Gujarati / English

છપૈયામાં અષાડ વદ-૧૦ને રોજ સવારના દશ વાગે બાપાશ્રી બોલ્યા જે, “રામપરાના કાનજી વશરામની દીકરી આ ટાણે દેહ મૂકી ગઈ તેને અમે ધામમાં મૂકી આવ્યા. તે કુટુંબીમાં છે તેથી નહાવું પડશે.” એમ કહ્યું, તેથી પ્રેમજી ભક્તે નવરાવ્યા.

પછી જ્યારે બાપાશ્રી વૃષપુર આવ્યા ત્યારે પ્રેમજી ભક્તે પૂછ્યું તે તિથિવાર પ્રમાણે મળ્યું.   II ૧૧ II

 

 

In Chhapayia on the morning of Ashadh Vad 10th, Bāpāśrī said, “the daughter of Kanji Vasharam of Rampara has left her body at this time and I have put her in Akṣardhām. Since she is from my family I will have to take bath.” Premjī Bhakta bathed him. When Bāpāśrī came to Vṛṣpur, Premjī Bhakta asked and got it confirmed that incident took place as per Bāpāśrī’s knowledge. || 11 ||