Gujarati / English

એક સમયે રાત્રિએ બાપાશ્રી વાડીએ ન ગયા અને સંતો પાસે પોઢી રહ્યા.

તે રાત્રિના દોઢ વાગે સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “વાડીમાં સૂવર પેસી ગયાં છે તે બાજરામાં ભંજવાડ કરે છે અને છોકરાઓ ઊંઘી ગયા છે ને રખવાળ બીજે ગયો છે, માટે અમારે જાવું પડશે.”

ત્યારે સ્વામી કહે જે, “ભલે, પધારો.”

પછી બાપાશ્રી વાડીએ જતા હતા ત્યાં ડાબા હાથ તરફ એક ઓટો છે તેમાં જન રહેતો હતો તે વળગવા આવ્યો. તેને પોતાની મૂર્તિમાંથી તેજ દેખાડ્યું તેથી તેજમાં અંજાઈ ગયો ને ઊભો થઈ રહ્યો. પછી બાપાશ્રી તો ચાલ્યા ગયા ને તેજ જોઈને સૂવર પણ ભાગી ગયાં ને પછી તેજ સંકેલી લીધું. તે જોઈને જનને આશ્ચર્ય થયું જે આ તો બહુ સમર્થ લાગે છે. પછી તે બાપાશ્રીનાં પગલાં હતાં તેમાં આળોટ્યો તેથી તેની બુદ્ધિ નિર્મળ થઈ એટલે ત્યાં ને ત્યાં ઊભો રહ્યો.

પછી બાપાશ્રી જ્યારે વાડીએથી પાછા મંદિર જતા હતા ત્યારે તેમના પગમાં પડ્યો ને પ્રાર્થના કરવા મંડ્યો જે, “તમે તો મહા સમર્થ છો તે તમારા પ્રતાપે મારું કલ્યાણ કરો. મેં તો બહુ જીવ લીધા છે ને અત્યંત પાપી છું, પણ તમારાં દર્શન નિત્ય થાય છે એટલું પુણ્ય છે. હું તમારે શરણે આવ્યો છું ને તમે તો મોક્ષદાતા છો માટે મારો મોક્ષ કરો.”

ત્યારે બાપાશ્રીએ તેને કહ્યું જે, “જા બદરિકાશ્રમમાં.”

પછી તે બોલ્યો જે, “જ્યાં તમારાં દર્શન થતાં હોય ત્યાં મૂકો.”

પછી બાપાશ્રીએ તેના ઉપર દયા લાવી પોતાની ઓઢેલી પછેડી હતી તેનો છેડો મારીને કહ્યું જે, “જા અક્ષરધામમાં.” અને તે જનનો મોક્ષ કર્યો.

પછી આ વાત બાપાશ્રીએ મંદિરમાં જઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહી.  II ૪૯ II

 

Once, Bāpāśrī slept near saints instead of going to the farm at night. At half past one o’clock Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī that pigs had entered the farm and were damaging the crop of millet. The sons were sleeping and the guard had gone somewhere else so he had to go. Swāmī said O.K.  Then, while Bāpāśrī was going to the farm a ghost (genie) which was living on the left side of the raised platform came to possess him. Bāpāśrī showed him luminescence from his Mūrti and he was dazzled in the luminescence and he became motionless. Bāpāśrī went away. Pigs also ran away seeing the luminescence. Then Bāpāśrī had withdrawn that luminescence. Seeing this, the ghost was surprised and thought that he was very powerful. Then the ghost rolled into the dust in which there were foot steps of Bāpāśrī. So, his intellect became pure and so, he stood there only. When Bāpāśrī was going back from the farm to the temple he fell at his feet and prayed for his liberation by saying that he was very powerful. He added that he had taken many lives and was very sinful but he was getting his darśan daily so that was due to his good deeds. He further requested Bāpāśrī by saying that he had come under his shelter and since he was the donor of liberation, he should be liberated. Bāpāśrī asked him to go to Badrikāśram. He requested to put him at the place where he could have his darśan. Bāpāśrī took pity on him and by hitting him with his pachhedi (a kind of cloth lying on shoulder) told him to go to the Akṣardhām and he was librated. Bāpāśrī went to the temple and told about it to Swāmī Īśvarcharaṇadāsjī. || 49 ||