Gujarati / English

મૂળીમાં સદ્. સ્વામી હરિનારાયણદાસજી માંદા થયા ત્યારે ઢુવાવાળા રવાજીભાઈએ શ્રીજી મહારાજની ને બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “સ્વામીશ્રીને પાંચ વરસ રાખો તો ઘણો સમાસ થાય.”

ત્યારે બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં ને બે પડખે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી દેખાયા. પછી બાપાશ્રી બોલ્યા જે, “એમને અહીં રહેવાની મરજી નથી માટે અમે તેડી જઈશું.” એમ કહીને અદૃશ્ય થયા.

દેહ મૂકવાને દિવસે સુસવાઈના ચંદનસિંહજી દર્શને આવવાના હતા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “સૌ હરિભક્તો ઘણીકવાર દર્શન કરી ગયા, પણ એક હરિભક્ત દર્શન કરવા આવનાર છે તેને દર્શન દેવા અમે દેહોત્સવ મોડો કરશું.”

પછી તે આવ્યા ને દર્શન કર્યા. પછી સ્વામીશ્રી બોલ્યા જે, “ગુણાતીતદાસજી! હવે અમને આસનથી ભોંય ઉતારો.”

ત્યારે તેમણે કહ્યું જે, “સ્વામી! હજી તો નાડી સારી ચાલે છે માટે વખત થશે એટલે ઉતારશું.”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “ઝટ ઉતારો; એની ખબર તમને ન પડે.”

પછી ઉતાર્યા ને દેહોત્સવ કરી દીધો.  II ૭૩ II

 

When Sadguru Swāmī Harinārāyaṇdāsjī became ill in Muḷī, Ravajibhāī of Dhuva prayed to Śrījī Mahārāj and Bāpāśrī and requested them to keep Swāmī for five years more so that his advantage could be taken. Bāpāśrī gave him darśan and on both sides Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī were seen, then Bāpāśrī said that since he was not willing to live so he would be fetched. Saying so, Bāpāśrī disappeared. On the day of leaving body Chandansinhji of Susvai was to come for darśan. Swāmīśrī said that many devotees had come for darśan many times but one devotee was going to come for darśan and for giving him darśan he will leave body a little late. He came and had darśan. Then Swāmīśrī asked Gunatitdasji to put him on the floor from his seat. He told Swāmī that pulse was normal and at proper time so, he would be put on the floor. Swāmīśrī told him that he could not know anything so hurry up. As soon as he was removed from his seat, he left his body. || 73 ||