Gujarati / English

ભુજના સાધુ રામચરણદાસજી (વૃષપુરવાળા)ને ભુજની સભામાં અષાડ વદ-૧૦ને રોજ શ્રીજી મહારાજનાં દર્શન થયાં. તે દિવ્ય તેજોમય અને ચારેકોર અનંત કોટિ મુક્તો પ્રાર્થના કરતા એવાં ઝળઝળાટ તેજમાં દર્શન થયાં અને ચરણારવિંદમાં સોળ ચિહ્ન જોયાં અને પડખે એવા જ તેજોમય બાપાશ્રીને દેખ્યા.

પછી તેમણે પૂછ્યું જે, “હે બાપા! તમે તો અપાર તેજોમય છો.”

તે સાંભળી બાપાશ્રી કહે, “અમે તો સદાય દિવ્ય તેજોમય છીએ.”

પછી તે સંત શિખરમાં મૂર્તિઓનાં દર્શન કરવા ઊઠ્યા તે સુખસજ્જામાં શ્રીજી મહારાજની મૂર્તિ પાસે પણ બાપાશ્રીનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને સર્વે અંગોઅંગમાં દિવ્ય તેજની શેડો છૂટે અને મોતી જડ્યાં હોય તેમ ભાસ્યું; એવું અતિ અલૌકિક તેમને દર્શન થયું.  II ૧૦૮ II

Saint Ramcharandasji of Bhuj (formerly of Vṛṣpur) had darśan of Śrījī Mahārāj on the day of Ashadh Vad 10th, in the Bhuj Assembly. That darśan was divine and luminous and all around infinite muktas were praying and in His feet there were sixteen signs and near him luminous Bāpāśrī was seen. He told Bāpāśrī that he was limitless luminous. Bāpāśrī told him that he was always divine luminous. Then he (saint) got up to have darśan of Mūrtis in Sikhar-temple. While he was doing darśan in the compartment of Sukh sajja, he had the divine luminous darśan of Bāpāśrī near Mūrti and from all organs divine luminescence emitted like jet and it seemed that pearls were set in it- such divine darśan he had. || 108 ||