Gujarati / English

જેતલપુરના મંદિરમાં એક બળદને ખરીમાં પૈડું વાગવાથી ખરી તૂટી ગઈ.

તે જોઈને બાપાશ્રી બોલ્યા જે, “આ બળદને  ચાકરી કરનાર હશે તો આઠ મહિને મટશે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે જે, “ચાકરી કરનાર કોઈ નથી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “એક પાટો બાંધજ્યો; આઠ દિવસે મટી જશે.”

પછી એમ કરવાથી તે બળદને મટી ગયું ને અગિયારમે દિવસે જોડ્યો. તે બાર ગાઉથી સુડતાળીસ મણ ઘઉં લઈ આવ્યો.  II ૩૭ II

 

In the temple of Jetalpur the hoof of the bullock broke as it was hit by a wheel. Seeing it Bāpāśrī said if there was anyone to attend the bullock, it will be cured after eight months. Swāmī Īśvarcharaṇadāsjī said that there was none. Bāpāśrī asked to put a bandage and it would be cured in eight days. By doing so the bullock was cured and on the eleventh day it was yoked and it brought forty-seven munds wheat from twenty-four miles.|| 37 ||