Gujarati / English

ગામ ધ્રાંગધ્રાના સલાટ હરનારાયણભાઈ શ્રી વરતાલ કામ કરતા હતા તે ગણપતિના ઉપાસક હતા. ત્યાં સત્સંગી થયા તેમને શ્રીજી મહારાજે દર્શન આપ્યાં અને જોડે નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ દેખાયા ને તે મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા.

પછી ગણપતિએ હરનારાયણનું કાડું ઝાલીને શ્રીજી મહારાજને કહ્યું જે, “આ તમારું બાળક.”

પછી તેને શ્રીજી મહારાજે સમગ્ર પરમહંસનાં દર્શન કરાવીને કહ્યું જે, “આ ગોપાળાનંદ સ્વામી તારા ગુરુ.” એમ કહીને અદૃશ્ય થયા.

પછી તે જ્યારે ધ્યાન કરે ત્યારે પાંચસો પરમહંસનાં દર્શન શ્રીજી મહારાજનાં ભેળાં થાય. પછી તે ધ્રાંગધ્રાના મંદિરમાં ગયા. ત્યાં શ્રીજી મહારાજ ખુરશી ઉપર બેઠેલા એવાં દર્શન થયાં. સંવત ૧૯૬૪ની સાલમાં માંદા થયા તે સમયે તેને એમ જણાણું જે મૂળીમાં સભામંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે બેઠો છું. એમ એકવીસ દિવસ સુધી દર્શન થયાં. પછી જ્યારે પુરાણી ધર્મકિશોરદાસજી ધ્રાંગધ્રે ગયા ત્યારે તેમને વાત કરી જે આવી રીતે મને દર્શન થાય છે.

પછી તેમણે કહ્યું જે, “મહારાજ કે સંત તમારી સાથે બોલે છે?”

ત્યારે તે કહે, “ના.”

પછી તેમણે કહ્યું જે, “વરતાલના પમા વચનામૃતમાં કહ્યું છે જે પ્રત્યક્ષ સત્તપુરુષ મળે તો સો જન્મની કસર મટે ને આ જન્મે શુદ્ધ કરે. માટે પ્રત્યક્ષ મળે તો કામ થાય.”

એમ કહીને બાપાશ્રીની ઓળખાણ કરાવીને કહ્યું જે, “મહારાજ અને સંતના ભેળા બાપાશ્રીને ધારજો.”

પછી ઘેર જઈને ધ્યાન કર્યું ત્યારે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી અને બાપાશ્રીની વચ્ચે શ્રીજી મહારાજનાં દર્શન થયાં. પછી બન્ને મહારાજની મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા ને એક શ્રીજી મહારાજ રહ્યા. પછી તે મૂળી ગયા.

બ્રહ્મચારીને ત્યાં બ્રહ્માનંદ સ્વામીની મોટી મૂર્તિ છે તે ઠેકાણે દર્શન કરતાં બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિએ હરનારાયણ સામો હાથ કરીને કહ્યું જે, “તમને અનાદિમુક્ત મળ્યા છે તે બહુ મોટા છે તેથી કાંઈ અધૂરું નહિ રહે.”

પછી તે પાટણ ગયા. ત્યાં તેમના ભાઈનો દીકરો માંદો પડ્યો. તેને હરનારાયણે બાપાશ્રીને સંભારીને મહારાજની પ્રસાદીનું પાણી પાયું તેથી તે સાજો થયો.

પછી તેને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “એની આવરદા થઈ રહી હતી, પણ તમે અમારું નામ લીધું તેથી સાજો કરવો પડ્યો.”

પછી મૂળી દેવનાં દર્શન કરવા ગયા. તેમની પાસે જોખમ હોવાથી બીક લાગી, ત્યારે મહારાજ ને બાપાશ્રીએ દર્શન દઈને બે બાજુ કાંડાં ઝાલ્યાં ને બેય કોરે અનંત મુક્તો દિવ્ય તેજોમય દેખાય એવી રીતે સ્ટેશનથી મંદિરમાં આવ્યા. પછી મહારાજ ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મૂર્તિઓ ને સભા દિવ્ય તેજોમય દેખી. પછી રાત્રિએ તાપ કરવા સારુ સાંઠીઓ લેવા ગયા. ત્યાં સંકલ્પ થયો જે સાંઠીઓમાં કાંટા હશે તો? ત્યારે બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, “કાંટા નથી.” પછી સાંઠીઓ લઈને આવ્યા ને સદ્. રામકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ધર્મકિશોરદાસજીને એ વાત કહી. તેથી રામકૃષ્ણદાસજી સ્વામીને બાપાશ્રીને વિષે બહુ હેત થઈ ગયું. પછી સ્વામી જ્યારે માંદા થયા ત્યારે નિરંતર શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાઈ રહેતા. તેમને અંત સમયે મહારાજ અને બાપાશ્રી દર્શન આપીને તેડી ગયા.  II ૩૧ II

 

Harnārāyaṇabhāī of Dhrāṅgadhrā who was a sculptor was working at Vaḍtāl and he was devotee of Gaṇapati. There he became satsaṅgī. Śrījī Mahārāj gave him darśan along with Narnārāyaṇa, Laximinārāyan, etc. They merged in Mūrti. Then Gaṇapati held the hand of Harnārāyaṇa and told Śrījī Mahārāj that here was your child. Then Śrījī Mahārāj gave him darśan of all paramhaṁsas and told him that Gopālānaṅd Swāmī was his guru-saying so he disappeared. Thereafter whenever he meditated he had darśan of five hundred paramhaṁsas along with Śrījī Mahārāj. Then he went to the temple of Dhrāṅgadhrā. There he got darśan of Śrījī Mahārāj sitting on a chair. In Saṁvat year 1964, he became ill and felt that he was near Ghanśyām Mūrti in the assembly hall at Muḷī-thus he got darśan for twenty-one days. When Purāṇī Dharmakiśordāsjī went to Dhrāṅgadhrā he told him that he got such darśan. Purāṇī asked him if Mahārāj or saints talked with him. He said no. Then Purāṇī told him that according to the 5th Vachanāmṛt of Vaḍtāl when one meets Satpuruṣa himself (physically), the defect of hundred births become nul and void and during this birth he purifies, so when they meet personally one is fulfilled. Saying so, he was introduced to Bāpāśrī and asked him to meditate on Mahārāj along with Bāpāśrī and saints. He went home and when he meditated, he got darśan of Śrījī Mahārāj between Gopālānaṅd Swāmī and Bāpāśrī. Both of them disappeared in Mūrti and there remained only Śrījī Mahārāj. Then he went to Muḷī. At the seat of Brahmachārī there is a big Idol of Brahmānaṅd Swāmī and while he was having darśan at that place the Idol of Brahmānaṅd Swāmī stretched its hand in front of Harnārāyaṇa and told him since he had met Anādi mukta who is very great so nothing would be remain unfulfilled. Then he went to Patan. There his brother’s son became ill. Harnārāyaṇa gave him prasādī water of Mahārāj remembering Bāpāśrī, so he became well. Bāpāśrī gave him darśan and told that his life span was over but since he gave his name so he (Bāpāśrī) had to make him well. Then he went for darśan of Mahārāj at Muḷī. He had money with him so he feared. Mahārāj and Bāpāśrī gave him darśan and held his hands on both sides and on both sides he was getting divine luminous darśan of infinite muktas and thus he came to the temple from station. Then Mahārāj and Bāpāśrī disappeared. At that time he saw Mūrtis and assembly as divine luminous. At night he went to bring fire wood for warming up. He had the saṅkalpa that there might be thorns in sticks. Bāpāśrī gave darśan and told him that there were no thorns. He brought sticks and told that matter to Sadguru Ramkrishnadasji Swāmī and Purāṇī Dharmakiśordāsjī so Ramkrishnadasji Swāmī developed much love for Bāpāśrī. When Swāmī became ill he was constantly getting attached in Mūrti. At the time of his death Mahārāj and Bāpāśrī gave him darśan and took him away. || 31 ||