Gujarati / English

ભુજના કોટવાળ સાહેબ ધનજીભાઈ બાપાશ્રીના યજ્ઞ ઉપર રજા ન મળી તેથી નોકરી છોડી દેવાનો સંકલ્પ કરીને વૃષપુર ગયા ને બાપાશ્રીનાં દર્શન કર્યાં.

ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, “તમે નોકરી છોડી દેવાનો સંકલ્પ કરી અહીં આવ્યા છો તે મૂકી દો અને જેમ ચાલે છે તેમ ચલાવો. તમને અમે મહારાજની મૂર્તિમાં રાખ્યા છે; કાંઈ પણ અધૂરું માનશો નહિ.”

પછી તે યજ્ઞની સમાપ્તિનાં દર્શન કરી ભુજ પાછા ગયા.    II ૬૬ II

 

An administrative Police Officer (Kotval) Dhanjībhāī of Bhuj did not get leave on the occasion of Bāpāśrī’s yajña so, he made saṅkalpa of resigning the job and went to Vṛṣpur and had darśan of Bāpāśrī. Bāpāśrī asked him to give up the saṅkalpa of resigning the job and continue as it was going on. Bāpāśrī further added that he was kept in Mūrti so, he should not feel unfulfilled. Then the yajña was over, he had darśan of it and he went back to Bhuj. || 66 ||