Gujarati / English

એક સમયે માથકના ભગવાનજીભાઈનાં દીકરી શાંતિબાઈને અગ્નિથી દાઝવાથી પીડા બહુ થતી હતી, તેથી મહારાજની પ્રાર્થના કરતાં હતાં. તેમનું આસન સિંહાસન પાસે હતું. તે સિંહાસનમાંથી શ્રીજી મહારાજ ને બાપાશ્રી દેખાયા ને તેના ઉપર હાથ ફેરવીને મટાડી દીધું તેથી તે બહુ રાજી થઈને એનાં મા-બાપને વાત કરી. તે જાણી આખું ગામ આશ્ચર્ય પામ્યું.  II ૯૪ II

Once, Shantibai the daughter of Bhagvānjibhāī of village Māthak was feeling much pain on account of burn injuries. So she was praying to Mahārāj. Her seat was near the throne and from that throne Śrījī Mahārāj and Bāpāśrī were seen. They moved their hands on her and got her free from the burn injuries. She was very much pleased and told about it to her parents. Knowing this whole village wondered. || 94 ||