Gujarati / English

રાજકોટના મિસ્ત્રી કલ્યાણજીભાઈની દીકરીને જન વળગ્યો હતો તે ઘણા ઉપાયથી ન ગયો. પછી બાપાશ્રી મૂળીએ સમૈયો કરવા આવ્યા હતા, ત્યાં એ દીકરીને લઈને આવતાં રેલમાં એ બાઈને બાપાશ્રીનાં શ્વેત વસ્ત્ર પહેરેલાં એવાં તેજોમય દર્શન થયાં. પછી તે ધ્રૂજવા લાગી ને તેમાં જન હતો તે બોલ્યો જે, “આ મને બાળે છે.” એમ બોલતાં બોલતાં મંદિરમાં આવ્યા ને ઉતારો કરીને ઠાકોરજીનાં દર્શન કર્યા.

પછી કલ્યાણજીએ બાપાશ્રીને આસને આવીને પ્રાર્થના કરી જે, “મારી દીકરીને જન વળગ્યો છે તેથી હું બહુ દુખિયો છું માટે કૃપા કરીને એને કાઢો.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ સભાની ચરણરજ લઈ જઈને એ બાઈને માથે નાખજો.”

પછી તે બાઈને માથે નાખી એટલે તરત જન ભાગી ગયો.  II ૭૨ II

 

The daughter of Mistry Kalyanjibhāī of Rajkot was caught hold by a genie. It did not leave her in spite of many remedies. Bāpāśrī had come to Muḷī to attend Samayia. Kalyanjibhāī was going there with his daughter in a train. The girl had darśan of Bāpāśrī wearing white clothes and luminous. She began to shiver and the genie inside her spoke that he was being burnt by (her) some invisible power. They came to the temple, lodged, and had darśan of Ṭhākorjī. Kalyanjibhāī came to Bāpāśrī and prayingly requested him to drive away the genie which had affected his daughter so he was very unhappy. Bāpāśrī told him to put the dust of the assembly on the girl’s head. He did it so and genie ran away. || 72 ||