Gujarati / English

એક સમયે સેવક પ્રેમજી મંદિરમાં દર્શન કરી બાપાશ્રીને ઘેર ઊભો રહ્યો. તેવામાં રામપરાવાળાં કાનબા મેડા ઉપરથી ઠાકોરજીને દૂધ પાઈને હેઠળ આવ્યાં ત્યારે બાપાશ્રીએ પ્રેમજીને દર્શન દઈને કહ્યું જે, “કોરે ખસ, આ દૂધ લાવ્યાં છે તે પીએ.”

પછી હાથમાં દૂધનો વાટકો લઈને દૂધ પી ગયા ને વાટકો કાનબાને પાછો આપ્યો. એવી રીતે એમનો મનોરથ પૂર્ણ કરીને અદૃશ્ય થઈ ગયા.  II ૧૧૨ II

Once, the attendant Premjī was standing at the house of Bāpāśrī after having darśan in the temple. In the meanwhile Kanba of Rampar came down from the upper storey after offering milk to Ṭhākorjī. Bāpāśrī gave darśan to Premjī and asked him to go aside because he wanted to drink milk which had been brought by Kanba. Bāpāśrī took the bowl of milk in his hand and drank it and the empty bowl was given to Kanba. Thus after fulfilling her desire,Bāpāśrī disappeared. || 112 ||