Gujarati / English

ભારાસરના ગોવિંદ ભક્ત અંત વખતે બાપાશ્રી પાસે દેહ મુકાય એવી ઈચ્છાથી વૃષપુર રહેવા આવ્યા હતા. એક સમયે ઘણા હરિભક્તો કરાંચી કમાવા જતા હતા તેથી તે બાપાશ્રીને પૂછવા આવ્યા, ત્યારે બાપાશ્રીએ ના પાડી તોપણ ત્યાં ગયા ને ત્યાં માંદા પડ્યા.

પછી પોતાના દીકરા લીંબાને વાત કરી જે, “બાપાશ્રીએ ના પાડી છતાં આપણે અહીં આવ્યા ને મારો સંકલ્પ એવો હતો જે બાપાશ્રી મારી પાસે બેઠા હોય ને મારો દેહ પડે.”

એટલામાં તો બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં.

ત્યારે બોલ્યા જે, “બાપાશ્રી પધાર્યા ને મને કહે છે જે ચાલો ધામમાં.” એમ કહીને દેહ મૂક્યો.  II ૩૪ II

 

Govind Bhakta of Bhārāsar had come to stay in Vṛṣpur with a view to leaving his body in the presence of Bāpāśrī. Once, many devotees were going to Karāchī for earning, so he also wanted to go and requested the permission of Bāpāśrī. Bāpāśrī refused the permission even then he went there and became ill there. He told his son Limba that though Bāpāśrī had not permitted they had gone there. He added that it was his saṅkalpa to leave the body in the presence of Bāpāśrī-as soon as he thought that way Bāpāśrī gave him darśan. He said that Bāpāśrī had come and told him to go to Akṣardhām. Saying so, he left his body. || 34 ||