Gujarati / English

સંવત ૧૯૫૭ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો કચ્છમાં ગયા હતા. ત્યાં બાપાશ્રી ઉપર મોરબીથી રણછોડલાલભાઈનો કાગળ આવ્યો જે, “કાશીરામભાઈ દેહ મૂકી ગયા છે તેથી મને અશાંતિ રહે છે. માટે આપ સાત-આઠ દિવસ અહીં પધારી વાતે-ચીતે કરીને સુખિયા કરશો.”

પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ વૃષપુરથી મોરબી જવા ચૈત્ર વદ-૯ને રોજ નીકળ્યા. તે ભુજ થઈને અંજાર ગયા. ત્યાં સાધુ જગજીવનદાસનું મંડળ હતું.

તેમણે કહ્યું જે, “આજ એકાદશી છે, માટે સવારે પારણાં કરીને જજો.”

તોપણ ચાલ્યા તે મારગમાં ચાલતાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આપણે સાધુના રોક્યા રહ્યા નહિ, પણ કાલે ખારીરોલમાં રહેવું પડશે ને ત્યાં પાણી મળશે નહિ.”

પછી તેમણે કહ્યું જે, “જ્યાં રહીશું ત્યાં આપ ભેળા છો તો બધુંય છે.”

પછી ખારીરોલમાં જઈને રાત્રિ રહ્યા અને સવારે ખીચડી કરીને શ્રી ઠાકોરજીને જમાડી. મીઠું પાણી તો ત્યાં મળ્યું જ નહિ. અને તેરસને દિવસે સવારમાં આગબોટ ચાલવાની હતી.

તે વખતે બાપાશ્રીએ કહ્યું જે, “ટીમણ કરશો તો તરસ બહુ લાગશે, માટે ટીમણ કરશો નહિ.”

પછી આગબોટમાં બેઠા તે એક ખેતરવા ચાલી એટલે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આગબોટ તો માંદી છે.”

ત્યારે તેમણે કહ્યું જે, “કેવી માંદી છે?”

ત્યારે બાપાશ્રીએ કહે જે, “મરે એવી છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “પહેલાં બોલ્યા હોત તો આપણે બેસત નહિ; હવે તો જે થયું તે ખરું.”

પછી આગબોટ ચાલતી થઈ તે ચાર-પાંચ ગાઉ જેટલે જઈને ભાંગી, તેથી દરિયામાં ત્રણ દિવસ સૌ રહ્યા ને બીજી આગબોટ મંગાવીને ઊતર્યા. પછી વવાણીએ થઈને મોરબી ગયા. ત્યાં ગોવિંદભાઈના દીકરા લઘુભાઈ ત્રણ દિવસ સુધી દહીંસરેથી પાણી લઈને વવાણીએ લાગટ આવ્યા.

તેમના ઉપર બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, “આ છોકરો નાનો છે તેણે આપણી સેવા કરી તેને આપણે મહારાજને સુખે સુખિયા કરશું.”

પછી મોરબી આઠ દિવસ રહી મૂર્તિના સુખની તથા મહિમાની ખૂબ વાતો કરીને જૂનાગઢ, ગઢડે, મૂળી થઈ પાછા કચ્છમાં પધાર્યા. અને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર થોડાક દિવસ રહીને બાપાશ્રીની આજ્ઞાથી ગુજરાત તરફ આવ્યા.  II ૧૭ II

 

In Saṁvat year 1957, Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints had gone to Kutch. There Bāpāśrī got a letter of Ranchhodlalbhāī from Morbi telling him that Kashirambhāī had left this world so he felt uneasy, therefore, if he (Bāpāśrī) came there for a week and made him happy by his talks, it would be better. Bāpāśrī and Swāmī Īśvarcharaṇadāsjī, etc. started for Morbi from Vṛṣpur on the day of Chaitra Vad 9th. They went to Añjār via Bhuj. There was a group of saints Jagjivandas at Añjār. He said that it was ekadashi, so they should stay there and go in the morning after breaking fast, but they started and on the way Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī that they did not stay back even though saint wanted them to stay but on the next day they would have to stay at Khari road and there they would not get water. Swāmī told him that since he (Bāpāśrī) was with him, wherever they stay, there would be everything. They stayed in Khari road for night and in the morning prepared hotchpotch and offered it to Ṭhākorjī. There they did not get potable water and the steamer was to start in the morning on the day 13th. Bāpāśrī said if breakfast (timan) was taken they would be very thirsty so Swāmī was told not to take breakfast. They boarded the steamer and when it went a little distant, Bāpāśrī told Swāmī that the steamer was ill (not in proper order). Swāmī asked Bāpāśrī how much ill it was. Bāpāśrī said it was on the verge of death. Swāmī Īśvarcharaṇadāsjī said that had he said before, they would not have boarded it, now what had happened was all right. The steamer began its journey and broke after eight to ten miles so they stayed on the sea for three days and another steamer was brought and they boarded it, then they went to Morbi via Vavania. There Ladhubhāī the son of Goviṅdbhāī brought water from Dahisar to Vavania for three days continuously. Bāpāśrī was pleased with him and said that the boy was young and he did their sevā, so they would make him happy in the happiness of Mahārāj. They stayed at Morbi for eight days and gave many talks about the greatness and happiness of Mūrti. Then they came back to Kutch via Jūnāgaḍh, Gaḍhaḍā, and Muḷī. Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints stayed in Vṛṣpur for few days and went to Gujarāt with the permission of Bāpāśrī. || 17 ||