Gujarati / English

વાંકાનેરના સોની રવજીભાઈ ૧૯૭૧ના યજ્ઞમાં વૃષપુર ગયા હતા. તેમણે બાપાશ્રીની પ્રાર્થના કરીને વર માગ્યો જે, “મને તેડવા આવજો.”

પછી ઘેર ગયા અને પક્ષઘાત થયો હતો. તેમને દોઢ મહિના સુધી લાગટ શ્રીજી મહારાજ તથા બાપાશ્રી તથા સંતોનાં દર્શન થયાં અને દેહ મુકાવીને તેડી ગયાં.  II ૬૮ II

 

Sonī Ravjibhāī of Vankaner had gone to Vṛṣpur to take part in yajña in Saṁvat year 1971. He prayed to Bāpāśrī and asked for a boon that he should come to fetch him. He went home and had attack of paralysis. He had continuous darśan of Śrījī Mahārāj. Bāpāśrī and saint for one and half month and he was fetched. ||68 ||