Gujarati / English

સંવત ૧૯૭૬ના માગશર વદ-૮ને રોજ ગામ મેડાના મંદિરમાં મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત હતું તેથી નરભેરામ પૂજારીને બાપાશ્રીને તેડી લાવવા કચ્છમાં મોક્લ્યા.

તેને બાપાશ્રીએ કહ્યું જે, “વચલી મોટી મૂર્તિ પધરાવવાની ઉચ્છવણી રૂ. ૫૦૦ની મોહનભાઈ ભલાભાઈ બોલશે, તે મૂર્તિ તમારા હાથે પધરાવાય તો જાણજો જે અમે આવ્યા છીએ.”

પછી નરભેરામ મેડા ગયા અને મૂર્તિ પધરાવતી વખતે મોહનભાઈને બોલાવવા ગયા, પણ તે ઉચ્છવણીના કામમાં રોકાવાથી તેમણે નરભેરામને કહ્યું જે, “મારે સાટે તમે પધરાવજો.”

પછી તે મૂર્તિ નરભેરામે પધરાવી ને સૌને ઉપરની વાત કરી.  II ૭૯ II

 

 In Saṁvat year 1976, on the day of Magsar Vad 8th, there was muhurut of installing Mūrti in the temple of village Meḍā, so the priest Narbheram was sent to Kutch to bring Bāpāśrī with him. Bāpāśrī told him when Mohanbhāī Bhalābhāī would bid five hundred rupees for the installation of big Mūrti in the centre, and if Mūrti could be installed by his hand (Narbheram), know that he (Bāpāśrī) had come. Narbheram went to Meḍā and at the time of installing Mūrti he went to call Mohanbhāī but as he was busy in the work of bidding, he asked Narbheram to install Mūrti on his behalf. Then Mūrti was installed by Narbheram and told all about Bāpāśrī’s prediction. ||79 ||