Gujarati / English

સંવત ૧૯૫૮ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતમાંથી કચ્છમાં જતાં મોરબીથી નવલખીએ જઈને આગબોટમાં બેઠા. આગબોટ ચાલતી થઈને આગળ જતાં સામું વહાણ આવ્યું. તે વહાણનો શઢ આગબોટના થાંભલામાં ભરાયો તે આગબોટને આડી પાડી દીધી તેથી તેનો થાંભલો ભાંગી ગયો. પછી આગબોટ સમી થઈ ગઈ અને ચાલી તે ખારીરોલે ઊતર્યા. ત્યાં એક ઘેલાભાઈ પુરુષોત્તમ નામે ભાટિયા અંજારના રહીશ હતા. તેમણે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને પોતાના સિગરામમાં બેસાર્યા.

તેને સ્વામીશ્રીએ પૂછ્યું જે, “તમે સત્સંગી છો?”

ત્યારે તેણે કહ્યું જે, “હું સત્સંગી તો નથી, પણ શેઠ કરમશીભાઈ દામજી તમારા સત્સંગી છે તેમનો મિત્ર છું. તે હું મુંબઈથી નીકળ્યો ત્યારે વિચાર કર્યો જે બૈરાં-છોકરાં અને બધી કમાણી સાથે છે. તે ખાડીમાં જઈએ તો હરકત ન આવે. એમ જાણી મુંબઈથી પાધરો આગબોટમાં ન આવ્યો ને અહીં આવ્યો. ત્યારે અહીં  પણ ડૂબવાનું થયું, તેમાંથી ઊગર્યા. એથી મને વિચાર થયો જે આ સ્વામિનારાયણના સાધુ બહુ ધર્મવાળા છે તેમને પ્રતાપે આગબોટ બચી. એમ જાણી તમને સિગરામમાં બેસાર્યા છે.”

પછી અંજાર ગયા. ત્યાં એમણે માણસ મોકલી પુછાવ્યું કે, “તમારે સીધું કેટલું જોઈએ?”

ત્યારે સ્વામીશ્રીએ કહેવરાવ્યું જે, “આજ તો આગબોટમાં બેઠા છીએ, માટે જમાય નહિ.”

પછી બીજે દિવસે ગાડું મળ્યું તેમાં બેસીને ભુજ ગયા ને તેમણે સીધું મંદિરમાં મોકલાવ્યું, ત્યાં તો સ્વામીશ્રી આદિ નહોતા. પછી તે ઘોડાઘાડી લઈને ભુજ ગયા અને રસોઈ આપી ધોતિયાં ઓઢાડ્યાં.

પછી તેને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “જેના પ્રતાપે થાંભલો ભાંગ્યો ને આગબોટ બચી છે તેમનાં દર્શને અમે જઈએ છીએ.”

પછી તે સાથે ગયા ને બાપાશ્રી વૃષપુરના મંદિરમાં પગથિયેથી ઊતરતા હતા ત્યાં સામા મળ્યા ને સ્વામીશ્રી આદિ સંતોને મળીને બોલ્યા જે, “થાંભલો ન ભાંગ્યો હોત તો તમે ક્યાં હોત?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “તમારા ભેળા હોત.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “તમને ઉગારવાને માટે અમે થાંભલો ભાંગીને આગબોટ બચાવી અને એ થાંભલો ગોઠવીને મૂક્યો તે કોઈને વાગવા દીધો નહિ.” એમ બોલ્યા.

તે સાંભળીને તે શેઠને ઘણું આશ્ચર્ય થયું. અને પ્રાર્થના કરી જે, “આપ મહાસમર્થ છો તેથી આપને પ્રતાપે મારો મોક્ષ કરજો.” એમ પ્રાર્થના કરી પોતાને ગામ ગયા.

પછી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમને કમળી થઈ છે તેથી દેહ મૂકવાનો સંકલ્પ કરીને અહીં આવ્યા છો, પણ તમને મરવા દેવા નથી.” એમ કહીને બાજરાનો રોટલો જમવાનું કહ્યું.

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “મને કાંઈ ભાવતું નથી.”

પછી બાપાશ્રી કહે, “જમજો, હવે ભાવશે.”

પછી ઠાકોરજીના થાળ થઈ રહ્યા એટલે પાસે બેસીને બાજરાનો રોટલો ચોથા ભાગનો સ્વામી ઈશ્વરચરણદાસજીને જમાડ્યો.

એવી રીતે છ દિવસ સુધી સેવા-સમાગમથી સુખિયા કરીને કહ્યું જે, “તમે હવે જેતલપુર જાઓ અને ભુજ, મૂળી, અમદાવાદ ક્યાંય રોકાશો નહિ.”

પછી સ્વામીશ્રી આદિ સંતો ભુજ ગયા. ત્યાં માનકુવાના હરિભક્ત સંતોને તેડવા ગાડાં લઈને આવ્યા હતા. ત્યાં પારાયણ થવાનું હતું, તેથી સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી તથા હરિભક્તો આગ્રહ કરીને માનકુવે લઈ ગયા.

ત્યાં બાપાશ્રી આવ્યા ને મળીને બોલ્યા જે, “તમને જેતલપુર જવાનું કહ્યું હતું અને અહીં કેમ આવ્યા?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “સંતોના ને હરિભક્તોના આગ્રહથી આવવું થયું. હવે તો આ કથા થઈ રહેશે ત્યારે જવાનું કરશું.”

પછી બોલ્યા જે, “હવે તો આપણે વૃષપુર જઈશું; કેમ જે તમારી સાથે સ્વામી ભગવત્ચરણદાસજીના નવા સાધુ બળદેવચરણદાસ છે તે માંદા પડવાના હતા તેની તમારે ચાકરી કરવી પડે એટલા સારુ તમને રજા આપી હતી, પણ હવે તો નહિ જવાય. અને કાલે સ્વામી વૃંદાવનદાસજી તથા ધોળકાના મહંત બળદેવચરણદાસજી તથા કાણોતરના બાપુભાઈ તથા રનોડના પિતાંબરભાઈ આદિ હરિભક્તો આવશે એટલે સેવાની ફિકર નહિ રહે.”

પછી બીજે દિવસે સ્વામી વૃંદાવનદાસજી આદિ સૌ આવ્યા અને કથાની સમાપ્તિ સાત દિવસે થઈ રહી. પછી સ્વામીશ્રી આદિ સૌ વૃષપુર ગયા. ત્યાં તે સાધુ માંદા પડ્યા તેને મંદવાડમાં વાસના સ્ફુરી આવી.

તેને દેહ મૂકવા સમયે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ સાધુનો દેહ આજ પડશે, માટે તેને ઉપદેશ કરીને મૂર્તિમાં વૃત્તિ રખાવો.”

પછી બન્ને સદગુરુઓએ ઘણો ઉપદેશ કર્યો, પણ તેમને કાંઈ સમજાયું નહિ અને વાસના પણ મૂકી નહિ.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સ્થાનમાં દેહ મૂકે ને ભૂત થઈને ઘેર જઈને ધૂણે તો અમારી આબરૂ જાય. માટે એનું અધૂરું રહેવા દેશું નહિ.”

પછી બાપાશ્રી તથા સંતો એની પાસે ગયા અને ખાટલો ઓરડામાં હતો તે ઓસરીમાં લાવ્યા ને બાપાશ્રીએ મહારાજનાં દર્શન કરાવીને દેહની વિસ્મૃતિ કરાવી દીધી.

ને સ્વામીશ્રી આદિ સંતોને કહ્યું જે, “તમો ઠાકોરજીને થાળ કરીને જમાડો.”

પછી સંતોએ થાળ જમાડીને કહ્યું જે, “હવે એને દેહ મુકાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજને પોઢવું છે; પછી લઈ જશે.”

પછી દોઢ વાગ્યો ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હવે મહારાજ જાગ્યા હશે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમે નાહી આવો.”

પછી સ્વામીશ્રી આદિ સંતો નાહી આવ્યા ને કહ્યું જે, “હવે તેડી જાઓ.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મહારાજને કીર્તન સાંભળવાં છે તે કીર્તન બોલો.”

પછી સંતો કીર્તન બોલ્યા.

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હવે ત્રણ વાગ્યા અને સાંજ પડશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ કહે છે કે અમને ભૂખ લાગી છે તે કાંઈ જમાડો તો પછી લઈ જઈએ.”

પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “સુખડી કરી દઉં.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “એટલી વાર તો ખમે તેમ નથી, માટે કાંઈક ફળ જમાડીએ.”

એમ કહીને પોતે જામફળી ઉપર ચઢીને ફળ ઉતારી લાવ્યા. તે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે સુધરાવીને પોતે મહારાજની મૂર્તિને જમાડતા હતા ત્યારે સ્વામીશ્રી પાસે ઊભા હતા, તેમને કહ્યું જે, “મહારાજ તો થાળ જમી રહ્યા ને સાધુને તેડવા ગયા. તમે જાઓ, નહિ તો ગોદડાં અભડાશે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી ઉતાવળા ગયા ને સાધુને હેઠે ઉતાર્યા કે તરત દેહ મૂકી દીધો.

પછી બીજે દિવસે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમો માંદા હતા ને તમારો વિચાર અહીં આવીને દેહ મૂકવાનો હતો, પણ તમે તો સાજા થઈ ગયા ને બીજા સાધુ દેહ મૂકી ગયા, માટે તમને હમણાં રાખવા છે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “એ સાધુને ક્યાં મૂક્યા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી ઈશ્વરચરણદાસજીને બદલે લઈ ગયા, માટે બીજે ક્યાં મુકાય? શ્રીજી મહારાજની મૂર્તિમાં મૂકી દીધા.” એમ બોલ્યા.  II ૧૮ II

 

In Saṁvat year 1958, Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints were going to Kutch from Gujarāt. After going to Navlakhi from Morbi they boarded the steamer at Navlakhi. When the steamer started, a ship came in front of it. The sail of the ship got entangled in the pillar of the steamer and the steamer leaned on one side and the pillar broke. When it was repaired, the journey began and they got down at Khari road. There lived Ghelābhāī Puruṣottam a Bhatia gentleman of Añjār. He made Swāmī Īśvarcharaṇadāsjī, etc. saint to sit in his horse-carriage (sigram) and Swāmī asked him if he was satsaṅgī. He said that though he was not satsaṅgī, he was the friend of Śeṭh Karamshibhāī Damji who was their satsaṅgī. He added that when he started from Mumbaī it came to his mind that his wife and children and all his wealth were with him. Therefore, he avoided coming by steamer from Mumbaī and boarded the steamer at Navlakhi so it would be safe. Here also they were about to be drawn but luckily they were saved. He thought that saints of Swāmīnārāyaṇa were very religious minded and the steamer was saved because of them. Knowing thus they were taken in his sigram. They went to Añjār. The said gentleman sent a man to Swāmī and asked how much ration they required. Swāmīśrī said that they could not take food on that day because they had sat in steamer. On the following day they got a bullock cart and went to Bhuj. That gentleman sent the ration in the temple but Swāmīśrī, etc. were not there so he went to Bhuj by Victoria and there he gave them ration and gave dhoti. Swāmī Īśvarcharaṇadāsjī told him that they were going to Bāpāśrī’s darśan by whose power the steamer was saved. That gentleman went with them. Bāpāśrī was climbing down the steps of the Vṛṣpur temple and they went to Bāpāśrī. Bāpāśrī met Swāmīśrī, etc. saints, asked them where they would have been had the pillar not broken. Swāmī said that they would have been with him. Bāpāśrī said, “I broke the pillar with a view to saving you and saved the steamer. That pillar was put by me in such a manner that nobody would be injured. Hearing this the Śeṭh was very much surprised and prayed to Bāpāśrī and saints that he was very powerful and requested Bāpāśrī to liberate him by his power. Then he went to his village. Bāpāśrī said to Swāmī Īśvarcharaṇadāsjī, “You are suffering from jaundice so you have come here with a saṅkalpa to leave this world but you will not be allowed to die. Then Bāpāśrī offered him a loaf of millet.” Swāmī said that he had no inclination for any food. Bāpāśrī told him that now he would like food and asked him to take food. After offering thāḷ to Ṭhākorjī was over, Bāpāśrī fed Swāmī Īśvarcharaṇadāsjī one fourth loaf. Thus Swāmī was made happy for six days by association and then he was told by Bāpāśrī to go to Jetalpur without halting at Bhuj, Muḷī, Amdāvād, etc. Swāmīśrī, etc. saints went to Bhuj. There a devotee of Mānkuvā had come with their carts to take saints with him. pārāyaṇa was to be held there, so Swāmī Akṣarjivandasji and devotees took him to Mānkuvā by a strong entreaty. Bāpāśrī came there and asked Swāmī why he had come there instead of going to Jetalpur. Swāmī said that devotees and saints insisted much so had to come and when the kathā would be over, he will plan to go. Then Bāpāśrī said, “Now we shall go to Vṛṣpur because Swāmī Bhagavatcharandasji’s new saint Baldevcharandas was to fall ill and you had to do his nursing so you were permitted to go but now you will not be able to go. Tomorrow Swāmī Vṛṅdāvandāsjī and Baldevcharandasji the mahaṅt of Dhoḷakā, Bapubhāī of Kanotar, Pitamberbhāī of Ranoḍā, etc. devotees will come so problem of nursing him, will be solved.” On the next day Swāmī Vṛṅdāvandāsjī, etc. came and the kathā was over on the seventh day. Swāmīśrī, etc. went to Vṛṣpur. There that saint became ill and in his illness some passion came to his mind. At the time when he was to leave his body, Bāpāśrī asked Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī that this saint was going to leave this world today. So preach him and keep his tendency in Mūrti. Both Sadgurus preached much but he could not understand anything and did not give up passion. Bāpāśrī said, “He who leaves his body in this place and becomes ghost and makes trouble at his home, it will hurt my prestige so I will not let him remain incomplete.” Bāpāśrī and saints went to him and the cot which was in the room was brought in the porch. Bāpāśrī gave him darśan of Mahārāj and made him forget his body. Then Bāpāśrī asked Swāmīśrī, etc. saints to prepare thāḷ and offer to Ṭhākorjī. Saints offered thāḷ and then asked Bāpāśrī to get his body leave this world. Bāpāśrī said that Mahārāj wanted to go to bed so he would be taken afterwards. When it was half past one, Swāmī Īśvarcharaṇadāsjī said that Mahārāj would have waken up now. Bāpāśrī told him to go and have bath. Swāmīśrī, etc. saints bathed and said that fetch that saint. Bāpāśrī said that Mahārāj wanted to listen to devotional songs so chant them. Saints chanted devotional songs. At that time Swāmī Īśvarcharaṇadāsjī said that it was three o’clock and it would be evening soon. Bāpāśrī said that Mahārāj was hungry and He wanted to eat so feed Him. Then He would take him. Swāmīśrī asked if he should prepare sukhaḍī. Bāpāśrī said that He would not wait for that much time so would offer Him some fruit. Bāpāśrī himself climbed the guava tree and brought the guava. Swāmī Īśvarcharaṇadāsjī got the guava cut in pieces and it was offered to Mūrti by Bāpāśrī himself. At that time Swāmīśrī was standing nearby Bāpāśrī, he told Swāmīśrī that now Mahārāj had eaten the thāḷ and went to fetch saint. Bāpāśrī told them to go, otherwise mattresses would become untouchable. Swāmī Īśvarcharaṇadāsjī went hurriedly, removed saint from cot and put on floor and soon left his body. On the following day Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī in the assembly that he was ill and he wanted to leave his body after coming over there, but he became all right and the other saint left his body. Therefore, he had to be kept now. Swāmī Vṛṅdāvandāsjī asked Bāpāśrī, where that saint had been placed. Bāpāśrī said he was taken instead of Swāmī Īśvarcharaṇadāsjī so, where he could be placed-he was placed in Mūrti. || 18 ||