Gujarati / English

સંવત ૧૯૮૪ના જેઠ માસમાં બાપાશ્રી માધાપુરના યજ્ઞમાં પધાર્યા હતા. તે ગામના કલ્યાણ ભક્તને ઘેર બાપાશ્રી પધાર્યા તે સમયે તેના ઘરમાં બાપાશ્રીની છબી જોઈને પોતે બોલ્યા જે, “ઓ છબી લાવો.”

પછી તે ભક્તે આપી ત્યારે બાપાશ્રી તે છબી ઉપર ત્રણ વાર હાથ ફેરવીને બોલ્યા જે, “હવે આનાં દર્શન કરજો, પણ આ મૂર્તિનાં નહિ થાય.” એમ ત્રણ વાર બોલ્યા.

એવી રીતે મર્મમાં અતિ પ્રેમી ભક્તોને કોઈ કોઈવાર પોતાનું અંતર્ધાનપણું અગાઉથી સૂચવી દેતા.  II ૯૭ II

In Saṁvat year 1984, in the month of Jeth, Bāpāśrī had come to Madhapar in yajña. Bāpāśrī visited Kalyan Bhakta’s House in that village. At that time Bāpāśrī seeing his photo in the house asked to give it to him. The devotee gave it. Bāpāśrī moved his hand on the photo thrice and told them to have its darśan but they will not get his darśan– he said it thrice. Thus Bāpāśrī mysteriously informed his beloved devotees in advance about leaving this world. || 97 ||