Gujarati / English

સંવત ૧૯૫૭ની સાલમાં લુણાવાડાના કાશીરામભાઈને શ્રીજી મહારાજ દર્શન આપી કહી ગયા જે, “તમને આજથી ચોથે દિવસે રાત્રિના સવા આઠ વાગે અમે તેડી જઈશું.”

પછી તેમણે પોતાના મોટાભાઈ જે રણછોડલાલભાઈ મોરબીમાં સર ન્યાયાધીશ હતા તેમને તાર કરીને તેડાવ્યા ને વાત કરી જે, “મને આજ રાત્રે સવા આઠ વાગે શ્રીજી મહારાજ તેડી જવાનું કહી ગયા છે તે તેડી જશે.”

પછી રણછોડલાલભાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “કાશીરામભાઈને તેડી જવા દેશો નહિ.”

ત્યારે બાપાશ્રીએ શ્રીજી મહારાજને વિનંતિ કરી જે, “કાશીરામભાઈને તેડી જશો નહિ.”

તેથી મહારાજ તેડવા ન આવ્યા. ત્યારે કાશીરામભાઈએ મહારાજને પ્રાર્થના કરી.

પછી શ્રીજી મહારાજ દર્શન દઈને બોલ્યા જે, “તમારા મોટાભાઈની અપીલ અમારી પાસે અક્ષરધામમાં આવી છે, માટે અમારાથી તેડી નહિ જવાય; કેમ જે રણછોડલાલભાઈને વશ અમારા અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ છે ને એમને વશ અમે છીએ. માટે રણછોડલાલભાઈએ એમની પ્રાર્થના કરી ને તેમણે અમારી પ્રાર્થના કરી એટલે હવે અમારાથી તેડી જવાશે નહિ. જો રણછોડલાલભાઈ રજા આપે તો તેડી જઈએ.” એમ કહીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા.

પછી સવાર થયું ત્યારે કાશીરામભાઈ દાતણ કરવા બેઠા. તે વખતે રણછોડલાલભાઈએ કહ્યું જે, “મહારાજ તમને તેડી ન ગયા ને હવે તમે સાજા થઈ જશો.”

ત્યારે કાશીરામભાઈ બોલ્યા જે, “મને મહારાજે રાત્રિમાં દર્શન આપીને કહ્યું છે જે, ‘તમારા મોટાભાઈની અપીલ અમારા પાસે આવી છે જે કાશીરામભાઈને તેડી જશો નહિ.’ પણ મારે તો કોટિ ઉપાયે રહેવું નથી, માટે તમે રાજી થઈને રજા આપો તો મહારાજ મને તેડી જાય.”

એમ બે દિવસ ઘણી પ્રાર્થના કરી. ત્યારે રણછોડલાલભાઈએ ત્રીજે દિવસે રજા આપી. પછી શ્રીજી મહારાજ તથા બાપાશ્રી તેડી ગયા.  II ૧૬ II

 

In Saṁvat year 1957, Śrījī Mahārāj gave darśan to Kashirambhāī of Lunavada and told him that he will be fetched by Him on the fourth day from that day at quarter past eight in the night. He informed his elder brother Ranchhodlalbhāī who was in Morbi as Judge by sending him a telegram and called him at Lunavada. He told him about what Śrījī Mahārāj had told him. Ranchhodlalbhāī prayingly requested Bāpāśrī not to be taken away Kashirambhāī; so Bāpāśrī requested Śrījī Mahārāj and Śrījī Mahārāj did not come. Kashirambhāī prayed to Śrījī Mahārāj. Śrījī Mahārāj gave him darśan and told him that he had received an appeal from his elder brother in Akṣardhām so he could not take him because Ranchhodlalbhāī is the staunch follower of Anādi Muktarāj Abjibhāī and he obeyed Bāpāśrī. Ranchhodlalbhāī prayed to him (Bāpāśrī) and in turn he prayed Him (Mahārāj). So He could not take him away. If Ranchhodlalbhāī gave permission, He could take him. Saying so, Śrījī Mahārāj disappeared. When it was morning, Kashirambhāī was brushing his teeth, Ranchhodlalbhāī told him that Mahārāj did not take him so he would be well soon. Kashirambhāī said to him that Mahārāj had given him darśan at night and told him about your appeal but he did not want to live at all so if he permitted him willingly, Mahārāj would take him. Thus he prayed much for two days so on the third day Ranchhodlalbhāī gave him permission and Mahārāj and Bāpāśrī fetched him. || 16 ||