Gujarati / English

એક સમયે બાપાશ્રી હરિભક્તોએ સહિત અમદાવાદ આવેલા ને કચ્છમાં પોતાના સંબંધીએ દેહ મૂક્યો.

ત્યારે બાપાશ્રી કહે જે, “અમારે નાહવું પડશે; ગરમાઈ લાગે છે.” એમ કહીને નાહ્યા, પણ બીજાને વાત કરી નહિ.

પછી કચ્છમાં જતાં મારગમાં ખબર પડી ત્યારે તે સર્વે નાહ્યા.

પછી બાપાશ્રીને કહ્યું જે, “તમે નહાઓ.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હું તો એણે દેહ મૂક્યો તે દિવસે જ નાહ્યો છું.”  II ૪૪ II

 

Once, Bāpāśrī had come to Amdāvād along with devotees and in Kutch one of his relatives died. Bāpāśrī said he would have to bath because he was feeling hot. He bathed but did not inform others. While they were going to Kutch, they received the news and all bathed. Bāpāśrī was told to bath but Bāpāśrī said he had bathed on the day when he died. || 44 ||