Gujarati / English

મૂળીમાં બાપાશ્રી પાસે લીંબડીથી દીવાનજી સાહેબ ઝવેરભાઈ તથા મેઘાભાઈ આવ્યા અને દીવાનજીએ બાપાશ્રીને હાર પહેરાવ્યો.

પછી સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી ત્રણેએ બાપાશ્રીને કહ્યું જે, “આ હાર ઝવેરભાઈને પહેરાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મેઘાભાઈનો એવો સંકલ્પ છે જે મને હાર પહેરાવે તો હું મોટા માનું. માટે એમને પહેરાવવો પડશે.”

એમ કહીને તે હાર મેઘાભાઈને આપ્યો.

ત્યારે મેઘાભાઈએ કહ્યું જે, “અંતર્યામીપણાની ખાત્રી કરવા સારુ મેં આવો સંકલ્પ કર્યો હતો.”  II ૬૩ II

 

Divanji Saheb Zaverbhāī and Meghabhāī came from Limbdi to Bāpāśrī in Muḷī. Divanji garlanded Bāpāśrī. Then Swāmī Harinārāyaṇdāsjī, Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī,  all the three asked Bāpāśrī to garland the same garland to Zaverbhāī. Bāpāśrī said that Meghabhāī had a saṅkalpa and desired that if he garlanded him he would consider him to be mukta so he would have to be garlanded and then Meghabhāī was garlanded. At that Meghabhāī said that he wanted to make sure that Bāpāśrī knew the secret of everyone so, he had made that saṅkalpa. ||63||