once at night in Chhapayia at the time of sleeping Premjī Bhakta of Nārāyaṇpur had saṅkalpa that when Bāpāśrī started from Kutch for coming to Chhapayia, he wanted to go to Amdāvād and return to Kutch, instead he came here, so this will require some more days to return. Moreover Premjī Bhakta thought that he had not informed his sons so what would happen to the work of the farm? At that time Bāpāśrī asked him to get up because he wanted to have bath. He got up and Bāpāśrī walked   towards the main gate. Premjībhāī said that the main gate was closed. Therefore, take bath at the well which is inside. Bāpāśrī said to him, “Close your eyes so he closed them. Then he was told to open and he opened them, and he saw that they were on the shore of Nārāyaṇa Sarovar.” He said to Bāpāśrī to change clothes and he would go to fetch water in a vessel. Bāpāśrī told him to sit because the air is cool and calm. In the meanwhile a aeroplane came rapidly from the sky and landed on the shore. Bāpāśrī sat in it and asked Premjībhāī to sit, so he also sat. Then the aeroplane flew and in two minutes they were in Nārāyaṇpur in Premjibhāī’s farm. There, his sons prostrated before Bāpāśrī and met. Premjībhāī was looking on. At that time Bāpāśrī told to Premjibhāī’s sons that there would be famine in this year so do not sow other farms excepting the farm which has the bore. Saying so, they sat in aeroplane and within a minute they came in the square of the temple of Chhapayia. As soon as they got off the aeroplane disappeared. Then Bāpāśrī came to his seat and slept and asked Premjībhāī if his saṅkalpa was realised. Premjībhāī said that it was realised and you had made it true. When they came back to Kutch from Chhapaiyā, Premjibhāī’s sons told him that he and Bāpāśrī had come to their farm about fifteen days ago at night then again where both of you had gone? Premjībhāī said that Bāpāśrī had brought them there by his supernatural power. || 12 ||