Gujarati / English

વનાળિયાના ભગવાન ઠક્કર બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયા ને ત્યાં બાપાશ્રીનાં ચરણ ઝાલ્યાં, ત્યાં તો અપાર તેજનો મોટો સમૂહ દીઠો અને તેના મધ્યે શ્રીજી મહારાજની મૂર્તિ દેખાણી. તે મૂર્તિમાંથી તેવા જ આકારવાળી બાપાશ્રીની મૂર્તિ દીઠી. એમ ઘણી વાર દર્શન થયાં. પછી બાપાશ્રી મહારાજની મૂર્તિમાં લીન થયા ને મહારાજ ને તેજ અદૃશ્ય થઈ ગયું.  II ૨૭ II

 

Bhagvān Ṭhakker of Vanalia went to Vṛṣpur for darśan of Bāpāśrī. As soon as he held the feet of Bāpāśrī he saw a big mass of luminescence and in the centre there appeared Mūrti. In that Mūrti he saw Bāpāśrī’s Mūrti in the same shape- thus he had darśan for long time. Then Bāpāśrī merged in Mūrti and Mahārāj and luminescence disappeared. || 27 ||